________________
આત્મપ્રબોધ
પ્રકારના તપને કરનારા, આચાર્ય વગેરે કેટલાક સાધુઓ વિશુદ્ધ અધ્યવસાયથી અવધિજ્ઞાન પામીને તેના બળથી પોતાના ગુરુના સ્વરૂપને જોતા અનાર્યક્ષેત્રમાં તેવા પ્રકા૨ની અવસ્થામાં રહેલા પોતાના ગુરુના જીવને જોઈને ‘પ્રમાદાચરણને ધિક્કાર થાઓ ધિક્કાર થાઓ, કારણ કે થોડા પણ પ્રમાદથી અહીં સંસારમાં જીવો અમારા ગુરુની જેમ અતિ ઘણા દુઃખના ભાગી થાય છે.' ઇત્યાદિ વિચાર્યું.
૨૩૦
ત્યાર પછી તેઓમાંથી જે આચાર્ય હતા તેમના મનમાં આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો. જો કોઈ પણ ઉપાયથી આ અમારા ગુરુ અનાર્ય ક્ષેત્રમાંથી આ આર્યક્ષેત્રમાં લાવવામાં આવે તો સારું થાય. ત્યાર પછી સૂરિએ આ વિચાર સર્વ સાધુઓને જણાવીને એક યોગ્ય સાધુને પોતાના ગણનો ભાર સોંપીને અનાર્ય દેશમાં શુદ્ધ આહાર દુર્લભ માનીને તેવા પ્રકારના દૃઢ સંઘયણવાળા, તપાચરણની શક્તિથી યુક્ત કેટલાક જ સાધુઓને સાથે લઈને ત્યાંથી વિહાર કરીને દરેક ગામમાં વિચરતા, આર્યક્ષેત્ર પછી આહારની ગવેષણા નહીં કરતા, અર્થાત્ આહાર નહીં લેતા, ક્રમે કરી અનાર્યક્ષેત્રમાં યાનક દેશમાં જ્યાં ફૂડાગાર નગર છે ત્યાં આવીને તેની નજીકમાં રહેલા ઉદ્યાનમાં જીવરહિત ભૂમિનું પડિલેહણ કરીને ઇંદ્ર વગેરેનો અવગ્રહ યાચીને રહ્યા. ત્યારે તે નગરના લોકો પૂર્વે નહીં જોયેલા સાધુને જોઈને આ કોણ છે ? એ પ્રમાણે વિચારતા સાધુની નજીક આવીને પૂછ્યું કે- તમે કોણ છો ? સાધુઓએ કહ્યુંઃ ‘અમે નટો છીએ.’ લોકોએ કહ્યું: જો નટ છો તો રાજા પાસે જાઓ, જેથી તમને ઇચ્છિત ધનની પ્રાપ્તિ થાય. સાધુઓએ કહ્યું: અમે કોઈની પાસે નહીં જઈએ. જે અમારી પાસે આવશે તેને અમારી નૃત્યકળા બતાવશું.
ત્યારે ફરી લોકોએ કહ્યું: જો તમે રાજા પાસે નહીં જાઓ તો પછી કોના ઘરે ભોજન કરશો ? તેઓએ કહ્યું: અમે ભોજન નથી કરતા. ત્યારે તે બધાય લોકો વિસ્મય પામ્યા અને કેટલાકે સાધુઓને પ્રતિલેખના અને પ્રતિક્રમણ આદિ ક્રિયા કરતા જોઈને પૂછ્યુંઃ તમે આ શું કરો છો ? સાધુઓએ કહ્યું: અમે નૃત્ય સંબંધી પરિશ્રમ કરીએ છીએ. ત્યાર પછી તે લોકો પોતાના સ્થાનમાં ગયા. આ વાત નગરમાં ફેલાઈ ગઈ. રાજા પણ કોઈના મુખેથી તે વાત સાંભળીને વિસ્મય પામેલો તેઓના સ્વરૂપને જોવા માટે ત્યાં આવ્યો. ત્યાં તે સાધુઓને જોઈને આ પ્રમાણે કહ્યું: તમે કોણ છો ? ક્યા સ્થાનથી અને કયા પ્રયોજનથી અહીં આવ્યા છો ? આચાર્યે કહ્યું: હે દેવાનુપ્રિય ! અમે નટો છીએ. દૂરદૂરથી તમને અમારી કલા બતાવવા માટે અહીં આવેલા છીએ. ત્યાર પછી રાજાએ કહ્યું: નૃત્ય બતાવો. આચાર્યે કહ્યું: જે સંગીતશાસ્ત્રમાં નિપુણ હોય તેની પાસે અમે નૃત્ય કરીશું. રાજાએ કહ્યુંમારો પુત્ર બધું જાણે છે. ગુરુએ કહ્યું: તો તેને જલદીથી અહીં લાવો. તેથી રાજાએ માણસોને મોકલીને કુમારને બોલાવ્યો. તે પણ શિબિકામાં બેસીને તરત ત્યાં આવીને સાધુઓને આ પ્રમાણે કહ્યું: જો તમે સંગીતશાસ્ત્રમાં કુશળ છો તો પહેલાં સંગીતના ભેદો કહો.
ત્યારે આચાર્યે શ્રુત આદિના બળથી બધા ય સંગીતના ભેદો કુમારની આગળ કહ્યાં. તેને સાંભળીને અતિ વિસ્મય પામેલો કુમાર મનમાં વિચારવા લાગ્યો કે- ખરેખર ! આ નટાચાર્ય સર્વશાસ્ત્રમાં વિશારદ છે. આના જેવો બીજો કોઈ પણ નથી. તેથી હમણાં આની નૃત્યકળા જોઈએ. આ પ્રમાણે વિચારીને તેણે સાધુઓને આ પ્રમાણે કહ્યું: હે નટો ! નૃત્ય કરો. જેથી તમારી કલાની પરીક્ષા કરીએ. આચાર્યે કહ્યું: પહેલાં નૃત્યના ઉપકરણો લાવો. ત્યારે કુમારે પોતાના માણસોને મોકલીને