________________
બીજો પ્રકાશ - દેશવિરતિ
વરસી દાન
તીર્થંકરની દાનની વિધિ આ પ્રમાણે છે- પહેલા શક્રની આજ્ઞાથી ધનદ નામનો લોકપાલ આઠ ક્ષણમાં બનાવેલા, દરેક સોળ માષ પ્રમાણ, જિનેશ્વર ભગવંતના પિતાના નામથી અંકિત, સાંવત્સરિક દાન આપવાને યોગ્ય સોનૈયાથી જિનેશ્વરોના ભંડા૨ને પૂરે છે. ત્યાર પછી જિનેશ્વરો લોકમાં દાનની પ્રવૃત્તિ માટે સૂર્યોદયથી માંડીને છ ઘડી પછીથી બે પ્રહર પૂર્ણ થાય ત્યાં સુધી દ૨૨ોજ એક ક્રોડ આઠ લાખ સોનૈયા આપે છે. આવશ્યકમાં કહ્યું છે કે
एगा हिरण्णकोडी, अट्ठेव अणूणगा सयसहस्सा । सूरोदयमाईयं, दिज्जइ पायरासीओ ॥ १ ॥
૧૬૫
तिण्णेव य कोडिसया, अट्ठासीयं च हुंति कोडीओ । असियं च सयसहस्सा, एवं संवच्छरे दिन्नं ॥ २ ॥
અર્થ- એક ક્રોડ અને પરિપૂર્ણ આઠ લાખ સૂર્યોદયથી માંડીને પ્રાતરાશ સુધીમાં આપે છે. આ પ્રમાણે એક વર્ષ સુધી આપેલું દાન ત્રણસો અઠ્યાસી ક્રોડ અને એંશી લાખ થાય છે.
હવે દાન સમયે ઉત્પન્ન થયેલા છ અતિશયો બતાવે છે.
(૧) જ્યારે પ્રભુ સોનૈયાની મુઠ્ઠી ભરીને દાન આપે છે ત્યારે સૌધર્મેદ્ર તેના જમણા હાથમાં મહાશક્તિનું સ્થાપન કરે છે. તેથી જરા પણ ખેદ થતો નથી. અહીં અનંતવીર્યથી યુક્ત ભગવાનના હાથમાં ઇંદ્રે શક્તિનું સ્થાપન કર્યું એ અયોગ્ય છે એવી શંકા ન કરવી. ભગવાન અનંત બળવાળા હોવા છતાં પણ જો ઇંદ્ર તેમ ન કરે તો પોતાની લાંબાકાળથી ચાલી આવતી મર્યાદા અને ભક્તિના ભંગનો પ્રસંગ આવે. તેથી અનાદિથી ચાલી આવતી મર્યાદાનું પાલન કરવા માટે અને પોતાની ભક્તિ બતાવવા માટે ઇંદ્રનું તે પ્રમાણે કરવું યોગ્ય જ છે. આથી વિસ્તારથી સર્યું.
(૨) તથા ઈશાનેંદ્ર સુવર્ણ રતમયી લાકડી લઈને વચમાં ગ્રહણ કરતા સામાન્ય દેવોને દૂર કરતો, જેના વડે જેટલું મેળવવા યોગ્ય છે તેને તેટલું ભગવાનના હાથથી અપાવતો ‘હે પ્રભો ! મને આપો' એ પ્રમાણે લોકોના મોઢે બોલાવે છે.
(૩) તથા ચમરેંદ્ર અને બલીંદ્ર લોકના લાભ (ભાગ્ય)ના અનુસારે પ્રભુની દાનની મુઠ્ઠીને પૂરે છે અથવા ઓછી કરે છે.
(૪) તથા ભવનપતિ દેવો દાનને ગ્રહણ કરવા માટે ભરત ક્ષેત્રના મનુષ્યોને ત્યાં લાવે છે. (૫) વ્યંતર દેવો આવેલા તે મનુષ્યોને પોતાના સ્થાનમાં પહોંચાડે છે.
(૬) જ્યોતિષ દેવો તો વિદ્યાધરોને તે દાન ગ્રહણ કરાવે છે. વળી- ઇંદ્રો પણ તે દાનને ગ્રહણ કરે
છે. કારણ કે તેના પ્રભાવથી દેવલોકમાં બાર વર્ષ સુધી કોઈ પણ લડાઈ થતી નથી. તથા ચક્રવર્તી વગેરે રાજાઓ પોતાના ભંડારને અક્ષય રાખવા માટે તે દાનને ગ્રહણ કરે છે. શ્રેષ્ઠી વગેરે લોકો તો પોતાની યશઃ કીર્તિ વગેરેની વૃદ્ધિ માટે તે દાનને ગ્રહણ કરે છે. તથા રોગી ૧. પ્રાતરાશ = સવારનું ભોજન.