________________
ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ
૨૨૯ સુમંગલાચાર્યનું દૃષ્ટાંત આ ભરતક્ષેત્રમાં પાંચસો શિષ્યોથી પરિવરેલા સુમંગલ નામના આચાર્ય હતા. તે પ્રમાદ વિના હંમેશા શિષ્યોને સૂત્રાર્થની વાચના આપતા હતા. એક વખત વા આદિના કારણે આચાર્યને કેડમાં વેદના થઈ. તેથી વાચના માટે ઉભા થવા અસમર્થ આચાર્યે શિષ્યોને કહ્યું કે- ગૃહસ્થના ઘરમાંથી યોગપટ્ટો લાવો. શિષ્યો પણ ગુરુના વચનથી યોગપટ્ટો લાવ્યા. ત્યાર પછી આચાર્યે તેને કેડમાં બાંધીને પલાઠી વાળી. તેના કારણે અતિ સુખને પામેલા આચાર્ય તેને ક્ષણ પણ મૂકતા નથી. ત્યાર પછી કેટલાક દિવસો પછી શિષ્યોએ કહ્યું: હે ભગવન્! હમણાં આપના શરીરમાં સુખ થયું છે. આથી આ યોગપટ્ટો ગૃહસ્થને પાછો આપવા યોગ્ય છે, અને આ પ્રમાદ સ્થાન ત્યાગ કરવા યોગ્ય છે. કારણ કે થોડા પણ પ્રમાદથી સંસારની ઘણી વૃદ્ધિ થાય છે. ત્યારે આચાર્યે કહ્યું: યોગપટ્ટો ધારણ કરવામાં શું પ્રમાદ છે ? આ તો મારા શરીરને સુખ કરનારો છે. ત્યાર પછી તે વિનીત શિષ્યો મૌન ધારણ કરીને રહ્યા. હવે કેટલાક કાળે તે સુમંગલસૂરિએ શ્રુતના ઉપયોગથી પોતાના આયુષ્યનો સમય જાણીને એક વિશિષ્ટ ગુણવાળા શિષ્યને આચાર્યપદે સ્થાપીને અને સ્વયં સંલેખના કરીને કાળ પસાર કરતા રહ્યા. ત્યાર પછી શિષ્યોએ શુભધ્યાનને પામેલા ગુરુને નિર્ધામણા કરાવતા આ પ્રમાણે કહ્યું : હે ભગવંત ! વ્રત ગ્રહણ કરવાથી માંડીને જે કાંઈ પણ પ્રમાદ સ્થાનનું સેવન કર્યું હોય તેની આલોચના કરો, પ્રતિક્રમણ કરો.
ત્યારે આચાર્ય યોગપટ્ટને ધારણ કરવા સિવાયના બધા પ્રમાદ સ્થાનની આલોચના કરી, પ્રતિક્રમણ કર્યું. ત્યારે શિષ્યોએ કહ્યું: હે સ્વામી! યોગપટ્ટ ધારણ કરવાના પ્રમાદની પણ આલોચના કરો. તે વચન સાંભળીને કોપાનલથી બળેલા તે આચાર્યે કહ્યું: અરે દુષ્ટો ! તમે અતિદુર્વિનીત છો. જે હજી પણ યોગપટ્ટથી થયેલા મારા દૂષણને ગ્રહણ કરો છો. ત્યાર પછી તે શિષ્યોએ ગુરુને ગુસ્સે થયેલા જાણીને વિનયથી કહ્યું: હે સ્વામી ! અમારા અપરાધની ક્ષમા કરો. અમોએ અજ્ઞાનતાથી આપને અપ્રીતિ કરનારું વચન કહ્યું. હવે પછી આવું વચન નહીં બોલીએ. હવે તેઓના વચનથી આચાર્ય શાંતકાંપવાળા થયા. પરંતુ યોગપટ્ટના વિષયમાં તેમનું ધ્યાન રહ્યું. તેથી તે આચાર્ય તે પ્રમાદસ્થાનની આલોચના કર્યા વિના કાલ માસે કાળ કરીને અનાર્યદેશમાં કૂડાગાર નગરમાં મેઘરથ રાજાની વિજયા નામની રાણીની કુક્ષીમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયા. પ્રસવ સમયે કેડમાં વીંટળાયેલા ચામડાના પટ્ટાથી બાંધેલા પગવાળા જ પુત્રરૂપે ઉત્પન્ન થયા. રાજાએ તેનો જન્મ મહોત્સવ કરીને બારમા દિવસે દઢરથ એ પ્રમાણે તેનું નામ કર્યું. - ત્યાર પછી પાંચ ધાત્રીઓથી પાલન કરાતો જ્યારે આઠ વર્ષનો થયો ત્યારે કલાચાર્ય પાસે બહોંતેર કલાનો અભ્યાસ કરાવ્યો. ક્રમે કરીને સકલ કલામાં કુશળ થયો. તેમાં પણ સંગીતશાસ્ત્રમાં વિશેષથી નિપુણ થયો. સંગીતશાસ્ત્રમાં નિપુણ સાંભળીને જ ગાંધતતાની કલ્મ બતાવવા માટે ત્યાં આવે છે, પરંતુ સંપૂર્ણ સંગીતના ભેદોને નહીં જાણતા તેઓ કુમારના ચિત્તને રંજન કરવા માટે સમર્થ થતા નથી. તેથી કુમાર તેઓને નિરુત્સાહવાળા જોઈને ઘણું દ્રવ્ય આપીને સંતોષે છે અને સંતોષ પામેલા તેઓ સ્થાને સ્થાને દઢરથની કીર્તિ ફેલાવે છે. આ પ્રમાણે સુખેથી કાલ પસાર થાય છે. આ બાજુ જે શિષ્યો હતા તેમાંથી વિશુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્રને ધારણ કરનારા, ઘણા