________________
બીજો પ્રકાશ - દેશવિરતિ
શુદ્ધિથી મહાલાભ થઈ રહ્યો છે એમ જાણીને ‘આના પરિણામનો ભંગ ન થાઓ' એવી બુદ્ધિથી જેટલામાં તેને નિષેધ ન કર્યો તેટલામાં મન ચંચળ હોવાથી પરિણામ પડવાથી તેણે વિચાર્યું: ‘અહો ! આ મુનિ લોભી છે. કારણ કે સ્વયં એકલા છે તેથી આટલા ઘીનું શું કરશે ?' આ વિચારવાના સમકાલે તેના હાથમાંથી ઘીની ધારા પણ ધીમે-ધીમે પડવા લાગી. ત્યારે જ્ઞાનીએ તેના તેવા પ્રકારના મનના પરિણામને જાણીને કહ્યું: ‘પડ નહીં, પડ નહીં.' શ્રેષ્ઠીએ કહ્યું: હે સ્વામી ! હું તો સ્થિ૨૫ણે રહેલો છું, જરા પણ પડતો નથી. આપ ખોટું કેમ બોલો છો ? મુનિએ કહ્યું: તું દ્રવ્યથી નહીં પડતો હોવા છતાં ભાવથી પડેલો છે. (ઘણું કહેવાથી શું ? બારમા દેવલોકમાં જવા યોગ્ય અધ્યવસાયથી પડીને પ્રથમ દેવલોકમાં જવા યોગ્ય અધ્યવસાયમાં સ્થિર થયો છે.) આ પ્રમાણે મુનિના વચનને સાંભળીને તે અત્યંત પશ્ચાત્તાપમાં તત્પર થયો. મુનિ તો પોતાના સ્થાનમાં ગયા. આ પ્રમાણે પંચક શ્રેષ્ઠીનો વૃત્તાંત પૂર્ણ થયો. (૭૧)
હવે દાનકાર્યમાં દૃષ્ટાંત પૂર્વક ભાવની જ પ્રધાનતા બતાવે છે–
नो द्रव्यतः केवलभावशुद्धया, दानं ददानो जिनदत्तसंज्ञः ।
श्रेष्ठी महालाभमवाप भावं, विना न चैवं किल पूरणाख्यः ॥ ७२॥
ખરેખર ! આગમમાં સંભળાય છે કે જિનદત્ત નામના શ્રેષ્ઠી પ્રભુના સંયોગને નહીં પામીને દ્રવ્યથી દાન નહીં આપવાં છતાં પણ કેવળ ભાવશુદ્ધિથી દાનને આપતાં મહાલાભને પામ્યા. તથા પૂરણ નામના શ્રેષ્ઠી તો દ્રવ્યથી દાન આપતા હોવા છતાં ભાવ વિના જિનદત્ત શ્રેષ્ઠીની જેમ મહાલાભને ન પામ્યા, અર્થાત્ દ્રવ્યપ્રાપ્તિ સ્વરૂપ અલ્પ જ લાભના ભાગી થયા. ભાવાર્થ તો કથાનકથી જાણવો. તે આ પ્રમાણે છે
૧૬૩
જીરણ (જિનદત્ત) શેઠનું દૃષ્ટાંત
એક વખત છદ્મસ્થ અવસ્થામાં શ્રીવીરસ્વામી વૈશાલી નગરીમાં બલદેવના ઘરે ચાર મહિના સુધીના ચારે પ્રકારના આહારના પચ્ચક્ખાણ કરીને કાઉસ્સગ્ગમાં રહ્યા. તે નગ૨માં ૫૨મ જિનધર્મમાં રત જિનદત્ત નામનો જુનો શ્રેષ્ઠી રહેતો હતો. તેણે ત્યાં દેવગૃહમાં શ્રીવીર સ્વામીને જોઈને વંદના પૂર્વક લાંબા કાળ સુધી ઉપાસના કરીને પોતાના મનમાં વિચાર્યું કે- આજે સ્વામીએ ઉપવાસ કર્યો છે. પરંતુ સવારે સ્વામી અવશ્ય પારણું ક૨શે, ત્યારે હું પોતાના હાથે સ્વામીને વહોરાવીશ. આ પ્રમાણે દ૨૨ોજ વિચારતા પક્ષને અને માસને ગણતા વિશુદ્ધ અધ્યવસાયવાળા થયેલા તે શ્રેષ્ઠીએ ચાર માસ પસાર કર્યા. ત્યાર પછી તેણે ચાર માસના અંતે પારણાના દિવસે શુદ્ધ આહારની સામગ્રી ભેગી કરીને મધ્યાહ્ન સમયે ઘરના દરવાજે બેસીને પ્રભુના આવવાના માર્ગને જોતાં વિચાર્યું- આજે શ્રીવીર સ્વામી જો અહીં આવશે તો મસ્તકે અંજલિ જોડેલો હું સ્વામીની સન્મુખ જઈને સ્વામીને ત્રણ પ્રદક્ષિણા આપીને વંદન કરીને પોતાના ઘરની અંદર લઈ જઈશ. ત્યાં ભક્તિથી ઉત્તમ, અચિત્ત, એષણીય, અન્ન-પાન આદિથી સ્વામીને પારણું કરાવીશ. ત્યાર પછી પોતાને ધન્ય માનતો હું વધેલું બાકીનું અન્ન વગે૨ે ખાઈશ. હવે જિનદત્ત જેટલામાં આ પ્રમાણે મનોરથની શ્રેણિ કરે છે, તેટલામાં