________________
૨૨૮
કહ્યું છે કે
गमणट्ठाणनिसीयण, तुअट्टणगाहणनिसरणाईसु । कायं असंवरंतो, छण्हं पि विराहओ होइ ॥ १॥
અર્થ- જવું – ઊભા રહેવું – બેસવું – પડખું બદલવું - લેવું - નીકળવું આદિમાં કાયાનો સંવ૨ ન કરતો સાધુ છયે જીવનિકાયનો વિરાધક થાય છે.
આ પ્રમાણે કાયગુપ્તિ કહી. તે કહેવાની સાથે ત્રણ ગુપ્તિઓ કહી. તે કહેવા દ્વારા સત્તર પ્રકારનો સંયમ કહેવાયો.
આત્મપ્રબોધ
(૭-૮-૯-૧૦) સત્ય-શૌચ-આર્કિચન્ય-બ્રહ્મચર્ય- ત્યાર પછી દશ પ્રકારના યતિધર્મમાં સત્ય વગે૨ે ચાર ભેદો બાકી રહ્યા. તેમાં મૃષાવાદથી વિરતિ એ સત્ય છે. સંયમમાં નિરતિચારપણું એ શૌચ છે. નિષ્પરિગ્રહપણું એ આર્કિચન્ય છે. સર્વથા કામક્રિયાનો નિષેધ તે બ્રહ્મચર્ય છે.
અહીં કેટલાક ભેદો કેટલાક ભેદોની અંદર આવી જતા હોવા છતાં સ્પષ્ટ રીતે જાણીસ્વીકારી શકાય માટે અલગ-અલગ કહેલા છે, એમ બુદ્ધિશાળીઓએ સ્વયં જાણવું. આ પ્રમાણે દશ પ્રકારનો યતિધર્મ કહ્યો. (૨૬)
પ્રમાદનો સર્વથા ત્યાગ કરવો જોઈએ
હવે સુદુર્લભ એવા આ મુનિધર્મમાં સાધુઓએ સર્વથા પ્રમાદનો ત્યાગ કરવો જોઈએ એ પ્રમાણે બતાવે છે–
भवसयसहस्सदुलहे, जाईजरामरणसागरुत्तारे ।
जइधम्मंमि गुणायर !, खणमवि मा काहिसि पमायं ॥ २७ ॥
હે ગુણવાનૢ સાધુ ! લાખો ભવોમાં દુર્લભ તથા જન્મ-જરા-મરણરૂપી સાગરથી ઉતારનારા યતિધર્મમાં ક્ષણ પણ પ્રમાદ ન કર. કારણ કે પ્રમાદ મહા અનર્થનું કારણ છે. (૨૭)
વળી
सेणावई मोहनिवस्स एसो, सुहाण जं विग्घकरो दुरप्पा ।
महारिऊ सव्वजियाण एसो, कयावि कज्जो न तओ पमाओ ॥ २८ ॥
આ દુરાત્મા પ્રમાદ મોહરાજાનો સેનાપતિ છે. આથી જ મોક્ષસુખમાં વિદ્ન કરનારો છે. વિજ્ઞ કરનારો હોવાથી જ સર્વજીવોનો મહાન શત્રુ છે. તેથી જેમણે ૫૨માર્થને જાણ્યો છે એવા મુનિઓએ ક્યારે પણ આ પ્રમાદ ન કરવો જોઈએ. (૨૮)
વળી બીજું—
थोवोऽवि कयपमाओ, जइणो संसारवड्डणो भणिओ । जह सो सुमंगलमुणी, पमायदोसेण पयबद्धो ॥ २९ ॥
કરાયેલો થોડો પણ પ્રમાદ સાધુના સંસારને વધારનારો કહ્યો છે. જેમકે- તેં સુમંગલાચાર્ય મુનિ જરાક પ્રમાદના દોષથી ચામડાથી બંધાયેલા પગવાળા જ જન્મ્યા. આનો વૃત્તાંત આ પ્રમાણે છે