________________
૨૨૪
આત્મપ્રબોધ
આથી જ આ મુનિઓને પણ દુર્જય છે અને સર્વ કર્મબંધનું મુખ્ય કારણ છે. તેથી તેનું દમન કરવા ઇચ્છતા મુનિએ ઘણા પ્રકારની અસદ્ ભાવનાનો ત્યાગ કરીને બાર સદ્ભાવનામાં વિશેષથી આદર કરવો જોઈએ. જેથી તેવા પ્રકારનું ચંચળ પણ મન સુખેથી પોતાના વશમાં આવે. - તથા વચન ગુપ્તિની વિચારણામાં સાધુ સ્વાધ્યાય સિવાયના કાળે પ્રાયઃ કરીને મૌનનો જ આશ્રય કરીને રહે છે. ભૃકુટી, હાથ વગેરેની પણ સંજ્ઞા કરતો નથી. તેવા પ્રકારનું પ્રયોજન આવી પડે તો સત્ય અને અસત્ય અમૃષા વચન બોલે. તેમાં જે વસ્તુની પ્રતિષ્ઠા કરવાની આશાથી બોલાય તે સત્ય. જેમકે - જીવ કર્તા અને ભોક્તા છે. જે વસ્તુની પ્રતિષ્ઠાની આશા વિના કહેવાય તે આમંત્રણ આજ્ઞા વગેરે અસત્યઅમૃષા છે. જેમકે- હે દેવદત્ત ! આ કાર્ય કર. અહીં સત્ય પણ જે સાંભળનારને પ્રિય અને નિરવદ્ય હોય તે જ બોલે. સત્ય પણ અપ્રિય અને સાવદ્ય વચન ક્રોધઉત્પત્તિ, જીવઘાત આદિ ઘણા અનર્થનું કારણ હોવાથી, અસત્ય પ્રાયઃ હોવાથી તેનો ત્યાગ કરે. વળી પ્રયોજન વિના નિરવઘ પણ વાતૂલની જેમ જેમ તેમ ન બોલે. (૨૪)
સત્ય પણ પ્રિય બોલવું હવે સત્ય પણ પ્રિય જ બોલે એમ જે કહ્યું
नृपसचिवेभ्यनरादीं-स्तथैवं जल्पयति न खलु काणादीन् ।
न च संदिग्धे कार्ये, भाषामवधारिणी ब्रूते ॥२५॥ . નૃપ એટલે રાજા, સચિવ એટલે મંત્રી, ઈભ્યનર એટલે શ્રીમાન પુરુષ, તે છે આદિમાં જેઓને તે. આદિ શબ્દથી સામંત-શ્રેષ્ઠી-સાર્થવાહ વગેરે. તે નૃપ વગેરેમાં નૃપત્ર આદિ ભાવ રહે તે પ્રમાણે જ બોલાવે. રાજાને રાજા કહીને, મંત્રીને મંત્રી કહીને, ઈભ્યને ઈભ્ય કહીને બોલાવે. તે પ્રમાણે આચારાંગ સૂત્રનો પાઠ છે
તેવા પ્રકારના કાંણા, કુબડા વગેરે જે માણસો તેવા પ્રકારની કાંણો, કુબડો વગેરે ભાષાથી બોલાવાયેલા ગુસ્સે ન થાય, તેવા પ્રકારના તે માણસોને તેવા પ્રકારની ભાષાથી (બોલવાનું) ઇચ્છીને બોલાવે. અર્થાત્ જે રીતે બોલાવવાથી ગુસ્સે ન થાય તે રીતે બોલાવે. (આચારાંગશ્રુતસ્કંધ-૨, ચૂલિકા-૨, અધ્યયન-૪, ઉદેશો-૨, સૂ૧૩૬) પરંતુ કાણા વગેરેમાં આ નીતિ અનુસરવા યોગ્ય નથી. કહ્યું છે કે- કાણા વગેરેને કાણા વગેરે નામથી ન બોલાવે. આદિ શબ્દથી કોઢીયાને કોઢીયો કહી, નપુંસકને નુપંસક કહી, કુબડાને કુબડો કહી, ચોરને ચોર કહી ન બોલાવે. દશવૈકાલિક આગમ (૭/૧૨) માં કહ્યું છે કે
तहेव काणं काणेत्ति, पंडगं पंडगेत्ति वा। વાદિ વાવિ િિત્ત, તેનું વોરે ત્તિ નો વા . ૨ / (રવૈ. એ. ૭ -૧૨) અર્થ- કાણાને કાણો, નપુંસકને નુપસક, વ્યાધિવાળાને રોગી અને ચોરને ચોર એ પ્રમાણે ન કહે.
તથા સંદેહવાળા કાર્યમાં આ આ પ્રમાણે જ છે એ પ્રમાણે અવધારણવાળી ભાષા ન બોલે. પરંતુ વર્તમાનયોગ જ કહે. એટલે કે- “કદાચ આ પ્રમાણે હોય' એમ કહે. કહ્યું છે કે