________________
૨ ૨૭
ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ | ‘હા’ કે ‘ના બંને પ્રકારની ભાષા બોલે નહીં. કેમ કે તેમ બોલવાથી કમરનો લાભ થાય છે. માટે, મૌન રહેનારા કે નિરવઘ બોલનારા સાધુઓ કર્મરજના લાભનો ત્યાગ કરીને નિર્વાણને પામે છે. (૫)
વિપત્તિમાં પણ સત્ય બોલવું તથા દત્તની આગળ કાલિકાચાર્ય જે પ્રમાણે સત્ય જ વચન કહ્યું હતું તેમ સુકૃતના અર્થી એવા સાધુઓએ વિપત્તિમાં પણ સત્ય જ વચન બોલવું જોઈએ, પણ મૃષા વચન ન બોલવું જોઈએ.
કાલિકાચાર્યનું દૃષ્ટાંત તુરમિણી નગરીમાં કાલિકાચાર્યના ભાણેજ દત્ત નામના પુરોહિતે કપટથી પોતાના સ્વામી રાજાને કારાગારમાં નાખીને સ્વયં રાજ્યનો ભાર ધારણ કર્યો. કોઈ વખત માતાની પ્રેરણાથી આચાર્ય પાસે ગયેલા તેણે ઉન્મત્તપણાથી અને ધર્મની ઈર્ષાના કારણે ક્રોધપૂર્વક અને આગ્રહપૂર્વક શ્રી કાલિકાચાર્યને યજ્ઞનું ફળ પૂછયું. એટલે ગુરુએ ઘેર્યનું આલંબન કરીને તેની આગળ યજ્ઞ હિંસારૂપ છે અને હિંસાનું ફળ નરક છે એમ સત્ય જ વચન કહ્યું, પણ અસત્ય ન કહ્યું. ત્યાર પછી “આમાં ખાતરી શું? એમ પૂછ્યું એટલે આચાર્યે કહ્યું તું સાતમા દિવસે કૂતરાથી ભક્ષણ કરાયેલો કુંભમાં પકાવાશે. “આમાં પણ ખાતરી શું છે ?' એ પ્રમાણે તેણે પૂછ્યું. એટલે ગુરુએ કહ્યું તે જ દિવસે અકસ્માત્ તારા મુખમાં વિષ્ટા પડશે. ત્યાર પછી ગુસ્સે થયેલા દત્તે કહ્યું: ‘તું કેવી રીતે મરીશ ?” ત્યારે ગુરુએ કહ્યું હું સમાધિથી જ મરીશ અને મરેલો પણ સ્વર્ગમાં જઈશ. ત્યારે અહંકારવાળો થયેલો દત્ત ત્યાંથી ઊભો થઈને પોતાના સુભટો પાસે સૂરિને અવરોધાવીને પોતાના ઘરે આવીને સમાધિથી ગુપ્ત રીતે રહ્યો.
ત્યાર પછી તે દર મતિમોહથી સાતમા દિવસને પણ આઠમો દિવસ છે એમ માનતો આજે આચાર્યના પ્રાણથી શાંતિ કર્મ કરું. આ પ્રમાણે વિચારીને ઘરમાંથી નીકળ્યો. ત્યારે એક માળીએ નગરીમાં પ્રવેશતાં કાર્યમાં આકુળ હોવાથી રાજમાર્ગમાં જ મલનો ઉત્સર્ગ કરીને તેને પુષ્પથી ઢાંકી દીધું. તેટલામાં તે જ માર્ગમાં જતા દત્તના ઘોડાના ખુરથી ઉડેલી તે વિષ્ટા તેના મુખમાં પડી, ત્યારે તે વિષ્ટાના સ્વાદથી ચમત્કાર પામેલો તે સાતમા દિવસને જાણીને ખેદ પામેલો પાછો ફર્યો. ત્યારે એના ઘણા પ્રકારના દુરાચારથી ખેદ પામેલા મૂળ મંત્રીઓએ જિતશત્રુ રાજાને પાંજરામાંથી બહાર કાઢીને રાજ્ય ઉપર સ્થાપિત કર્યો. દત્તને કપટથી બાંધીને રાજાને સમર્પિત કર્યો, અને રાજાએ કુંભિમાં નાખીને નીચે અગ્નિ પેટાવીને કૂતરાઓને મૂકીને કદર્થના કરાયેલો મરીને નરકમાં ગયો. આચાર્ય તો રાજા વગેરેથી બહુમાન કરાયા. આ પ્રમાણે વચનગુપ્તિમાં કાલિકાચાર્યનો વૃત્તાંત પૂર્ણ થયો.
આ પ્રમાણે સદ્ભનિઓએ વચનગુપ્તિ ધારણ કરવી જોઈએ. '
તથા કાયગુપ્તિની વિચારણામાં સાધુ કાયોત્સર્ગથી અથવા પદ્માસન વગેરેથી શરીરના વ્યાપારને રોકે. હવે તેવા પ્રકારના ગમન-શયન આદિ પ્રયોજન આવે તો શરીરને પ્રવર્તાવતો પદે પદે મારા શરીરથી કોઈ પણ જીવનો વધ ન થાઓ. એવા પ્રકારની યતના વિચારે. કારણ કે યતના વિના પગલે પગલે છ જવનિકાયનો વિઘાત થાય છે.