________________
૧૬૮
આત્મપ્રબોધ
વળી-બાર વ્રતોમાં પહેલાના આઠ વ્રતો એક વખત પણ સ્વીકારેલા હોય તો યાવજીવ સુધી રહે છે. આથી યાવત્રુથિક કહેવાય છે. પરંતુ ચાર શિક્ષાવ્રતો મુહૂર્ત વગેરે મર્યાદાથી ફરી-ફરી સ્વીકારાતા હોવાથી અલ્પકાલીન છે, આથી ઈત્વરકાલીન કહેવાય છે. તથા આમાંથી આગળના પાંચ વ્રતો ધર્મરૂપ વૃક્ષનું મૂળ હોવાથી મૂળ ગુણો કહેવાય છે. બાકીના સાત વ્રતો ધર્મરૂપી વૃક્ષની શાખા પ્રાયઃ હોવાના કારણે ઉત્તર સ્વરૂપ હોવાથી અને અણુવ્રતોને ગુણકારી હોવાથી ઉત્તરગુણ કહેવાય છે. અહીં પૂર્વે એક એક વ્રતને આશ્રય દૃષ્ટાંતો બતાવેલા હતાં અને હમણાં ભેગાં બાર વ્રતને આશ્રયી શ્રી વીરશાસનમાં સર્વ શ્રાવકોમાં ગુણોથી વૃદ્ધ, ઉપાસક દશાંગમાં પ્રસિદ્ધ એવા દશ શ્રાવકોનાં દૃષ્ટાંતો ક્રમ કરીને સંક્ષેપથી બતાવવામાં આવે છે. તેમાં પહેલાં દશેય શ્રાવકોનાં નામો બતાવવામાં આવે છે.
પ્રભુવીરના દશ શ્રાવકો તે આ પ્રમાણે છે- (૧) આનંદ (૨) કામદેવ (૩) ચુલની પિતા (૪) સુરાદેવ (૫) ચુલ્લશતક (૬) કુંડ કોલિક (૭) સદાલપુત્ર (૮) મહાશતક (૯) નંદિની પિતા (૧૦) તેતલીપિતા. : " તેમાં આનંદ શ્રાવકનો વૃત્તાંત આ પ્રમાણે છે
આનંદ શ્રાવક વાણિજ્યગ્રામ નામના નગરમાં બાર ક્રોડ સોનૈયાનો સ્વામી આનંદ નામનો ગૃહસ્થ રહેતો હતો. તેના ચાર ક્રોડ સોનૈયા નિધાન તરીકે મૂકેલા હતા. ચાર ક્રોડ સોનૈયા વ્યાજ તરીકે આપેલા હતા. ચાર ક્રોડ ઘરની સાધન સામગ્રીમાં રોકેલા હતા. તથા એક ગોકુળમાં દશ હજાર ગાયો હોય એવા ચાર ગોકુળ હતા. વળી તેને પરમ શીલ સૌભાગ્ય આદિ ગુણોને ધારણ કરનારી શિવાનંદા નામની પતી હતી. તથા વાણિજ્ય ગામની બહારના ઈશાન ખૂણામાં કોલ્લાક નામના સન્નિવેશમાં તે આનંદ શ્રાવકના ઘણા મિત્રો, જ્ઞાતીયજનો અને સ્વજનો રહેતા હતા. એક વખત વાણિજ્યગામની નજીકમાં દૂતિપલાશ ચૈત્યમાં શ્રી મહાવીર સ્વામી સમવસર્યા. પર્ષદા ભેગી થઈ. ત્યારે સ્વામીના આગમનની વાર્તા સાંભળીને આનંદ નામનો ગૃહસ્થ સ્નાનપૂર્વક શુદ્ધ વસ્ત્રો પહેરીને ઘણા માણસોથી પરિવરેલો ત્યાં જઈને સ્વામીને વંદન કરીને ઉચિત સ્થાનમાં બેઠો. સ્વામીએ દેશના આપી. ત્યાર પછી ધર્મને સાંભળીને શુદ્ધ શ્રદ્ધાવાળા થયેલા આનંદ સ્વામીને કહ્યું: હે ભગવન્! આપે કહેલો ધર્મ મને ગમ્યો છે. તેથી હું આપની પાસે બાર વ્રતો ગ્રહણ કરવા ઇચ્છું છું. સ્વામીએ કહ્યું: હે દેવાનુપ્રિય ! જે પ્રમાણે સુખ ઉપજે તેમ કરો. પ્રતિબંધ ન કરો.
ત્યાર પછી આનંદ સ્વામી પાસે બાર વ્રતો સ્વીકાર્યા. તેનો વિશેષ વિચાર ઉપાસક દશાંગમાંથી જાણી લેવો. વ્રતગ્રહણ કર્યા પછી આનંદ શ્રાવકે ભગવાનને નમીને આ પ્રમાણે કહ્યું: હે સ્વામી ! આજથી માંડીને હવે અન્ય તીર્થિકોને, અન્ય તીર્થિક દેવોને, અન્ય તીર્થિકોએ પોતાના દેવ તરીકે સ્વીકારેલ અરિહંતની પ્રતિમાઓ સ્વરૂપ પોતાના પણ દેવોને હું વંદન કરીશ નહીં. હું નમસ્કાર કરીશ નહીં અને તેઓથી પહેલા નહીં બોલાવાયેલો હું તેઓની સાથે આલાપ એટલે કે એક વખત બોલીશ નહીં. સંતાપ એટલે કે વારંવાર બોલીશ નહીં. વળી તેઓને ધર્મની બુદ્ધિથી અશન આદિ આહાર આપીશ નહીં. પરંતુ રાજાભિયોગ વગેરે છ આગારો સિવાય આ મારો નિયમ છે. વળીઆજથી માંડીને શ્રમણ નિગ્રંથોને અચિત્ત અને નિર્દોષ આહાર વગેરે આપતો વિચરીશ. આ પ્રમાણે