________________
આત્મપ્રબોધ
ભિક્ષા માટે જતા શ્રી વીર સ્વામી પૂરણ શ્રેષ્ઠીના ઘરે પ્રવેશ્યા. મિથ્યાત્વી એવા તેણે દાસીના હાથે સ્વામીને અડદના બાકુળા આપ્યા. ત્યારે સુપાત્ર દાનના મહિમાથી ત્યાં દેવોએ પાંચ દિવ્યો પ્રગટ કર્યાં. તેના ઘરે ભેગા થયેલા રાજા વગેરે સર્વ પણ લોકોએ તેની અત્યંત પ્રશંસા કરી. વીર સ્વામીએ પણ અડદના બાકુળાથી પારણું કરીને ત્યાંથી બીજે વિહાર કર્યો. હવે ત્યારે જિનદત્તે આકાશમાં વાગતી દેવદુંદુભિને સાંભળીને વિચાર્યું. નિર્ભાગી એવા મને ધિક્કાર છે. હું અધન્ય છું. કારણ કે સ્વામી મારા ધરે ન આવ્યા, અને બીજે ક્યાંય પણ પારણું કર્યું. મેં જે-જે મનોરથો કર્યા હતા તે બધા પણ નિષ્ફળ થયા.
૧૬૪
હવે તે દિવસે તે નગરીમાં પાર્શ્વનાથના સંતાનીય કોઈક કેવળજ્ઞાની મુનીશ્વર સમોસર્યા. નગરના લોકોની સાથે રાજાએ ત્યાં જઈને તેમને વંદન કરીને પૂછ્યું: હે સ્વામી ! આ નગરમાં કોણ પુણ્યવાળો જીવ છે ? કેવલીએ કહ્યું: અહીં જિનદત્ત શ્રેષ્ઠી જેવો બીજો કોઈ પણ પુણ્યવાળો નથી. રાજાએ કહ્યું: હે સ્વામી ! એણે શ્રીવીર સ્વામીને પારણું કરાવ્યું નથી પણ પૂરણ શ્રેષ્ઠીએ પારણું કરાવ્યું છે. આથી તે કેમ પુણ્યવાન નહીં ? તેથી કેવલી ભગવંતે મૂળથી આનું બધું જ ભાવનાનું સ્વરૂપ કહીને કહ્યું: હે રાજન્ ! તેણે દ્રવ્યથી દાન આપ્યું છે પરંતુ ભાવથી તો આણે ભગવાનને વહોરાવ્યું છે. ત્યારે ભાવ સમાધિને ધારણ કરતા આણે બારમા દેવલોકમાં જવા યોગ્ય કર્મને ઉપાર્જિત કરેલું છે. તથા જો આણે તે સમયે દેવદુંદુભિને ન સાંભળી હોત તો ત્યારે જ કેવળજ્ઞાનને પામત ! પૂરણ શ્રેષ્ઠી તો ભાવથી શૂન્ય હોવાથી સુપાત્રદાનથી સોનૈયાની વૃષ્ટિ વગેરે જ ફળને પ્રાપ્ત કર્યું છે. એનાથી અધિક કંઈ પણ મેળવ્યું નથી. હવે આ પ્રમાણે જ્ઞાનીના વચનને સાંભળીને તેઓ બધા પણ જિનદત્તની પ્રશંસા કરીને પોતાના સ્થાનમાં ગયા. જિનદત્ત શ્રેષ્ઠી પણ લાંબા કાળ સુધી શુદ્ધ શ્રાવક ધર્મને આરાધીને બારમા અચ્યુત દેવલોકમાં ગયો. આ પ્રમાણે દાન સંબંધી ભાવશુદ્ધિ ઉ૫૨ જીર્ણશ્રેષ્ઠીનું કથાનક પૂર્ણ થયું. આ પ્રમાણે બીજા પણ શ્રદ્ધાળુઓએ દાનક્રિયામાં વિશુદ્ધ ભાવ ધારણ કરવો જોઈએ. જેથી સ્વયં જ સર્વ સમૃદ્ધિની વૃદ્ધિની પ્રકૃષ્ટ સિદ્ધિઓ સારી રીતે ઉલ્લસિત થાય. અહીં ભાવના આ પ્રમાણે કરવી
धन्ना ते सप्पुरिसा, जे मणसुद्धीइ सुद्धपत्तेसु । सुद्धासणाइदाणं, दिंति सया सिद्धिगइहेउं ॥ १॥
અર્થ- જેઓ મનશુદ્ધિથી સિદ્ધિગતિના કારણભૂત શુદ્ઘ અશન આદિનું દાન હંમેશા શુદ્ધ પાત્રોમાં આપે છે તે સત્પુરુષો ધન્ય છે. (૭૨)
હવે સર્વ ધર્મોમાં દાન ગૌણ છે એ પ્રમાણે કહેનારાઓના મતનું નિરાકરણ (ખંડન) કરવા માટે આગમ અનુસારે દાનની પ્રધાનતા બતાવે છે—
सर्वतीर्थकरैः पूर्वं दानं दत्त्वाऽऽदृतं व्रतं ।
तेनेदं सर्वधर्माणा -माद्यं मुख्यतयोच्यते ॥ ७३ ॥
સર્વ તીર્થંકરોએ પહેલા દાન આપીને પછી વ્રતનો આદર કર્યો. તેથી દાન સર્વ ધર્મોમાં પહેલું મુખ્યપણે બતાવેલું છે.