________________
આત્મપ્રબોધ
પુરુષો મૂળ રોગનો નાશ કરવા માટે અને બાર વર્ષ સુધી ઉત્પન્ન થતા નવા રોગોના નિવારણ માટે તે દાનને ગ્રહણ કરે છે. ઘણું કહેવાથી શું? બધા ય ભવ્ય લોકો તે યોગને પામીને પોતાના ઈચ્છિત અર્થની સિદ્ધિ માટે શ્રી જિનેંદ્રના હાથથી તે દાનને ગ્રહણ કરે છે જ. અભવ્યો તો તે દાનને ક્યારે પણ પામી શકતા નથી. તીર્થંકરદાન વગેરે કેટલાક ઉત્તમ ભાવની પ્રાપ્તિ માટે તેઓ અયોગ્ય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. તે શાસ્ત્રપાઠ આ પ્રમાણે છે- અભવ્ય જીવોએ આટલા ભાવોને સ્પર્ધો નથી.
અભવ્ય કુલક અભવ્ય જીવોએ આ હવે કહેવાશે તે ભાવોને સ્પશ્ય નથી.
ઇંદ્રપણું, અનુત્તર દેવપણું, શલાકાપુરુષપણું, નારદપણું, કેવલી અથવા ગણધરના હાથે દીક્ષા, તીર્થકરનું સંવત્સરી દાન, શાસનદેવી-શાસનદેવપણું, લોકાંતિક દેવનું સ્વામીપણું, ત્રાયઅિંશત્ દેવપણું, પરમાધામીપણું, યુગલિક મનુષ્યપણું, સંભિન્નશ્રોત લબ્ધિ, પૂર્વધર લબ્ધિ, આહારક લબ્ધિ, પુલાક લબ્ધિ, મતિ જ્ઞાનાદિ સુલબ્ધિ, સુપાત્રદાન, સમાધિ મરણ, ચારણદ્વિકપણું (=વિદ્યાચરણ, જંઘાચારણપણું), મધુ આશ્રવલબ્ધિ, સર્પિરાશ્રવ લબ્ધિ, ક્ષીરાશ્રવલબ્ધિ, અક્ષણમહાનસ લબ્ધિ, તીર્થકર અથવા તીર્થકરની પ્રતિમાના અંગપરિભોગમાં આવવાના કારણવાળું પૃથ્વી આદિ ભાવ એ સર્વ અભવ્યજીવોએ પ્રાપ્ત કર્યું નથી. વળી અભવ્યજીવોએ ચૌદ રતપણું તથા વિમાનનું સ્વામીપણું તથા સમ્યકત્વજ્ઞાન-સંયમ-તપ આદિ ભાવો તથા ભાવદ્ધિક (ઉપશમ ભાવ-ક્ષાયિક ભાવ) પણ પ્રાપ્ત કર્યા નથી. અભવ્ય જીવોને સમ્યકત્વ આદિ ભાવો ઔપથમિક અને ક્ષાયિક ભાવો હોતા નથી. પથમિક ભાવનો ત્યાગ કરવાથી લાયોપથમિકભાવમાં પણ આ ભાવો હોતા નથી. દ્રવ્યથી તો આ ભાવો હોય છે.
વળી- જિનેશ્વરોની અનુભવ સહિત (= શ્રદ્ધા સહિત) ભક્તિ, સાધર્મિકોનું વાત્સલ્ય, સંવેગપણું અને સંવેગી પાક્ષિકપણું પણ અભવ્ય જીવોએ પ્રાપ્ત કર્યું નથી. સંવેગી પાક્ષિકપણું એટલે અહીં શુક્લપાક્ષિકપણું એમ અર્થ જાણવો. જેઓનો સંસાર કંઈક ન્યૂન અર્ધ પુદ્ગલપરાવર્ત માત્ર બાકી છે તેઓ શુક્લપાક્ષિક છે. જેઓ અધિકતર સંસારના ભાગી છે તેઓ કૃષ્ણ પાક્ષિક છે. વળી અભવ્ય જીવો જિનેશ્વરોના પિતા-માતા અને પતીપણાને પામતા નથી. જિનશાસનની પ્રભાવના કરનારા એવા યુગપ્રધાનપણાને પામતા નથી. આચાર્ય પદ આદિ દશપદને તથા પારમાર્થિકગુણયુક્ત આત્મપણાને પામતા નથી. તથા જિનેશ્વરોએ બતાવેલી અનુબંધ અહિંસા, હેતુ અહિંસા અને સ્વરૂપ અહિંસા એ ત્રણ પ્રકારની અહિંસા અભવ્ય જીવો દ્રવ્યથી અને ભાવથી એમ બંને પ્રકારથી પામતા નથી. અહીં સાક્ષાત્ જીવોનો ઘાત ન કરવો તે સ્વરૂપ અહિંસા છે. જે યતનાપૂર્વક પ્રવૃત્તિ કરવામાં આવે તે હેતુ અહિંસા છે. તે અહિંસાનું ફળરૂપે પરિણમવું તે અનુબંધ અહિંસા છે, અર્થાત્ જિનેશ્વર ભગવાનની આજ્ઞાને અખંડ રાખવી તે અનુબંધ અહિંસા છે.
આ પ્રમાણે અભવ્યકુલક સમાપ્ત થયું. તથા પ્રભુના દાન સમયે પોતાના માતા-પિતા અને ભાઈ ત્રણ દાનશાળા કરાવીને ત્યાં અન્નપાન, વસ્ત્રો અને અલંકાર અપાવે છે. પ્રસંગથી સર્યું. અહીં પ્રસંગપૂર્વક ચોથું શિક્ષાવ્રત કહ્યું. તે કહેવા દ્વારા બારે ય વ્રતો કહ્યાં. (૭૩)