________________
આત્મપ્રબોધ
આહાર લાવવા માટે શ્રદ્ધાળુ ગૃહસ્થોના ઘરે ચાલ્યા, ધનપાલ પણ તેઓની સાથે ચાલ્યો. તે અવસરે કોઈક શ્રદ્ધાળુના ઘરે કોઈ એક દરિદ્ર શ્રાવિકાએ સાધુની આગળ દહીંનું ભોજન મૂક્યું ત્યારે સાધુએ તેણીને પૂછ્યું: આ દહીં શુદ્ધ છે ? તેણીએ કહ્યુંઃ ત્રણ દિનનું છે. મુનિએ કહ્યું: જિન આગમમાં નિષેધ કરેલો હોવાથી આ અયોગ્ય છે. આ સાંભળીને ધનપાલે તેઓને પૂછયું: આ દહીં અયોગ્ય કેમ છે? તેઓએ કહ્યું તારા ભાઈને પૂછવું. ત્યારે ધનપાલે દહીંનું ભાજન લઈને શોભન આચાર્યની પાસે જઈને પૂછયું કે- આ દહીં કેમ અશુદ્ધ છે ? લોકોમાં તો દહીં અમૃત તુલ્ય ગણાય છે. જો આ દહીંમાં જીવોને બતાવે તો હું પણ શ્રાવક જ થાઉં. અન્યથા તું મૂર્ખ લોકોને ઠગનારો જ છે. આ પ્રમાણેના ભાઈના વચનને સાંભળીને શોભને કહ્યું હું તેમાં જીવોને બતાવું, પરંતુ તારે પોતાના વચનનું પાલન કરવું. તેથી ધનપાલે તેનો સ્વીકાર કર્યો. શોભન આચાર્યે અળતો મંગાવીને દહીંના ભાજનના મુખમાં કપડું બાંધીને પડખાના ભાગમાં એક છિદ્ર કરાવીને થોડીવાર ભાજનને તડકામાં મૂક્યું. ત્યાર પછી દહીંના ભાજનના છિદ્રમાંથી નીકળીને શ્વેત જંતુઓ અળતામાં રહ્યા. તેઓને સ્વયં જોઈને ધનપાલને બતાવ્યા. ધનપાલ પણ ચાલતા તે જંતુઓને જોઈને મનમાં વિસ્મય પામેલો જૈન ધર્મ જગતમાં ધન્ય છે એ પ્રમાણે વારંવાર બોલ્યો. તે જ અવસરે એના મનમાં તત્ત્વરુચિરૂપ સમ્યકત્વ ઉત્પન્ન થયું. ત્યાર પછી એણે ગુરુની પાસે સમ્યકત્વ મૂળ બાર વ્રતોનો સ્વીકાર કર્યો. ત્યારે તે અરિહંત દેવ, સુસાધુ ગુરુ અને જિનેંદ્રભાષિત જ ધર્મને પ્રમાણ કરતો હૃદયમાં કેવલ પંચપરમેષ્ઠિનું ધ્યાન કરતો પરમ શ્રાવક થયો. બીજા ધર્મને મનમાં પણ ધારણ ન કર્યો. હવે શોભન આચાર્ય આ પ્રમાણે ભાઈને પ્રતિબોધ કરીને ગુરુની પાસે ગયા. ધનપાલ તો છ યતનાથી યતના કરતો સુખેથી સમ્યકત્વ આદિ ધર્મની આરાધના કરતો કાળને પસાર કરવા લાગ્યો. તે અવસરે કોઈક દુષ્ટ બ્રાહ્મણે ભોજરાજાને કહ્યું હે મહારાજ ! આપનો પુરોહિત ધનપાલ જિન વિના અન્ય કોઈપણ દેવને નમતો નથી. રાજાએ કહ્યું: જો એમ છે તો તેની પરીક્ષા કરીશ.
- હવે એક વખત ભોજરાજાએ મહાકાલ દેવના મંદિરમાં જઈને પરિવાર સહિત મહાદેવને વંદન કર્યા. પરંતુ ધનપાલ મહાદેવને ન નમ્યો. પરંતુ પોતાના હાથમાં રહેલી મુદ્રિકામાં રહેલા જિનબિંબને જ નમસ્કાર કર્યા. ત્યાર પછી ભોજે તેના સ્વરૂપને જાણીને પોતાના સ્થાનમાં આવીને ધૂપ-પુષ્પ-આદિ પૂજાની સામગ્રી મંગાવીને ધનપાલને આ પ્રમાણે આદેશ કર્યો છે ધનપાલ ! દેવપૂજા કરીને જલદી પાછો આવ. ત્યાર પછી ધનપાલ રાજાની આજ્ઞાથી તરત ઊભો થઈને અને પૂજાની સામગ્રી લઈને પ્રથમ ભવાનીના મંદિરમાં પ્રવેશ્યો. ત્યાર પછી ચકિત થયેલો બહાર નીકળીને મહાદેવના મંદિરમાં ગયો. ત્યાં પણ અહીં તહીં જોઈને તરત બહાર નીકળીને વિષ્ણુના મંદિરમાં પ્રવેશ્યો. ત્યાં પોતાના ઉત્તરીય વસ્ત્રને આચ્છાદન રૂપે કરીને બહાર નીકળીને શ્રી ઋષભદેવના જિનાલયમાં જઈને પ્રશાંતચિત્તવાળો થયેલો પૂજા કરીને રાજકારમાં આવ્યો. રાજાએ તેની પાછળ ગુપ્તચરોને મૂકેલા હતા. તેમના મુખથી પહેલાં જ સર્વ પણ વૃત્તાંત તેણે જાણી લીધો હતો, તેથી ૧. પાર્વતીને ખોળામાં લઈને બેઠેલો હોવાથી જોનારને લજ્જા ન આવે માટે કપડાથી ઢાંકીને બહાર નીકળી ગયો.