________________
ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ
૨૨૫
आउस्स न वीसासो, कज्जस्स बहूणि अंतरायाणि ।
तम्हा साहूणं वट्टमाणजोगेण ववहारो ॥ १ ॥ અર્થ- આયુષ્યનો વિશ્વાસ નથી, કાર્યો ઘણાં વિઘવાળા હોય છે તેથી, સાધુઓનો વર્તમાન યોગથી વ્યવહાર છે. અર્થાત્ કોઈ “અમારા ઘરે ગોચરી માટે પધારો” એમ વિનંતી કરે ત્યારે સાધુ આવીશ એમ ન કહે અને નહીં આવું એમ પણ ન કહે પણ “વર્તમાન યોગ” કહે. આવીશ એમ કહે અને આયુષ્યનો વિશ્વાસ ન હોવાથી અથવા કાર્યો વિઘવાળાં હોવાથી જવાનું ન થાય તો મૃષાવાદ થાય. નહીં આવું એમ કહે અને કારણે જવાનું થાય. તો પણ મૃષાવાદ થાય તેથી સાધુઓએ વર્તમાન યોગ” નો જ પ્રયોગ કરવો જોઈએ.
વળી- આ વાછરડાઓ ધુંસરીને યોગ્ય થઈ ગયા છે. આ પાકેલા આંબા ખાવા યોગ્ય થયા છે, આ વૃક્ષો થાંભલા યોગ્ય ભારને યોગ્ય, પટ્ટકને યોગ્ય, શવ્યાને યોગ્ય, આસનને યોગ્ય છે, આ શાલિ, ઘઉં આદિ ધાન્યો લણવાને યોગ્ય છે, આવા પ્રકારના વચનો સાધુ ન બોલે.
પ્રશ્ન- આવા વચનો શા માટે ન બોલે ?
ઉત્તર- સાધુનું વચન ભરોસાપાત્ર હોય છે. આથી સાધુના વચનથી વાછરડા આદિ દમન આદિ ક્રિયાને યોગ્ય થયા છે એમ નિશ્ચય કરીને સાંભળનારા પુરુષો તે તે દમન આદિ ક્રિયામાં પ્રવર્તે, તેથી મહા આરંભ થાય. આવી સંભાવના હોવાથી સાધુ આવાં વચનો ન બોલે.
તથા માતા-પિતા-ભાઈ-બહેન આદિ સ્વજનોને હે માત ! હે તાત ! હે ભ્રાત ! ઇત્યાદિ સંબંધવાળા શબ્દોથી ન બોલાવે.
પ્રશ્ન- શા માટે આવા શબ્દોથી ન બોલાવે ?
ઉત્તર- સાધુઓ લોકોત્તર આચારમાં રહેલા હોવાથી લૌકિક સંબંધવાળી ભાષા બોલવામાં તેમનો અધિકાર નથી. કહ્યું છે કે
दम्मे वसहे खजे, फले य थंभाइसमुचिए रुक्खे । . __ गिज्झे अन्ने जणयाइत्ति यति सयणे वि न लवेइ ॥ १ ॥
અર્થ- સાધુ જનસમાગમમાં વાછરડા દમવા યોગ્ય થયા છે. ફળો ખાવા યોગ્ય થયા છે, વૃક્ષો થાંભલા આદિને ઉચિત થયા છે, ધાન્ય લણવા યોગ્ય થયું છે એવું વચન નિદ્રામાં પણ ન બોલે.(૨૫)
વળી અહીં જે વિશેષ છે તે કહેવાય છેराजेश्वराद्यैश्च कदाऽपि धीमान्, पृष्टो मुनिः कूपतडागकार्ये ।
अस्तीति नास्तीति वदेन पुण्यं, भवन्ति यद्भूतवधान्तरायाः ॥२६॥
રાજાઓ એટલે માંડલિક રાજાઓ, ઈશ્વરો એટલે યુવરાજો, આદ્ય શબ્દથી ગામનો અધિપ વગેરે સમજવા. આ લોકોથી ક્યારે પણ કૂવા-તળાવ અને ઉપલક્ષણથી પરબ-સત્રાગાર આદિના