________________
બીજો પ્રકાશ - દેશવિરતિ
૧૭૧ છતાં પણ કામદેવ જ્યારે ક્ષોભ ન પામ્યો ત્યારે તે દેવે જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે કર્યું છતાં પણ તે શ્રાવક તે મહાવેદનાને સારી રીતે સહન કરતો ધર્મધ્યાનમાં જ રહ્યો. ત્યાર પછી તે દેવ હાથીના રૂપથી પણ તેને ક્ષોભ પમાડવા માટે સમર્થ નહીં થતો ધીમે ધીમે પાછો ફરીને પૌષધશાળાની બહાર નીકળીને તે હાથીના રૂપનો ત્યાગ કરીને મોટી આંખવાળા, વિષના રોષથી પૂર્ણ, અંજનના પુંજ જેવા વર્ણવાળા, અતિ ચંચળ બે જીભવાળા, સ્કુરાયમાન થતી, ઉત્કટ, સ્કુટ, કુટિલ, જટિલ, કર્કશ એવી ફણાના આટોપને કરવામાં ચતુર, ભયંકર એવા સર્પના રૂપને વિકર્વીને પૌષધશાળામાં આવીને કામદેવને કહ્યું: અરે ! કામદેવ ! જો તું મારા વચનને નહીં માને તો આજે જ સરસર અવાજ કરતો હું પશ્ચિમ ભાગથી તારા શરીર ઉપર ચઢીને ત્રણ વાર તારી ડોકને વીંટળાઈ વળીશ. તીર્ણ, વિષથી ભરેલી એવી દાઢોથી તારી છાતીને ભેદી નાખીશ. ત્યાર પછી આ પ્રમાણે કહેવાયો હોવા છતાં પણ તે જ્યારે ચલાયમાન ન થયો ત્યારે અતિ ગુસ્સે થયેલા તે દેવે તે જ પ્રમાણે ઉપસર્ગ કર્યો. પરંતુ તે કામદેવે ત્યારે પણ ક્ષોભ પામ્યા વિના તે તીવ્ર વેદનાને સારી રીતે ધીરજથી સહન કરી. શ્રી જિનધર્મને ચિત્તમાંથી ક્ષણ પણ દૂર ન કર્યો.
ત્યાર પછી તે દેવ સાપના રૂપથી પણ તેને જૈન શાસનથી ચલાયમાન કરવા માટે સમર્થ ન થતો, થાકીને ધીમે ધીમે પાછો ફરીને પૌષધશાળાની બહાર નીકળીને તે સાપના રૂપનો ત્યાગ કરીને મહાદિવ્ય, સૌમ્ય આકારવાળા, દેદીપ્યમાન દેવના રૂપને વિકુર્તીને પૌષધશાળામાં પ્રવેશીને આકાશમાં રહેલો કામદેવને આ પ્રમાણે કહેવા લાગ્યો. અહો કામદેવ ! તું ધન્ય છે, કતપુણ્ય છે. તે શ્રી જિનધર્મનો સ્વીકાર કરવાથી પોતાના જન્મને સફળ કર્યો છે. આજે ખરેખર! સૌધર્મેન્દ્ર પોતાની સભામાં તારી અતિપ્રશંસા કરી, દેવ-દાનવોથી પણ તું ક્ષોભ ન પમાડી શકાય તેવો છે એમ કહ્યું. ત્યારે ઇદ્રના વચનની શ્રદ્ધા નહીં કરતો હું તરત અહીં આવ્યો. પરંતુ તારી પરીક્ષા કરતા મેં જેવા પ્રકારની ઈદ્ર કહી હતી તેવા પ્રકારની તારી શક્તિ જોઈ. આથી હું આપને નમાવું છું. મારા કરેલા અપરાધને આપ પણ ખમાવો. હવે પછી આવું કાર્ય નહીં કરું. આ પ્રમાણે કહીને તે દેવ કામદેવના ચરણોમાં નમીને અંજલિ જોડેલો તે ફરી-ફરી પોતાના અપરાધોને ખમાવીને પોતાના સ્થાનમાં ગયો.
ત્યાર પછી તે કામદેવે હવે ઉપસર્ગ નથી એ પ્રમાણે વિચારીને કાયોત્સર્ગ પાર્યો. તે અવસરે શ્રીવીર સ્વામી ત્યાં સમવસર્યા. તે વાત સાંભળીને તેણે વિચાર્યું. હું શ્રીવીર સ્વામીને વંદન કરીને પછી પૌષધ પારું તો સારું. આ પ્રમાણે વિચારીને બહુજનથી પરિવરેલો સ્વામીની પાસે જઈને વંદન કરીને ઉચિત સ્થાને બેઠો. ત્યારે સ્વામીએ સ્વયં જ કામદેવને બોલાવીને રાત્રિમાં થયેલા સર્વ પણ ઉપસર્ગ આદિ વ્યતિકરને કહીને કહ્યું: હે કામદેવ ! આ વાત સાચી છે? તેણે કહ્યું: હે સ્વામી! એ જ પ્રમાણે છે. ત્યાર પછી સ્વામીએ ઘણા નિગ્રંથોને અને ઘણી નિગ્રંથીઓને બોલાવીને આ પ્રમાણે કહ્યું: હે આર્યો ! આ ગૃહસ્થ એવા શ્રાવકો ઘરમાં રહેતા જો આ પ્રમાણે દેવતાઈ અને મનુષ્ય સંબંધી ઉપસર્ગોને સારી રીતે સહન કરે છે તો દ્વાદશાંગીને ધારણ કરનારા તમારે તો આ ઉપસર્ગોને સહન કરવા માટે સમર્થ થવું જોઈએ. ત્યારે બધા પણ સાધુ અને સાધ્વીઓએ સ્વામીએ કહેલા વચનને વિનયથી તહત્તિ કરીને સાંભળ્યું. ત્યાર પછી ખુશ થયેલો તે કામદેવ સ્વામીને વંદન