________________
ચોથો પ્રકાશ - પરમાત્મતા
૨૬૩ સ્થિરતા કરીને ત્યાં ચૈત્યોને વંદન કરે છે. વંદન કરીને પાછા ફરે છે. પાછા ફરીને અહીં આવે છે. અહીં આવીને અહીં ચૈત્યોને વંદન કરે છે. હે ગૌતમ ! વિદ્યાચારણની તિર્થી ગતિનો વિષય આટલો કહેલો છે. હે ભગવંત ! વિદ્યાચારણને ઊર્ધ્વમાં ગતિનો વિષય કેટલો કહેલો છે ? હે ગૌતમ ! તે વિદ્યાચારણ અહીંથી એક ઉત્પાતથી નંદનવનમાં સ્થિરતા કરે છે. સ્થિરતા કરીને ત્યાં ચૈત્યોને વંદન કરે છે. વંદન કરીને બીજા ઉત્પાતથી પંડક વનમાં સ્થિરતા કરે છે. સ્થિરતા કરીને ત્યાં ચૈત્યોને વંદન કરે છે. વંદન કરીને ત્યાંથી પાછા ફરે છે. પાછા ફરીને અહીં આવે છે. અહીં આવીને ચૈત્યોને વંદન કરે છે. હૈ ગૌતમ ! વિદ્યાચારણનો ઊર્ધ્વમાં ગતિનો વિષય આટલો કહેલો છે. તે વિદ્યાચારણ તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના કાળ કરે તો તેને આરાધના થતી નથી. તે વિદ્યાચારણ તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કરે તો તેને આરાધના થાય છે. આ પ્રમાણે જંઘાચારણ સંબંધી સૂત્ર પણ જાણવું. પરંતુ ગતિના વિષયમાં આટલો વિશેષ છે અને તે આ પ્રમાણે- જંઘાચારણ મુનિ તિર્થી ગતિને આશ્રયીને અહીંથી એક ઉત્પાતથી ટુચકદ્વીપમાં જાય છે. ત્યાંથી પાછો ફરેલો બીજા ઉત્પાતથી નંદીશ્વર દ્વીપમાં આવે છે અને ત્રીજા ઉત્પાતથી ફરી અહીં આવે છે. ઊર્ધ્વ ગતિને આશ્રયીને પહેલા ઉત્પાતથી પંડક વનમાં જાય છે. ત્યાંથી પાછો ફરેલો બીજા ઉત્પાતથી નંદન વનમાં આવે છે, અને ત્રીજા ઉત્પાતથી ફરી અહીં આવે છે. અહીં “સે તસ તાળસ' ઇત્યાદિ જાણવું. ભાવાર્થ આ પ્રમાણે છે- લબ્ધિનો ઉપયોગ કરી જીવવું તે ખરેખર પ્રમાદ છે. તે પ્રમાદનું સેવન કરે છતે તેની આલોચના ન કરવામાં આવે તો ચારિત્રની આરાધના થતી નથી. ચારિત્રની વિરાધના કરનારો ચારિત્રની આરાધનાના ફળને પામતો નથી.
આ અધિકારમાં જૈનાભાસ એવા તેઓએ ઉત્સુત્ર પ્રરૂપણાથી ઉત્પન્ન થયેલા ભયને અવગણીને જે બહુશ્રુત પરંપરાથી આવેલા મૂળ ચૈત્ય શબ્દના અર્થને ઉખેડીને પોતાની મતિકલ્પનાથી ચૈત્ય શબ્દનો જ્ઞાનરૂપ અર્થ પ્રરૂપ્યો તેનો ઉત્તર આપે છે- અહીં જો સાધુઓએ જ્ઞાનને વંદન કર્યું હોત તો ‘વેયાડું' એ પ્રમાણે બહુવચનનો પાઠ ન હોત, પરંતુ ભગવાનનું જ્ઞાન અતિ અદ્ભુત એક સ્વરૂપવાળું હોવાથી વેઠ્ય' એ પ્રમાણે એક વચનનો જ પાઠ હોત, અને તે પાઠ નથી. તેથી જિનપ્રતિમાઓને જ વંદન કર્યું છે એ પ્રમાણે જાણવું. એમ પણ ન કહેવું કે- માનુષોત્તર પર્વત વગેરેમાં જિનપ્રતિમાઓ નથી. જંબૂદીપ પ્રજ્ઞપ્તિ વગેરેમાં મેરુવન-માનુષોત્તર-નંદીશ્વર વગેરે બધાં ય શાશ્વત સ્થાનોમાં જિન પ્રતિમાનો સદ્ભાવ છે એમ કહેલું છે. ને વળી- શ્રીભગવતી અંગમાં જ ત્રીજા શતકના બીજા ઉદેશામાં પણ સ્પષ્ટપણે જિનપ્રતિમાનો અધિકાર છે અને તે સૂત્ર સંક્ષેપથી આ પ્રમાણે છે
પ્રશ્ન- હે ભગવંત ! અસુરકુમારો કોની નિશ્રાએ ઊંચે ઊડે છે ? યાવત્ સૌધર્મ દેવલોકમાં જાય છે ?
ઉત્તર- હે ગૌતમ ! જેમ કોઈ એક શબરજાતિના લોકો, બબ્બર જાતિના લોકો, ઢંકણજાતિના લોકો ભુતુઅજાતિના (?) લોકો, પન્ડજાતિ (?) ના લોકો અને પુલિંદ લોકો એક મોટા જંગલનો,