________________
૨૬૪
આત્મપ્રબોધ ખાડાનો, જલદુર્ગનો કે સ્થલદુર્ગનો, ગુફાનો, ખાડા અને વૃક્ષોથી ગીચ થયેલ ભાગનો અને પર્વતનો આશ્રય કરી એક સારા અને મોટા પણ ઘોડાના લશ્કરને, હાથીના લશ્કરને, યોદ્ધાઓના લશ્કરને, ધનુષ્ય (ધનુષ્યધારી)ના લશ્કરને હંફાવવાની હિંમત કરે છે, એ જ પ્રમાણે અસુરકુમાર દેવો પણ અરિહંતોનો, અરિહંતનાં ચૈત્યોનો અને ભાવિત આત્મા સાધુઓનો આશ્રય કરી ઊંચે યાવત્ સૌધર્મ કલ્પ સુધી ઉપર જાય છે. પણ તે સિવાય (અરિહંત વિગેરેના આશ્રય સિવાય) જતા નથી.
અહીં “ઇલ્વ' એ શબ્દનો આ અર્થ છે- અહીં નિશ્ચ કરીને આ લોકમાં કે ઊંચે અરિહંત વગેરેની નિશ્રાએ ઊડે છે. તેની નિશ્રા વિના ઊડતા નથી.
વળી- આ જ ઉદેશામાં પહેલાં અરિહંતો-અરિહંતની પ્રતિમાઓ અને સાધુઓ એમ ત્રણની નિશ્રા કહીને પછી અરિહંતોની અને સાધુઓની એમ બે આશાતના કહેલી છે.
ત્યાં આ પ્રમાણે સંભાવના કરાય છે કે- અરિહંતોની પ્રતિમાઓ કોઈક રીતે અરિહંત તુલ્ય છે એ જણાવવા માટે અરિહંતની પ્રતિમાઓનો અલગ નિર્દેશ નથી કર્યો. અરિહંત પદથી જ અરિહંત પ્રતિમાઓનું પણ ગ્રહણ થઈ જાય છે.
વળી- તેઓએ જે કહ્યું છે કે- કયા શ્રાવકે જિન પ્રતિમાની પૂજા કરી છે? તેનો ઉત્તર આ છેસિદ્ધાર્થ રાજા, સુદર્શન શેઠ, શંખ, પુષ્કલિ, કાર્તિક શેઠ વગેરે અને તંગિકા નગરીમાં રહેનારા ઘણા શ્રાવકોએ જિનપ્રતિમાની પૂજા કરી છે. અને સિદ્ધાંતમાં તે-તે અધિકારમાં “યિા યતિમા' ઇત્યાદિ પાઠ દેખાય છે. તેનો અર્થ આ પ્રમાણે છે- જેઓએ પહેલા સ્નાન કર્યું છે. સ્નાન કર્યા પછી બલિકર્મ કર્યું છે એટલે કે પોતાના ગૃહમાં રહેલા અરિહંતોની પ્રતિમા સ્વરૂપ દેવતાઓની જેમણે પૂજા કરી છે એવા તેઓ.
એ પ્રમાણે પણ ન કહેવું કે- તેઓએ કુલ દેવીઓની પૂજા કરી છે. કેમકે- સમ્યકત્વનો સ્વીકાર કરતી વખતે જ તેઓએ જિનેશ્વર સિવાયના દેવોનો વંદન-પૂજન આદિનો ત્યાગ કર્યો છે. અને કુલદેવીઓની પૂજા કરી છે, એમ માનવામાં આવે તો તુંગિકાનગરીમાં રહેનારા શ્રાવકોનું સૂત્રમાં જે રીતે વર્ણન કરવામાં આવ્યું છે તેની સાથે વિરોધ આવે. તે વર્ણનવાળો પાઠ ભગવતી સૂત્રમાં બીજા શતકમાં પાંચમા ઉદેશામાં રહેલો આ પ્રમાણે છે- “મા દ્વિત્તા' ત્યાંથી માંડીને “તષ્ઠા દિયા. પુછયા ઈત્યાદિ.
ત્યાં તુંગિકા નગરીમાં ઘણા શ્રમણોપાસકો-શ્રાવકો રહેતા હતા. તે શ્રમણોપાસકો આટ્યઅઢળક ધનવાળા અને દેદીપ્યમાન હતાં. તેઓના રહેવાનાં ભવનો-ઘરો વિશાળ અને ઘણાં ઊંચાં હતાં. તથા તેઓની પાસે શયનો-પથારીઓ, આસનો, ગાડા વગેરે યાનો અને બળદ વગેરે પુષ્કળ હતાં, તેઓની પાસે ધન, સોનું અને રૂપું પણ ઘણું હતું, તેઓ વ્યાજનો વ્યવસાય કરી પૈસાને બમણો, ત્રણ ગણો કરવામાં અને બીજી કલામાં પણ કુશળ હતા, તેઓને ત્યાં એંઠવાડ ઘણો થતો હતો, કારણ કે તેઓને ઘરે અનેક જણા ભોજન કરતા હતા, અથવા તેઓને ત્યાં વિવિધ પ્રકારનું ખાવાનું તથા પીવાનું હતું, તેઓને ત્યાં અનેક ચાકરો, ચાકરડીઓ, ગાયો, પાડાઓ અને ઘેટાઓ હતા, ઘણા