________________
પ્રથમ પ્રકાશ - સખ્યત્વ
હવે તે બ્રાહ્મણ ગુરુના ઉપકારને યાદ કરતો તેઓનો પ્રતિ ઉપકાર કરવા માટે અસમર્થ શલ્યથી પીડાયેલાની જેમ કાળને પસાર કરતો કેટલાક કાળે રોગથી પીડાયો. ત્યારે બંને પુત્રોએ અંતિમ અવસ્થાને ઉચિત ધર્મક્રિયા કરીને પિતાને માનસિક દુઃખથી દુઃખી જાણીને પૂછયું કે પિતાજી ! આપના ચિત્તમાં જે હોય તે જણાવો. ત્યારે પિતાએ બધો પણ વૃત્તાંત જણાવીને કહ્યું છે પુત્રો ! તમારા બેમાંથી એક ચારિત્ર ગ્રહણ કરીને મને ઋણ મુક્ત કરશો? આ વચન સાંભળીને ભયભીત થયેલો ધનપાલ નીચું મુખ કરીને રહ્યો. ત્યારે શોભને કહ્યું- હે પિતાજી! હું દીક્ષા ગ્રહણ કરીશ. તમે ઋણ વગરના થાઓ અને મનમાં પરમ આનંદને ધારણ કરો. પુત્રના આ વચનને સાંભળીને સર્વધર બ્રાહ્મણ દેવલોકમાં ગયો.
ત્યાર પછી મૃતક્રિયા કરીને શોભને શ્રી વર્ધમાનસૂરિના શિષ્ય શ્રી જિનેશ્વર સૂરિની પાસે દીક્ષા લીધી. હવે ધનપાલ ગુસ્સે થયેલો તે જ દિવસથી જૈન ધર્મનો ષી થયો. અવંતી નગરીમાં સાધુઓના આગમનનો પણ નિષેધ કર્યો. ત્યાર પછી ત્યાંના શ્રી સંઘે ગુરુની પાસે લેખ મોકલીને આ પ્રમાણે નિવેદન કર્યું સ્વામી ! શોભનને દીક્ષા ન આપી હોત તો ગચ્છ કાંઈ શૂન્ય ન થઈ જાત. કેમ કે ગચ્છને રક્ષાકરની ઉપમા આપવામાં આવી છે. હવે શોભનને દીક્ષા આપવામાં તેનો ભાઈ ધનપાલ પુરોહિત મિથ્યાદષ્ટિ હોવાથી ગુસ્સે થયેલો મોટી ધર્મની હાનિ કરે છે. હવે આ વૃત્તાંત જાણીને આચાર્ય ભગવંતે શોભનને ગીતાર્થ જાણીને શુભ દિવસે વાચનાચાર્ય બનાવીને બે મુનિઓની સાથે ઉપદ્રવની શાંતિ માટે ઉજ્જયિની નગરી તરફ મોકલ્યો. શોભન આચાર્ય પણ ગુરુની આજ્ઞાથી ત્યાંથી વિહાર કરીને ક્રમે કરીને ઉજ્જયિની નગરીમાં આવ્યા. ત્યાં નગરીનો દરવાજો બંધ જોઈને રાત્રિમાં બહાર જ રહ્યાં. સવારે પ્રતિક્રમણ કરીને જેટલામાં નગરની મધ્યમાં પ્રવેશ્યા તેટલામાં ધનપાલ સન્મુખ મળ્યો. જૈન ધર્મના દ્વેષી એવા તેણે શોભનને ઓળખ્યા વિના આ પ્રમાણે મશ્કરીવાળું વચન કહ્યું: રમત ! મન્ત ! નમસ્તે ! હે ગધેડા જેવા દાંતવાળા તને નમસ્કાર થાઓ.
- આ પ્રમાણે સાંભળીને શોભને પોતાના ભાઈને ઓળખી લીધો હોવા છતાં પણ તેની ઉક્તિને યોગ્ય જ પ્રતિવચન કહ્યું: પવૃષIી ! વયસ્ય ! સુરઉં તે ? વાંદરાના વૃષણ જેવા મુખવાળા હે મિત્ર ! તને સુખ છે? આ પ્રમાણે સાંભળીને ફરી ધનપાલે કહ્યું: આપનો નિવાસ ક્યાં છે? શોભને કહ્યું. જ્યાં તારો નિવાસ છે ત્યાં. હવે ધનપાલ ભાઈના વચનને ઓળખીને લજ્જાવાળો થયેલો કોઈ કાર્ય માટે બહાર ગયો. શોભન તો નગરની મધ્યમાં રહેલા ચૈત્યોમાં જિનવંદન કરીને જેટલામાં ચૈત્યમાંથી બહાર આવ્યો તેટલામાં સંઘ પણ ભેગો થઈને ગુરુના ચરણકમળમાં પ્રણામ કરીને આગળ બેઠો. ત્યારે શોભન પણ શોભનવાણીથી ધર્મદેશના આપીને સર્વસંઘથી યુક્ત ભાઈના ઘરે ગયો. ભાઈએ સામે આવીને પરમ વિનયથી પ્રણામ કરીને રમ્ય એવી ચિત્રશાળા રહેવા માટે તેને આપી. આધાકર્મી આહાર સાધુઓને ન ખપે એ પ્રમાણેની ગુરુ આજ્ઞા યાદ આવવાથી માતા-પતી વગેરે વડે કરાતી ભોજન સામગ્રીનો શોભને નિષેધ કર્યો. ત્યાર પછી શોભનની આજ્ઞાથી સાધુઓ