________________
૧૬૨
ભય આદિથી દાન ન આપવું
ભયથી, લોભથી, પરીક્ષાથી, કરુણાથી, ઈર્ષ્યાથી, સ્વકીર્તિના અર્થીપણાથી, પ્રશ્નના અર્થીપણાથી ક્યારે પણ શુદ્ધ મુનિઓ દાનને યોગ્ય નથી.
આત્મપ્રબોધ
સત્કાર નહીં કરાયેલા આ શાપ વગેરે આપશે, અથવા લોકમાં મારું ખરાબ બોલશે તે ભય. દાનથી તે જ જન્મમાં અથવા જન્માંતરમાં સમૃદ્ધિ વગેરેની પ્રાર્થના કરવી તે લોભ. સંભળાય છે કે આ નિર્લોભી છે તેથી અપાતું આ દાન ગ્રહણ કરશે કે નહીં એ પરીક્ષા. હું નહીં આપું તો બિચારા આમનો નિર્વાહ કેવી રીતે થશે ? તે કરુણા. અમુકે પણ આપ્યું તો શું હું તેનાથી પણ હલકો છું કે જેથી ન આપું, એ ઈર્ષ્યા. ગ્રહણ કરનારના અથવા બીજાના મુખથી પોતાની પ્રશંસા સાંભળવાની ઇચ્છા તે સ્વકીર્તિનું અર્થીપણું. દાનથી સત્કાર કરાયેલા આ મેં પૂછેલા જ્યોતિષ વગેરેને કહે છે તે પ્રશ્નનું અર્થીપણું. આ કારણોથી શુદ્ધ મુનિઓ લોકમાં ક્યારે પણ દાનને યોગ્ય નથી. તેઓ તો પોતાના નિસ્તારની બુદ્ધિથી ભક્તિદાનને જ યોગ્ય છે. (અહીં શ્લોકમાં ત્રીજા પાદમાં પ્ર શબ્દ પર હોતે છતે પૂર્વનો વર્ણ દીર્ઘ થાય એવી શંકા ન કરવી. કેમકે- છંદગ્રંથમાં હૃ અને પ્ર શબ્દ ૫૨ હોતે છતે વિકલ્પે દીર્ઘ થાય એમ કહ્યું છે. એટલે કે દીર્ઘ થાય અથવા ન પણ થાય. અહીં દીર્ઘ નથી થયો.)
વળી સુપાત્ર દાન આપતા એવા ગૃહસ્થે પાંચ દૂષણોનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. પાંચ ભૂષણોને અવશ્ય ધા૨વા જોઈએ. (૬૯)
તેમાં પાંચ દૂષણો આ પ્રમાણે છે–
अनादरो १ विलम्बश्च २, वैमुख्यं ३ विप्रियं वचः ४ । पश्चात्तापश्च पञ्च ५, सद्दानं दूषयन्त्यहो ॥ ७० ॥
દાન આપતા અનાદર કરવો, વિલંબ ક૨વો, મોઢું ફેરવી લેવું, અપ્રિય વચન બોલવું, પશ્ચાત્તાપ ક૨વો આ પાંચ સદ્દાનને દૂષિત કરે છે. (૭૦)
પાંચ ભૂષણ આ પ્રમાણે
आनन्दाश्रूणि १ रोमान्चो २, बहुमानः ३ प्रियं वचः ४ । पात्रानुमोदना ५ चैतद्, दानभूषणपञ्चकं ॥ ७१ ॥
દાન આપતા આનંદના આંસુ આવે, રોમાંચ ખડાં થઈ જાય, બહુમાનપૂર્વક આપે, પ્રિય વચન બોલે, પાત્રની અનુમોદના કરે. આ પાંચ દાનનાં ભૂષણો છે. વળી- પાત્રદાનના પ્રસ્તાવમાં ભવ્યાત્માઓએ વધતા મનના પરિણામવાળા થવું જોઈએ. પરંતુ પંચક શ્રેષ્ઠીની જેમ ઘટતા મનના પરિણામને ધારણ ન કરવા જોઈએ. પંચક શ્રેષ્ઠિનો વૃત્તાંત આ પ્રમાણે છે
પંચક શ્રેષ્ઠીનું દૃષ્ટાંત
કોલ્લર ગામમાં પંચક નામના વ્યવહા૨ીના ઘરે એક વખત કોઈ પણ જ્ઞાની મુનિ આહાર માટે આવ્યા. ત્યારે ઉલ્લસિત ભાવથી તે શ્રેષ્ઠી અખંડધારાથી ઘીનું દાન આપતા હત્તા ત્યારે થોડુંક જ ઓછું એવું પાકું ભરાઈ જવા છતાં પણ તે મુનિએ જ્ઞાનના બળથી તેને મનના પરિણામની