________________
આત્મપ્રબોધ
જણાવીને આ પ્રમાણે કહ્યુંઃ હે ભગવન્ ! તે સ્થાનની આલોચના આનંદે ક૨વાની કે મારે ક૨વાની ? ભગવાને કહ્યું: હે ગૌતમ ! તું જ એ સ્થાનની આલોચના કર. આ સંબંધી આનંદ પાસે ક્ષમા માગ, ત્યાર પછી ભગવાન ગૌતમ ભગવાનના વચનને વિનયથી તે પ્રમાણે સ્વીકારીને સ્વયં તે સ્થાનની આલોચના ગ્રહણ કરીને આનંદ શ્રાવક પાસે તે સંબંધી ક્ષમા માગી. ત્યાર પછી તે આનંદ શ્રાવક ઘણા પ્રકારના શીલ વ્રત વગેરે ધર્મકાર્યોથી આત્માને ભાવિત કરીને વીશ વર્ષ સુધી શ્રાવક પર્યાયને પાળીને અંતે માસિકી સંલેખના કરીને સમાધિથી કાળ કરીને સૌધર્મ દેવલોકમાં અરુણાભ વિમાનમાં ચાર પલ્યોપમ સ્થિતિથી દેવપણામાં ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં સિદ્ધ થશે. આ પ્રમાણે આનંદ શ્રાવકનો વૃત્તાંત પૂર્ણ થયો.
૧૭૦
કામદેવ
ચંપાનગરીમાં કામદેવ નામનો ગૃહસ્થ રહેતો હતો. તેને ભદ્રા નામની પત્ની હતી. તથા અઢાર ક્રોડ સોનૈયા દ્રવ્ય તેની પાસે હતું. તેમાં છ ક્રોડ સોનૈયા નિધાનમાં મૂકેલા હતા, છ ક્રોડ સોનૈયા વ્યાજે મૂકેલા હતા અને છ ક્રોડ સોનૈયા ઘર વગેરેના ઉપકરણમાં રોકેલા હતા. તથા દશદશ હજાર ગાયના એક એવા છ ગોકુળ હતા. એક વખત તે નગરની નજીકમાં રહેલા પૂર્ણભદ્ર
ચૈત્યમાં શ્રીવીર સ્વામી સમવસર્યા. ત્યારે આનંદ શ્રાવકની જેમ આણે પણ બારવ્રતોનો સ્વીકાર કર્યો. ત્યાર પછી ક્રમે કરી આ પણ આનંદની જેમ પોતાના મોટા પુત્રને કુટુંબ ઉપર સ્થાપીને સ્વયં પૌષધ શાળામાં આવીને પૌષધ કરીને રહ્યો. ત્યાર પછી અર્ધ રાત્રિના સમયે તે કામદેવની પાસે એક માયાવી, મિથ્યાત્વી દેવે પ્રગટ થઈને મહાભયાનક, કહી ન શકાય તેવા વિકરાળ સ્વરૂપવાળા એક પિશાચને વિકુર્થીને હાથમાં તીક્ષ્ણ ધારાથી ચમકતી તલવારને લઈને કામદેવને આ પ્રમાણે કહ્યું: અરે ! કામદેવ ! શ્રમણોપાસક ! અપ્રાર્થપ્રાર્થક ! ધી૨જ અને લજ્જાથી રહિત ! ધર્મથી પુણ્ય, સ્વર્ગ અને મોક્ષની વાંછા કરનાર ! આ શીલ વગેરે વ્રતો અને પૌષધ ઉપવાસ વગે૨ે ધર્મકાર્યોનો જલદીથી ત્યાગ કર. જો નહીં કરે તો આજે હું આ તલવારથી તારા ટુકડે-ટુકડા ક૨ી નાખીશ. જેથી તું દુ:ખથી દુઃખી થયેલો અકાળે જ મૃત્યુ પામીશ. ત્યાર પછી તે કામદેવ પિશાચના રૂપને ધારણ કરનારા તે દેવ વડે આ પ્રમાણે કહેવાયેલો હોવા છતાં પણ ભય નહીં પામેલો, ક્ષોભ નહીં પામેલો, ચલિત નહીં થયેલો, મૌન ધારણ કરીને ધર્મધ્યાનમાં રહ્યો. ત્યાર પછી તે દેવે તે શ્રાવકને તેવા પ્રકારનો નિશ્ચલ જાણીને બે-ત્રણ વાર ફરી આ પ્રમાણે કહ્યું. પરંતુ તે જરાપણ ક્ષોભ ન પામ્યો, ત્યારે અત્યંત ગુસ્સે થયેલા તે દેવે લલાટમાં ભ્રૂકુટિ કરીને તલવારથી કામદેવના ટુકડેટુકડા કરી નાખ્યા, છતાં પણ કામદેવ તે મહાવેદનાને સારી રીતે સહન કરતો ધર્મમાં નિશ્ચલ ચિત્તવાળો રહ્યો.
ત્યાર પછી પિશાચના રૂપથી તેને ચલાયમાન કરવા સમર્થ ન થતો તે દેવ ખેદથી ધીમે-ધીમે પાછો હઠતો પૌષધશાળાની બહાર નીકળીને તે પિશાચના રૂપનો ત્યાગ કરીને એક મહાપ્રચંડ સૂંઢરૂપી દંડને અહીં તહીં ઉલાળતા, વાદળની જેમ ગડગડાટ કરતા, ભયંકર આકારવાળા, હાથીના રૂપને વિકુર્તીને પૌષધશાળામાં આવીને કામદેવને ફરી કહ્યું: અરે ! કામદેવ ! જો મારું કહેલું તું નહીં કરે તો આજે હું આ સૂંઢથી તને ગ્રહણ કરીને આકાશમાં ફેંકીશ. તીક્ષ્ણ દાંતરૂપી મુશળોથી તને ભેદી નાખીશ. નીચે નાખીને પગોથી કચડી નાખીશ. ત્યાર પછી આ પ્રમાણે કહેવાયો હોવા