________________
૯૨
આત્મપ્રબોધ
(૫) અશનાદિ દાન- તે પરતીર્થિકોને સમ્યગ્દષ્ટિઓએ અશન-પાન ખાદિમ-સ્વાદિમવસ્ત્ર-પાત્ર વગેરે કંઈ પણ ન આપવું જોઈએ. તે આપવામાં પોતાને અને જોનારા બીજા લોકોને તેઓને વિશે બહુમાન ભાવ થવાથી મિથ્યાત્વની પ્રાપ્તિ થાય. અહીં પરતીર્થિકોને અશનાદિ દાનનો નિષેધ કર્યો છે તે અનુકંપાને છોડીને સમજવો. જો તેઓ અનુકંપાના વિષય બન્યા હોય તો તેઓને પણ દાન આપવું જોઈએ. જેથી કહ્યું છે કે
__ सव्वेहिं पि जिणेहिं, दुज्जयजियरागदोसमोहेहिं ।
सत्ताणुकंपणट्ठा, दाणं न कहिं पि पडिसिद्धं ॥ १ ॥ અર્થ- દુર્જય એવા રાગ-દ્વેષ-મોહને જીતનારા સર્વે પણ જિનેશ્વરોએ જીવોની અનુકંપા માટે દાનનો ક્યાંય પણ નિષેધ કર્યો નથી.
(૬) પૂજા નિષેધ- તથા તે સમ્યગ્દષ્ટિઓએ પરતીર્થિક દેવોની તથા પરતીર્થિકોએ ગ્રહણ કરેલા જિનબિંબોની પૂજા વગેરે માટે ગંધ-પુષ્પ વગેરે મોકલવું ન જોઈએ. આદિ શબ્દથી તેઓનું વિનય-વેયાવચ્ચ-યાત્રા-સ્નાત્ર વગેરે ન કરવું જોઈએ. કારણ કે આ કરવામાં લોકોને મિથ્યાત્વમાં સ્થિર કરવાનું થાય. આ પરતીર્થિકાદિને વંદન કરવાનો ત્યાગ વગેરે છ યતનાથી યતના કરતો ભવ્યાત્મા ભોજરાજાના પુરોહિત ધનપાલની જેમ સમ્યકત્વનું ઉલ્લંઘન કરતો નથી. અહીં ધનપાલનો વૃત્તાંત આ પ્રમાણે છે
ધનપાલનો વૃત્તાંત અવંતી નગરીમાં સર્વધર નામનો રાજાનો પુરોહિત રહેતો હતો. તેને ધનપાલ અને શોભન નામના બે પુત્રો હતા. તેઓ પાંડિત્ય આદિ ગુણોથી યુક્ત હોવાથી રાજાના બહુ માનનીય હતા. હવે એક વખત તે નગરીમાં સિદ્ધસેન સૂરિના સંતાનીય શ્રી સુસ્થિત આચાર્યના શિષ્ય શ્રી વર્ધમાનસૂરિ ઘણાં ભવ્યજનને પ્રતિબોધ કરવા માટે આવ્યા. ત્યારે ત્યાં ગમનાગમન કરવાથી સર્વધરની પણ ગુરુની સાથે મૈત્રી થઈ. એક વખત તેણે ગુરુને પૂછયું: હે સ્વામી ! ઘરના આંગણાની ભૂમિમાં ક્રોડ દ્રવ્ય મૂકેલું છે. તે ઘણી રીતે શોધવા છતાં ન મળ્યું. હવે તે કેવી રીતે મળશે ? ત્યારે ગુરુએ કંઈક હસીને કહ્યું: જો મળે તો શું ? તેથી સર્વધરે કહ્યું: હે સ્વામી ! અર્ધો ભાગ કરીને આપવામાં આવે. ત્યારે ગુરુએ તેના ઘરમાં જઈને કોઈપણ પ્રયોગથી તે જ ક્ષણે સર્વ પણ દ્રવ્ય પ્રગટ કરાવીને બતાવ્યું. ત્યાર પછી સર્વધરે તેના બે ઢગલા કરીને ગુરુને વિનંતી કરી. તે સ્વામી ! અધું દ્રવ્ય ગ્રહણ કરો. ગુરુએ કહ્યું: દ્રવ્યથી અમને કંઈ પણ પ્રયોજન નથી. આવા પ્રકારનું તો વિદ્યમાન દ્રવ્ય પણ અમે ત્યાખ્યું છે. બ્રાહ્મણે કહ્યું: તો પછી અધું કેમ માગ્યું હતું ? ગુરુએ કહ્યું ઘરની સારભૂત વસ્તુનો અર્ધ ભાગ આપ. તેણે કહ્યું. મારા ઘરમાં બીજું કંઈ પણ સારભૂત નથી. ગુરુએ કહ્યું: તારે સારભૂત બે પુત્રો છે. તેમાંથી એક પુત્ર આપ. આ સાંભળીને બ્રાહ્મણ વિષાદમાં તત્પર થયેલો મૌન ધારણ કરીને રહ્યો. ગુરુ તો અન્યત્ર વિહાર કરી ગયા. ૧. પુસ્તકાંત – શ્રીઉધોતન સૂરિના શિષ્ય.