________________
ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ
૨ ૨૩ સં એટલે કંઈક. ગ્રાન્તિ (રૂતિ વનનં) એટલે બાળે છે. જે કંઈક બાળે છે તે સંજવલન. જે પરિષહ અને ઉપસર્ગ આવી પડે છતે સાધુઓને પણ ઔદયિક ભાવમાં લાવે છે તે સંજવલન. જેનો ઉદય થયે છતે યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થતું નથી. બાકીના ચારિત્રના ભેદો હોય છે. આ અનંતાનુબંધી વગેરે કષાયો ક્રમે કરી લાવજીવ-વર્ષ-ચાર મહિના-પંદર દિવસ સુધી રહેનારા છે. નરક-તિર્યંચ-મનુષ્ય-દેવગતિને પ્રાપ્ત કરાવનારા છે. અગિયારમા ગુણ સ્થાનકના અગ્રભાગ સુધી આરૂઢ થયેલા પણ સાધુને પાડીને ફરી મિથ્યાવરૂપી અંધારા કૂવામાં પાડનારા છે. શુદ્ધ આત્મગુણનો ઘાત કરનારા છે. સર્વ અનર્થના મૂળ સ્વરૂપ છે. આથી સુબુદ્ધિશાળીઓએ આનો સર્વથા વિશ્વાસ ન કરવો જોઈએ. પરંતુ આનો નિગ્રહ કરવામાં જ પ્રયત્ન કરવો જોઈએ. કહ્યું છે કે
जाजीववरिसचउमास-पक्खगा नरयतिरियनरअमरा । सम्माणुसव्वविरइ-अहक्खायचरित्तघायकरा ॥१॥ जइ उवसंतकसाओ, लहइ अणंतं पुणो वि पडिवायं । न हु तो वीससिअव्वं, थोवे वि कसायसेसंमि ॥२॥ तत्तमिणं सारमिणं, दुवालसंगीइ एस भावत्थो ।
जं भवभमणसहाया, इमे कसाया चइजति ॥ ३॥ અર્થ- માવજીવ-વરસ-ચારમાસ-પક્ષ સુધી રહેનારા, નરક-તિર્યંચ-મનુષ્ય-દેવગતિને પમાડનારા, સમ્યકત્વ-દેશવિરતિ-સર્વવિરતિ-યથાખ્યાત ચારિત્રનો ઘાત કરનારા છે. ૧ જો ઉપશાંત કષાય ગુણસ્થાનને પામેલો (પણ) સાધુ (કષાયના કારણે) ફરી પણ અનંત પ્રતિપાતને પામે છે, અર્થાત્ અનંતકાળ સુધી સંસારમાં ભમે છે, તો થોડો પણ કષાય બાકી રહ્યો હોય તો પણ તેનો વિશ્વાસ કરવા જેવો નથી. મેરા દ્વાદશ અંગનું આ જ તત્ત્વ છે, આ જ સાર છે, આ જ ભાવાર્થ છે કે ભવભ્રમણમાં સહાય કરનારા આ કષાયોનો ત્યાગ કરવામાં આવે. હા આ પ્રમાણે કષાય જય સ્વરૂપ સંયમ કહ્યું. - હવે દંડત્રયની વિરતિનું સ્વરૂપ આ પ્રમાણે છે- આ ચાર કષાયને જીતનારો સાધુ મનવચન-કાયારૂપ ત્રણ દંડથી વિરમે છે, એટલે કે ત્રણ ગુપ્તિને ધારણ કરે છે. અહીં આગમમાં કહેલી વિધિથી અકુશલ કર્મથી પાછા ફરેલા અને કુશલ કર્મમાં પ્રવર્તેલા મન-વચન-કાયારૂપ ત્રણ યોગો ગુમિ કહેવાય છે.
મન મર્કટની જેમ ચંચળ છે. તેમાં મનોગુપ્તિની વિચારણામાં ખરેખર મન મર્કટની જેમ અતિ ચંચળ છે. કહ્યું છે કે
लंघइ तरुणो गिरिणो य, लंघए जलनिहिं वि ।
भमइ सुरासुरठाणे, एसो मणमक्कडो कोइ ॥ १ ॥ અર્થ- આ મનરૂપી કોઈ માંકડો (વાંદરો) વૃક્ષને અને પર્વતને ઓળંગી જાય છે, સમુદ્રને પણ ઓળંગી જાય છે, અને સુર-અસુર સ્થાનમાં ભમે છે. જેના