________________
ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ
નૃત્યનાં બધાય ઉપકરણો મંગાવ્યાં. ત્યાર પછી વાજિંત્રનો અવાજ કરતા આચાર્યે પહેલાં મધુર સ્વરથી તે પ્રમાણે આલાપ કર્યો કે જેથી તેને સાંભળીને બધાય લોકો ચમત્કાર પામ્યા, અને જાણે ચિત્રમાં દોરેલા હોય તેવા થયા. ત્યાર પછી નૃત્યના આરંભમાં આચાર્યે આ ધ્રુવક કહ્યું: તે આ પ્રમાણેधिद्धि पमायललियं, सुमंगलोऽवत्थमेरिसिं पत्तो ।
किं कुणिमो अंवडया, पसरंति न अम्ह गुरुपाया ॥ १ ॥
૨૩૧
હે વત્સ ! આ પ્રમાદના લાલિત્યને ધિક્કાર હો, કે જેથી સુમંગલ આવી દશાને પામ્યા ! પૂર્વ કર્મના દોષથી અમારા ગુરુના કઠીન ચરણ પ્રસરતા નથી. તેમાં અમે શું કરીએ ?
ત્યાર પછી આચાર્યે કહેલા આ જ વાક્યને બધા ય સાધુઓ પણ મોટા અવાજથી ગાવા લાગ્યા, અને વીણા વગેરે વગાડવા લાગ્યા. ત્યારે કુમારે વારંવાર બોલાતા તે ધ્રુવકને સાંભળીને મનમાં વિચાર્યું: આ લોકો આ શું બોલે છે ? સુમંગલ કોણ છે ? તેણે કેવી રીતે પ્રમાદ કર્યો ? ત્યાર પછી જેટલામાં તે આ પ્રમાણે ઇહા-અપોહ કરવા લાગ્યો તેટલામાં તરત મૂર્છાને પામી ભૂમિ ઉપર પડ્યો, અને હાહાકાર થયો. ત્યારે રાજા વગેરેએ શીતલ ઉપચાર કર્યા એટલે ચેતના પામેલો કુમાર પોતાના પૂર્વભવને યાદ કરીને પૂર્વના શિષ્યો એવા તેઓને જોઈને આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યો. અહો ! આ સંસાર દુઃખમય છે. અહો ! કર્મની ગતિ વિચિત્ર છે. કારણ કે આ સંસારમાં દુષ્કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા પ્રમાદના દોષથી આ જીવો ઘણા પ્રકારના દુઃખને અનુભવે છે. હું પણ જરાક પ્રમાદાચારણથી આવા પ્રકારની અવસ્થાને પામ્યો. ત્યારે કુમારને આ પ્રમાણે વિલાપ કરતો જોઈને રાજાએ વિચાર્યુંઃ નક્કી આ ધૂતારાઓએ મારા આ કુમારને ગાંડો કર્યો છે. આથી આ લોકોને મારી નાખવા જોઈએ. ત્યાર પછી રાજાએ રોષથી પોતાના સેવકોને તેઓનો વધ કરવાનો આદેશ આપ્યો એટલે કુમારે કહ્યું: હે તાત ! આ લોકો હિત કરનારા છે. ૫૨નું કાર્ય કરનારા છે. આથી પૂજવા યોગ્ય છે. વધ-બંધન આદિને યોગ્ય નથી.
ત્યાર પછી રાજાએ પણ કુમારના વચનથી સાધુઓનો ઘણો સત્કાર આદિ સેવા કરી. ત્યાર પછી કુમારે સાધુઓને એકાંતમાં લઈ જઈને આ પ્રમાણે કહ્યું: હે દેવાનુપ્રિયો ! આ અનાર્ય ક્ષેત્ર છે. લોકો પણ અનાર્ય છે. અહીં સદ્ધર્મની વાત પણ સંભળાતી નથી. તેથી હમણાં મારી કઈ ગતિ થશે ? ત્યારે આચાર્યે કહ્યું: તું અમારી સાથે આવ- જેથી તારી કાર્યસિદ્ધિ થાય. કુમારે કહ્યું: પગ બંધાયેલા હોવાના કારણે હું ચાલવા માટે સમર્થ નથી. આથી આગળ મારો નિર્વાહ કેવી રીતે થશે ? આચાર્યે કહ્યું: આ બધાય સાધુઓ તું આર્યક્ષેત્રમાં આવીશ એટલે સારી રીતે તારી વેયાવચ્ચ કરશે. તે વચન સાંભળીને કુમા૨ે તે જ સમયે માતા-પિતા પાસે જઈને વિનંતિ કરીઃ હે માત ! હે તાત ! જો આપની આજ્ઞા હોય તો હું આ મહાકલાચાર્યની સાથે કલા શીખવા માટે જાઉં. ત્યારે માતા-પિતાએ કહ્યું: હે પુત્ર ! અમે તારા વિયોગને સહન કરવા માટે સમર્થ નથી. આથી આ નટોને અહીં જ રાખીને કલાભ્યાસ ક૨. કુમારે કહ્યું: આપે સાચું કહ્યું. પરંતુ આ લોકો વિદેશમાં રહેનારા છે. આપણા દ્રવ્યને ગ્રહણ કરતા નથી તો પછી અહીં કેવી રીતે રહે ? તેથી બીજા વિચારને છોડીને મને આજ્ઞા આપો. જેથી હું આ લોકોની પાસે પરિપૂર્ણ કલાભ્યાસ કરું. ત્યાર પછી માતા-પિતાએ તેના અતિ આગ્રહને માનીને આજ્ઞા આપી અને બેસવા માટે કેટલાક સેવકોથી યુક્ત એક શિબિકા આપી.