________________
બીજો પ્રકાશ - દેશવિરતિ
હવે ઉપસંહાર કરે છે
इत्थं व्रतद्वादशकं दधाति, गृही प्रमोदेन प्रतिव्रतं हि । पञ्चातिचारान् परिवर्जयंश्च, ध्रुवं यथाशक्त्यपि भङ्गषट्के ॥७४॥
ગૃહસ્થ આ પ્રમાણે હમણાં કહેલા પ્રકારથી બારવ્રતને હર્ષથી છએ ભાંગાઓમાં પણ યથાશક્તિ ધારણ કરે. અથવા પોતાના નિર્વાહની વિચારણા કરીને એક, બે, ત્રણ અથવા બધાં વ્રતો સ્વીકારે. શું કરતો સ્વીકારે ? દરેક વ્રતમાં નિશ્ચિત એવા પાંચ-પાંચ અતિચારોનો ત્યાગ કરતો સ્વીકારે. વિસ્તારના ભયથી અહીં અતિચારો બતાવ્યા નથી. અતિચારોને બુદ્ધિશાળીઓએ સ્વયં અન્ય ગ્રંથોમાંથી જાણી લેવા. અહીં અતિચારોની પાંચ સંખ્યા બતાવી તે બહુલતાની અપેક્ષાએ કહેલી છે. તેથી ભોગોપભોગ વ્રતમાં વીશ અતિચારો જાણવા. અહીં પૂર્વે સૂચવેલા છ ભાંગા આ પ્રમાણે છેવ્રતનાં ૨૧ ભાંગા
૧૬૭
(૧) એકવિધ એકવિધથી- જેમકે (૧) હિંસા વગેરે ન કરે મનથી (૨) ન કરે વચનથી (૩) ન કરે કાયાથી (૪) ન કરાવે મનથી (૫) ન કરાવે વચનથી (૬) ન કરાવે કાયાથી.
(૨) એકવિધ દ્વિવિધથી- જેમકે (૭) હિંસાદિ ન કરે મન-વચનથી (૮) ન કરે મનકાયાથી (૯) ન કરે વચન-કાયાથી (૧૦) ન કરાવે મન-વચનથી (૧૧) ન કરાવે મન-કાયાથી (૧૨) ન કરાવે વચન-કાયાથી.
(૩) એકવિધ ત્રિવિધથી- જેમકે (૧૩) હિંસાદિ ન કરે મન-વચન-કાયાથી (૧૪) ન કરાવે મન-વચન-કાયાથી.
(૪) દ્વિવિધ એકવિધથી- જેમકે (૧૫) હિંસાદિ ન કરે- ન કરાવે મનથી (૧૬) ન કરે- ન કરાવે વચનથી (૧૭) ન કરે- ન કરાવે કાયાથી.
(૫) દ્વિવિધ-દ્વિવિધ- જેમકે (૧૮) હિંસાદિ ન કરે- ન કરાવે મન-વચનથી (૧૯) ન કરેન કરાવે મન-કાયાથી (૨૦) ન કરે-ન કરાવે વચન-કાયાથી.
(૬) દ્વિવિધ-ત્રિવિધથી- (૨૧) ન કરે- ન કરાવે મન-વચન-કાયાથી.
આ પ્રમાણે ૨૧ ભાંગાથી યુક્ત ષભંગી છે. શ્રાવકને પ્રાયઃ કરીને અનુમતિનો નિષેધ નથી. આથી તેના ભાંગા પણ બતાવ્યા નથી. અહીં બારવ્રતને આશ્રયીને ભાંગાના ભેદની વિવક્ષા કરવામાં આવે તો સ્વીકાર કરનારના કર્મના ક્ષયોપશમની વિચિત્રતા હોવાથી ઘણાં ભેદો થાય છે. (૭૪) બાર વ્રતના કુલ ભાંગા
કહ્યું છે કે
तेरस कोडिसयाई, चुलसीइजुयाइं बारस य लक्खा । सत्तासीइ सहस्सा, दो य सया तह दुरग्गा य ॥ १ ॥
તેરસો ચોર્યાસી ક્રોડ, બાર લાખ, સત્યાસી હજાર બસો ને બે, શ્રાવકોના અભિગ્રહોની આટલી સંખ્યા જિનેશ્વરોએ બતાવી છે.
આ સંખ્યા લાવવાનો ઉપાય પ્રવચન સારોદ્ધારના બસોને છત્રીસમાં દ્વારમાંથી જાણી લેવો.