SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો પ્રકાશ - દેશવિરતિ ૧૬૧ સુપાત્રમાં શુદ્ધદાનથી મહાલાભ વળી- શ્રાવકે સાધુઓને એષણીય જ આહાર વગેરે આપવું જોઈએ. કારણ કે તે મહાલાભનું કારણ છે. જો નિર્વાહ થતો હોય તો સર્વથા જ અનેષણીય આહાર ન આપવો જોઈએ. કારણ કે તેનાથી અલ્પ આયુષ્યનો બંધ વગેરે થાય છે. અહીં કોઈક પ્રશ્ન કરે છે કે કુપાત્રદાનથી પાપકર્મનો બંધ પ્રશ્ન-કુપાત્રમાં પણ એષણીય આહાર વગેરેનું દાન તેવા પ્રકારના ગુણ માટે થાય છે કે નહીં? ઉત્તર- કુપાત્રોમાં અપાતું એષણીય પણ અશન વગેરે કેવલ પાપનું કારણ જ થાય છે. પરંતુ નિર્જરાનું કારણ થતું નથી. શ્રીમદ્ ભગવતી અંગમાં કહ્યું છે કે- હે ભગવન્! તેવા પ્રકારના અસંયત, અવિરત, પાપકર્મના પચ્ચકખાણ નહીં કરનારને સચિત્ત કે અચિત્ત, એષણીય કે અષણીય અશન-પાન-ખાદિમ-સ્વાદિમ આપનાર એવા શ્રાવકને શું લાભ થાય ? હે ગૌતમ ! એકાંતે તે પાપકર્મને બાંધે, જરા પણ નિર્જરા ન થાય. (૬૮) પ્રશ્ન- આમ હોય તો શ્રાવકોએ સાધુઓ સિવાય બીજે ક્યાંય પણ દાન ન આપવું જોઈએને? ઉત્તર- ના, એવું નથી. આગમમાં અનુકંપાદાનનો ક્યારે પણ નિષેધ કર્યો નથી. જેથી પૂર્વાચાર્યોએ કહ્યું છે કે जं मुक्खट्ठा दाणं, तं पइ एसो विही समक्खाओ । अणुकम्पादाणं पुण, जिणेहि न कयावि पडिसिद्धं ॥ १ ॥ કુપાત્રદાનના નિષેધ સ્વરૂપ આ વિધિ મોક્ષ માટે જે દાન આપવામાં આવે છે તે દાનને આશ્રયી કહેલો છે. પરંતુ કર્મ નિર્જરાને વિચાર્યા વિના કેવળ કૃપાથી જ જે દાન અપાય છે તે અનુકંપા દાનનો પરમ કૃપાળુ એવા જિનેશ્વરોએ ક્યારે પણ નિષેધ કર્યો નથી. . આથી જ “હે પ્રદેશી! પહેલાં તું રમણીય થઈને પછી અરમણીય ન થતો' એ પ્રમાણે રાજપ્રશ્રીય ઉપાંગમાં કેશી ગણધરના ઉપદેશથી દાનના ત્યાગથી જિનમતની અપભ્રાજના ન થાઓ માટે પ્રદેશ રાજાએ પોતાના દેશને ચાર ભાગમાં વહેંચીને તેના એક વિભાગથી દીન, અનાથ આદિ માટે નિરંતર દાનશાળા પ્રવર્તાવી. જો તીર્થકરોએ શ્રાવકોને બધી જગ્યાએ દાનની આજ્ઞા ન આપી હોય તો તુંગિકા નગરીમાં રહેનારા શ્રાવકના વર્ણનના અધિકારમાં ‘વિછત્રપ૩રમત્તપા' એ વિશેષણ ન આપ્યું હોત. ‘ વિગપ૩૨મત્તપાપ' એટલે ઘણાં લોકો જમતા હોવાથી એઠું વધવાના કારણે ઘણાં ભક્ત-પાનનો જેમના વડે ત્યાગ કરાયો છે એવા શ્રાવકો. કેવળ સાધુઓને દાન આપવામાં ઘણું એઠું અન્ન વધવાની (=ઢોળાવાની) સંભાવના નથી. આનો અર્થ એ નક્કી થયો કે- કર્મનિર્જરા માટે જે દાન આપવું હોય તે સાધુઓને જ આપવું અને અનુકંપાદાન (અનુકંપા કરવા યોગ્ય) બધાયને આપવું. (૬૮). હવે પાત્રદાન સંબંધી જ વિશેષ કહે છેभयेन लोभेन परीक्षया वा, कारुण्यतोऽमर्षवशेन लोके । स्वकीर्तिप्रश्रार्थितया च दानं, नार्हन्ति शुद्धा मुनयः कदापि ॥६९॥
SR No.005692
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2003
Total Pages326
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy