________________
આત્મપ્રબોધ
વળી- તેઓએ જે કહ્યું છે કે- પ્રતિમા એકેંદ્રિયનું દલ હોવાથી તેને વંદના આદિ કરવું અયોગ્ય છે ઇત્યાદિ. ત્યાં આ પ્રમાણે જવાબ છે- શ્રી જિનેંદ્ર ભગવંતોએ જિનબિંબોને જિનપ્રતિમા શબ્દથી કહેલાં છે, અને તેના દેવગૃહોને જિનગૃહ શબ્દથી અને સિદ્ધાયતન શબ્દથી કહેલા છે. તેથી તમે ભવભ્રમણના ભયને અવગણીને શા માટે આવા પ્રકારના કઠોર વચનને બોલો છો ?
૨૬૨
વળી- તમે પણ દિશાની સન્મુખ રહીને વંદન આદિ કરો છો અને તે દિશા તો અજીવ સ્વરૂપ છે. તો પછી તમારા મતે તેની સન્મુખ થવાથી શું ? કદાચ તમે એમ કહેશો કે દિવંદન સમયે અમારા મનમાં સિદ્ધ વગેરે છે. તો જિનપ્રતિમા વંદન સમયે પણ અમારા મનમાં સિદ્ધ વગેરે છે. ભાવની અપેક્ષાએ ન્યાય બંને જગ્યાએ સરખો છે. તેથી કોઈ પણ રીતે તેનો નિષેધ કરવો યોગ્ય નથી.
વળી- સૂત્રમાં ગુરુના આસનની આશાતનાનો ત્યાગ કરવાનું કહ્યું છે. પટ્ટ આદિ સ્વરૂપ તે આસન અજીવરૂપ છે. પરંતુ આ ગુરુનું આસન છે એ પ્રમાણે સ્થાપના કરી હોવાના કારણે તેનું જે બહુમાન આદિ કરવામાં આવે છે તે પરમાર્થથી તો ગુરુનું જ બહુમાન છે. તેની જેમ જિનપ્રતિમાનું પણ બહુમાન વગેરે પરમાર્થથી તો સિદ્ધ ભગવંતોનું જ બહુમાન આદિ છે.
વળી- સુધર્મસભામાં જિનેશ્વર ભગવંતોની દાઢાઓ છે અને તે અજીવ સ્કંધ સ્વરૂપ હોવા છતાં પણ સિદ્ધાંતમાં તેઓનું વંદનીયપણું, પૂજનીયપણું અને આશાતના નહીં કરવા પણું કહેલું છે. તેથી જિનમુદ્રા (=જિનપ્રતિમા) વંદનાદિને યોગ્ય છે. એમાં સંદેહ કેવો ?
તથા- પાંચમા અંગમાં શરૂઆતમાં ‘નમો ગંભીÇ નિવીન્દ્' ઇત્યાદિ વાક્યથી સ્વયં સુધર્મા સ્વામીએ પણ અક્ષર વિન્યાસરૂપ લિપીને જો નમસ્કાર કર્યો છે તો પછી તેઓના વચનને અનુસરનારા જીવોને લિપીની જેમ જિનપ્રતિમાને નમસ્કાર કરવામાં કયો દોષ આવી પડે છે ? સ્થાપના તો બંનેમાં (લિપીમાં – પ્રતિમામાં) સમાન છે.
વળી- જ્યારે ત્રણ લોકના સ્વામી ભગવાન સમવસરણમાં પોતાના મૂળ સ્વરૂપે પૂર્વાભિમુખ થઈને સિંહાસન ઉપર બેસે છે ત્યારે દેવો તે જ સમયે ભગવાનના સમાન આકારવાળા જ ત્રણ પ્રતિબિંબને કરીને બાકીની દિશાઓમાં સિંહાસન ઉપર સ્થાપે છે. તે અવસરે બધા ય સાધુ-શ્રાવકો વગેરે ભવ્યજનો પ્રદક્ષિણા આપવા પૂર્વક તેમને વંદનાદિ કરે છે અને આ સઘળા ય જૈન મતમાં પ્રસિદ્ધ છે. તેથી એમ જણાય છે કે- જે પ્રમાણે ભગવાને દાનાદિ ધર્મની પ્રવૃત્તિ બતાવી તે પ્રમાણે પોતાની સ્થાપનાની પણ પોતાની જેમ જ વંદનાદિ યોગ્યતા બતાવી. જો એ પ્રમાણે ન હોય તો જિન આજ્ઞાને અનુસરનારા સાધુ વગેરે તેને વંદનાદિ શા માટે કરે ? એ પ્રમાણે વિવેકીઓએ વિચારવું.
તથા- શ્રીભગવતી અંગમાં પણ વીશમા શતકના નવમા ઉદ્દેશમાં વિદ્યાચારણ અને જંઘાચારણ મુનિઓને આશ્રયી શાશ્વતી અને અશાશ્વતી જિનપ્રતિમાઓનો વંદનનો અધિકાર સ્પષ્ટપણે કહેલો છે.
તે સૂત્ર આ પ્રમાણે છે- હે ભગવંત ! વિદ્યાચારણને તિર્જી ગતિનો વિષય કેટલો કહેલો છે ? હે ગૌતમ ! તે વિદ્યાચારણ અહીંથી એક ઉત્પાતથી માનુષોત્તર પર્વત ઉપર સ્થિરતા કરે છે. સ્થિરતા કરીને ત્યાં ચૈત્યોને વંદન કરે છે. વંદન કરીને બીજા ઉત્પાતથી નંદીશ્વર દ્વીપમાં સ્થિરતા કરે છે.