________________
આત્મપ્રબોધ
કાર્યમાં, કૂવા વગેરેને કરાવતા મને પુણ્ય થાય કે નહીં, એ પ્રમાણે પૂછાયેલો બુદ્ધિમાન, સારી રીતે આગમને જાણનારો મુનિ અહીં મહાપુણ્ય છે માટે કૂવો વગેરે કરાવ તથા અહીં અલ્પ પણ પુણ્ય નથી માટે કૂવા વગે૨ે ન કરાવ. એમ બંને પ્રકારે પણ ન કહે.
૨૨૬
અહીં યુક્તિને કહે છે- જો આ કરાવવાથી પુણ્ય થાય છે એમ કહે તો પાણી સૂકાઈ જવાના સમયે જલને આશ્રયી રહેલી શેવાળ આદિ અનંતકાયિકો અને પોરા-શંબૂક-માછલા-દેડકા આદિ ત્રસોનો પ્રત્યક્ષ વિનાશ દેખાતો હોવાથી અને માછલા વગેરેનો પણ અન્યોન્ય જીવ ભક્ષણ થતો હોવાથી જીવવધ થાય. તથા પુણ્ય નથી એમ કહે તો તૃષાથી દુઃખી થયેલા પશુ-પક્ષી-મનુષ્યોને જલપાનનો વ્યવચ્છેદ થવાથી અંતરાય દોષ લાગે. તેથી મૌનનું જ આલંબન કરે. અથવા આવા પ્રકારના કાર્યોમાં અમારે બોલવાનો અધિકાર નથી એમ કહે.
સૂત્રકૃતાંગ સૂત્રમાં કહ્યું છે કે
तहा गिरं समारब्भे, अत्थि पुण्णंति नो वए । अहवा नत्थि पुण्णंति, एवमेयं महब्भयं ॥ १ ॥ दाणा य जे पाणा, हम्मंति तसथावरा । तेसिं सारक्खणट्ठाए, तम्हा अत्थित्ति नो वए ॥ २ ॥ जेसिं तं उवकप्पंति, अन्नपाणं तहाविहं । सिं लाभंतरायं ति, तम्हा नत्थि त्ति नो वए ॥ ३ ॥ जे अ दाणं पसंसंति, वहमिच्छंति पाणिणं । जे य णं पडिसेहंति, वित्तिच्छेयं करेंति ते ॥ ४ ॥
दुहओ वितेन भाति, अत्थि वा नत्थि वा पुणो । आयंरयस्स हिच्चा णं, निव्वाणं पाउणंति ते ॥ ५ ॥
અર્થ- (આ અમારા અનુષ્ઠાનથી પુણ્ય છે કે પાપ છે ? એમ મુનિને પૂછતાં) તે આ સમારંભમાં પુણ્ય છે એમ પણ ન કહે તેમ જ તેમાં પુણ્ય નથી એમ પણ ન કહે. કેમકે એ પ્રકારે મહાભય થાય છે. (૧)
દાનના માટે (અન્નપાણી આપવામાં) જે ત્રસ અને સ્થાવર જીવો હણાય માટે આ તમારા અનુષ્ઠાનમાં પુણ્ય છે એમ પણ સાધુ ન કહે. (૨)
તે જીવોના રક્ષણ
જે લોકોને માટે તથાવિધ અન્નપાણી બનાવે છે તેમાં પુણ્ય નથી એમ નિષેધ કરે તો તે લોકોને લાભાંતરાય થાય તેથી પુણ્ય નથી એમ ન કહે. (૩)
જે સાધુઓ દાનની પ્રશંસા કરે છે તે પ્રાણીના વધની ઇચ્છા કરે છે. અને જે સાધુઓ નિષેધ કરે છે તે અનેક જીવોની આજીવિકાનો છેદ કરે છે. (૪)