________________
પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ
. ६ छव्विहजयणा गारं ६, छब्भावण भावियं ६ च छठ्ठाणं ६ ।
इय सत्तसट्ठि ६७ लक्खण-भेयविसुद्धं च संमत्तं ॥१४॥
શ્રદ્ધા-૪, લિંગ-૩, વિનય-૧૦, શુદ્ધિ-૩, દોષ-૫, પ્રભાવક-૮, ભૂષણ-૫, લક્ષણ-૫, યતના-૬, આગાર-૬, ભાવના-૬, સ્થાન-૬, એમ ૬૭ લક્ષણ-ભેદથી વિશુદ્ધ સમ્યકત્વ છે.
વ્યાખ્યા- પરમાર્થ સંસ્તવ, પરમાર્થ જ્ઞાતૃ સેવન, વ્યાપન્ન દર્શન વર્જન, કુદર્શન વર્જન એમ ચાર પ્રકારે શ્રદ્ધા છે. શુક્રૂષા, ધર્મરાગ, વૈયાવૃત્ય એમ ત્રણ લિંગ છે. અરિહંત, સિદ્ધ, ચૈત્ય, ચુત, ધર્મ, સાધુવર્ગ, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવચન, દર્શન આ દશનો ભક્તિ-બહુમાન આદિરૂપ દશ પ્રકારનો વિનય છે. જિન- જિનમત- જિનમતમાં રહેલા સાધુ વગેરે આ ત્રણ સિવાયનું બાકી બધું અસાર છે એ પ્રમાણે વિચારવું એ ત્રણ શુદ્ધિ છે. શંકા, કાંક્ષા, વિચિકિત્સા, કુદૃષ્ટિ પ્રશંસા, કુદૃષ્ટિનો પરિચય આ પાંચ દૂષણો છે. પ્રવચની, ધર્મકથી, વાદી, નૈમિત્તિક, તપસ્વી, પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાવાળો, ચૂર્ણઅંજન આદિ સિદ્ધિવાળો અને કવિ આ આઠ પ્રભાવકો છે. જિનશાસનમાં કુશળતા, પ્રભાવના, તીર્થસેવા, સ્થિરતા અને ભક્તિ આ પાંચ ભૂષણો છે. ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્ય આ પાંચ લક્ષણો છે. પરતીર્થિકાદિ વંદન, નમસ્કાર, આલાપ, સંતાપ, આસન આદિનું દાન, ગંધપુષ્પ આદિનું મોકલવું, આ છનો ત્યાગ કરવા સ્વરૂપ છયતના છે. રાજાભિયોગ, ગણાભિયોગ, બલાભિયોગ, દેવાભિયોગ, કાંતારવૃત્તિ અને ગુરુનિગ્રહ આ છ આગારો છે. આ સમ્યકત્વ ચારિત્રધર્મનું મૂળ છે, દ્વાર છે, પ્રતિષ્ઠાન છે, આધાર છે, ભાજન છે, નિધિ છે, આવા પ્રકારનું સમ્યકત્વ કહેવાયેલું છે, એ પ્રમાણે ચિંતન કરવા સ્વરૂપ છ ભાવના છે. જીવ છે, જીવ નિત્ય છે, જીવ કર્મનો કર્તા છે, જીવ કર્મનો ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ જીવ અસ્તિત્વ વગેરે છ સ્થાનો છે. આ પ્રમાણે ૬૭ લક્ષણના ભેદથી વિશુદ્ધ સમ્યકત્વ હોય છે. એ પ્રમાણે બે ગાથાનો અર્થ છે. - હવે આ જ ભેદો વિસ્તારથી કહેવાય છે
શ્રદ્ધા-૪ (૧) પરમાર્થો એટલે તાત્ત્વિક જીવ- અજીવ આદિ પદાર્થો. સંસ્તવ એટલે પરિચય. તાત્પર્ય પ્રાપ્ત થાય તે રીતે બહુમાન પૂર્વક જીવાદિ પદાર્થો જાણવા માટે જે અભ્યાસ કરવો તે પરમાર્થ સંસ્તવ. આ પહેલી શ્રદ્ધા છે.
(૨) પરમાર્થને જાણનારા આચાર્ય વગેરેની સેવા-ભક્તિ કરવી તે પરમાર્થ જ્ઞાતૃ સેવન નામની બીજી શ્રદ્ધા છે.
(૩) વ્યાપન્ન એટલે નષ્ટ પામેલું. દર્શન એટલે સમ્યકત્વ. જેમનું સમ્યકત્વ નાશ પામી ગયું છે તે નિદ્ભવ વગેરે વ્યાપન્નદર્શનવાળા છે. તેમનો ત્યાગ કરવો તે વ્યાપન્નદર્શનવર્જન નામની ત્રીજી શ્રદ્ધા છે. , ' (૪) જેમનું દર્શન (=મત) કુત્સિત (=ખરાબ) છે તે બૌદ્ધ વગેરે કુત્સિતદર્શનવાળા છે. તેમનો ત્યાગ કરવો તે કુત્સિત દર્શન વર્જન નામની ચોથી શ્રદ્ધા છે.