________________
બીજો પ્રકાશ - દેશવિરતિ
૧૬૯
અભિગ્રહ લઈને સ્વામીને ત્રણ વખત વંદન કરીને તે આનંદ શ્રાવક પોતાના સ્થાનમાં ગયો. ત્યારે તેની પતી શિવાનંદાએ પણ પતિના મુખથી આ વાત સાંભળીને સ્વયં પણ ભગવાન પાસે જઈને તે જ પ્રમાણે બાર વ્રતોને ગ્રહણ કર્યાં.
ત્યાર પછી આનંદ શ્રાવકે વધતા ભાવથી પૌષધ, ઉપવાસ આદિ ધર્મકાર્યોથી પોતાના આત્માને ભાવતાં ચૌદ વર્ષ પસાર કર્યા. જ્યારે પંદરમો વર્ષ વર્તતો હતો ત્યારે એક વખત અગિયાર પ્રતિમા ધારણ કરવાની ઇચ્છાવાળો આનંદ શ્રાવક પોતાના સર્વ મિત્રોને, જ્ઞાતીયજનોને અને સ્વજનોને ભેગા કરીને અશન વગેરેથી સત્કારીને તેમની સમક્ષ પોતાના મોટા પુત્રને કુટુંબમાં સ્થાપીને તે બધાને અને પોતાના પુત્રને પૂછીને સ્વયં કોલ્લાક સન્નિવેશમાં પોતાની પૌષધશાળામાં આવીને તેનું પ્રમાર્જન કરીને અને ચંડિલ, માતૃની ભૂમિનું પ્રતિલેખન કરીને દર્ભના સંથારા ઉપર આરૂઢ થઈને રહ્યો. ત્યાં શ્રાવકની પહેલી પ્રતિમાનો સ્વીકાર કરી સૂત્રોક્ત વિધિથી સારી રીતે આરાધન કરીને ક્રમે કરીને અગિયારમી પ્રતિમા આરાધી. ત્યાર પછી તે તપકર્મથી જેનું શરીર શોષાઈ ગયું છે એવા આનંદને એક વખત વિશુદ્ધ અધ્યવસાયથી જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી અવધિજ્ઞાન ઉત્પન્ન થયું.
ત્યાર પછી કોઈ વખત ક્યારેક વાણિજ્ય ગામની બહાર શ્રીવીર સ્વામી સમવસર્યા. ત્યારે સ્વામીને પૂછીને ઇદ્રભૂતિ અણગાર ત્રીજી પોરિસીમાં વાણિજ્ય ગામમાં રુચિ પ્રમાણે આહાર ગ્રહણ કરીને ગામમાંથી બહાર નીકળતાં કોલ્લાક સન્નિવેશની અતિ દૂર નહીં તેમ અતિ નજીક નહીં એ પ્રમાણે જતાં લોકના મુખેથી આનંદના તપનો સ્વીકાર વગેરે વાત સાંભળીને સ્વયં આનંદને જોવા માટે કોલ્લાક સન્નિવેશમાં પૌષધશાળામાં ગયા. ત્યારે ભગવાન ગૌતમને આવતા જોઈને ખુશ થયેલા આનંદ શ્રાવકે આ પ્રમાણે કહ્યું: હે સ્વામી ! તપના કારણે નાડી અને અસ્થિ માત્ર શરીર બાકી રહેલું છે એવો હું આપની પાસે આવવા માટે સમર્થ નથી. આથી આપે જ મારા ઉપર કૃપા કરીને અહીં આવવું. ત્યાર પછી ગૌતમ સ્વામી જ્યાં આનંદ શ્રાવક રહેલો હતો ત્યાં આવ્યા. ત્યારે આનંદે ગૌતમ સ્વામીને ત્રણ વખત મસ્તકથી પગમાં વંદન કરીને આ પ્રમાણે પૂછયું: હે સ્વામી ! ઘરમાં રહેતા ગૃહસ્થને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય ? ગૌતમ સ્વામીએ કહ્યુંઃ હા, ઉત્પન્ન થાય. ત્યાર પછી આનંદ કહ્યું: હે સ્વામી ! મને પણ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે તેથી હું પૂર્વદિશામાં અને પશ્ચિમ દિશામાં લવણસમુદ્રમાં પાંચસો યોજન પ્રમાણ ક્ષેત્રને જાણું છું અને જોઉં છું. ઉત્તર દિશામાં હિમવંત વર્ષધર પર્વત સુધી જાણું છું અને જોઉં છું. ઉપર સૌધર્મ દેવલોક સુધી અને નીચે રતપ્રભા પૃથ્વીના લોલચ્ચય નામના નરકાવાસ સુધી જાણું છું અને જોઉં છું.
- ત્યાર પછી આનંદને ગૌતમ સ્વામીએ કહ્યું: હે આનંદ ! ગૃહસ્થને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે પરંતુ આટલું મોટું ઉત્પન્ન થતું નથી. તેથી તું આ સ્થાનની આલોચના નિંદા વગેરે કર. તેથી આનંદ ગૌતમસ્વામીને આ પ્રમાણે કહ્યું છે સ્વામી ! જિનવચનમાં સત્ય અર્થની આલોચના વગેરે હોય? ગૌતમ સ્વામીએ કહ્યું ન હોય. ત્યારે આનંદે કહ્યું: હે સ્વામી ! જો એ પ્રમાણે છે તો આપે જ આ સ્થાનની આલોચના વગેરે કરવી જોઈએ. ત્યાર પછી આનંદે આ પ્રમાણે કહ્યું એટલે શંકાવાળા થયેલા ગૌતમ સ્વામી તરત આનંદ પાસેથી નીકળીને દૂતિપલાશચૈત્યમાં શ્રી મહાવીર સ્વામી પાસે આવીને ગમનાગમન પ્રતિક્રમણ વગેરે કરવાપૂર્વક સ્વામીને નમસ્કાર કરીને બધો પણ તે વૃત્તાંત