SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ ૩૧ ગાથાર્થ- ત્રણ ભુવનમાં રહેલા ૮ ક્રોડ ૫૭ લાખ ૨૯૮ (૮,૫૭,૦૦,૨૯૮) ચૈત્યોને હું વંદન કરું છું અને અસંખ્ય સમુદ્રો, દ્વીપો, જ્યોતિષ વિમાનો અને વ્યંતર નગરમાં રહેલા અસંખ્ય ચૈત્યોને હું વંદન કરું છું. (૪) ત્રણ લોકમાં રહેલી ૧૫૪૨,૫૮,૩૮,૦૦૦ શાશ્વતી જિન પ્રતિમાને હું વંદન કરું છું. (૫) (અહીં ગાથામાં ૧૯૨૦ જિનબિંબોની સંખ્યા અધિક બતાવી છે તેનો ખુલાસો આ પ્રમાણે છે- જગચિંતામણિ ચૈત્યવંદનમાં જે જિનબિંબોની ગણતરી કરી છે તેમાં સૌધર્મેન્દ્ર તેમજ ઈશારેંદ્રની અગ્રમહિષીઓની ૧૬ નગરીના ૧૯૨૦ જિનબિંબો ગણેલા છે. જ્યારે અહીં તેના બદલે મહાવિદેહની ૩૨ રાજધાનીના ૩૮૪૦ જિનબિંબો ગણેલા છે. આમ ૧૯૨૦ જિનબિંબો અહીં અધિક બતાવેલાં છે.) અહીં પૂર્વે કરિકૂટ આદિ સ્થાનોનું જે વિસંવાદિસ્થાનપણું કહેવાયું તે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ વગેરેમાં આ (કરિકૂટાદિ) સ્થાનોમાં ચૈત્યો છે એમ બતાવ્યું નથી માટે વિસંવાદિપણું છે. અને તે વિસંવાદને અનુસરનારી ક્ષેત્રસમાસની ગાથા આ પ્રમાણે છે 'करिकूडकुंडदहनइ, कुरुकंचणजमलसमवियड्डेसु । નિમવવિસંવાળો, નો તં નાપતિ જયસ્થા છે ? It', ગાથાર્થ કંરિકૂટ કુંડ, દ્રહ, નદી, કુરુ (દેવકુરુ-ઉત્તરકુરુ), કંચનગિરિ, જમલ સમલ પર્વત . અને વૈતાઢ્ય પર્વતમાં જિનભવનનો જે વિસંવાદ છે તે વિસંવાદને ગીતાર્થો જાણે છે. તે પૂર્વે જે દરેક ચૈત્યોમાં ૧૦૮ જ જિનબિંબો ગણ્યા છે તે પણ જંબૂઢીપ-પ્રજ્ઞપ્તિ અનુસારેજ ગણ્યા છે. તથા વૈતાઢ્ય પર્વત ઉપર રહેલા સિદ્ધાયતન ફૂટના અધિકારમાં તેનું સૂત્ર આ પ્રમાણે છે ‘સ્થ i...... ૩વરમુદ્ધયા તિ' अथ तासां जिनप्रतिमानां परिकरवर्णनं, यथा-'तासि णं जिणपडिमाणं ..... जाव अंजणसमुग्गाणं अट्ठसयं धूवकडुच्छगाणं चिटुंति इति । અર્થ- અહીં એક મોટું સિદ્ધાયતન (શાશ્વત જિન પ્રતિમાઓનું ચૈત્ય) છે. તે એક ગાઉ લાંબું, અડધો ગાઉ પહોળું, કંઈક ન્યૂન (=પ૬૦ ધનુષ્ય ચૂન) એક ગાઉ ઊંચું છે. યાવત્ ધજા સુધીનું વર્ણન જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ પ્રમાણે જાણવું. તે સિદ્ધાયતનને ત્રણ દિશામાં ત્રણ દ્વાર છે. તે દ્વારો પાંચસો ધનુષ્ય ઊંચાં છે, અઢીસો ધનુષ્ય પહોળાં છે અને તેટલા જ એટલે કે અઢીસો ધનુષ્ય પ્રમાણ પ્રવેશથી છે, એટલે કે લાંબા છે. જંબૂદીપ પ્રજ્ઞપ્તિમાં વિજય દ્વારનું વર્ણન છે તેમ અહીં પણ સેવા વરાર શૂપિયા'I' એ પદથી તેવું યાવત્ વનમાલાનું વર્ણન છે ત્યાં સુધીનું વર્ણન સમજવું. બહુ સમરમણીય ભૂમિભાગવાળા તે સિદ્ધાયતનના બહુ મધ્ય દેશભાગમાં એક મોટું દેવછંદક છે. તે પાંચસો ધનુષ્ય લાંબું-પહોળું છે. સાધિક પાંચસો ધનુષ્ય ઊંચું છે. આખું દેવછંદક રસમય છે. અહીં એકસો આઠ જિન પ્રતિમાઓ છે. તે પ્રતિમાઓ ઉત્સધ અંગુલથી તીર્થંકરના શરીર જેટલા પ્રમાણવાળી છે. ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષ્ય અને જઘન્યથી સાત હાથ પ્રમાણ છે. તે પ્રતિમાઓ દેવછંદકની ચારે દિશાઓમાં સત્તાવીશ સત્તાવીશ છે. એ પ્રમાણે જીવાભિગમ સૂત્રમાં યાવત્ ધૂવડુ છું' સુધીનું વર્ણન જે પ્રમાણે છે તે પ્રમાણે અહીં પણ જાણવું. તે જિનપ્રતિમાનું વર્ણન આ પ્રમાણે છે
SR No.005692
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2003
Total Pages326
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy