________________
આત્મપ્રબોધ
જીવમાં સમ્યક્ત્વ છે એ પ્રમાણે જેનાથી જણાય છે તે આ ચાર શ્રદ્ધા છે. સમ્યગ્દર્શનવાળા જીવે પોતાના ગુણની વિશુદ્ધિ કરનારું એવું પરમાર્થસંસ્તવ વગેરે હંમેશા આચરવું જોઈએ તથા સમ્યગ્દર્શનને મલિન કરનારું એવું વ્યાપન્ન દર્શન વગેરેના સંસર્ગનો ત્યાગ કરવો જોઈએ. જો વ્યાપન્ન દર્શન વગેરેના સંસર્ગનો ત્યાગ કરવામાં ન આવે તો શ્રેષ્ઠ અમૃત સમાન પણ ગંગાનું પાણી જે પ્રમાણે ખારા સમુદ્રના સંસર્ગથી જલદી ખારું થઈ જાય છે તેવી રીતે સમ્યગ્દષ્ટિ પણ ગુણહીનના સંસર્ગથી ગુણથી હીન બને છે.
લિંગ-૩
૨૦
હવે ત્રણ લિંગને જણાવે છે–
(૧) સાંભળવાની ઈચ્છા તે શુશ્રુષા, અર્થાત્ સદ્બોધના કારણભૂત એવા ધર્મશાસ્ત્રને સાંભળવાની ઈચ્છા તે શુશ્રૂષા. અહીં ભાવ આ પ્રમાણે છે- કોઈક સુખી, ચતુર, રાગી, તરુણ, પ્રિય પતીથી યુક્ત એવો પુરુષ દિવ્યગીતને સાંભળવાને ઈચ્છે તેના કરતાં પણ અતિ ઘણી સિદ્ધાંતને સાંભળવાની ઈચ્છા સમ્યક્ત્વની હાજરીમાં ભવ્ય એવા સમ્યગ્દષ્ટિ જીવને હોય છે. આ સમ્યક્ત્વનું પ્રથમ લિંગ છે.
(૨) ચારિત્ર આદિ ધર્મને વિશે જે અનુરાગ તે ધર્મરાગ. અહીં તાત્પર્ય આ છે- કોઈક બ્રાહ્મણ અટવી ઓળંગીને આવેલો હોય, દરિદ્ર હોય, ભૂખથી શરીર દુર્બળ થઈ ગયું હોય ત્યારે તે જે પ્રમાણે ઘેબર ખાવાને ઈચ્છે છે તે પ્રમાણે તેવા પ્રકારના કર્મના દોષથી સદ્ અનુષ્ઠાન આદિ ધર્મ કરવા અસમર્થ એવા સમ્યદૃષ્ટિ જીવને પણ ધર્મમાં અત્યંત અભિલાષ હોય છે. આ સમ્યક્ત્વનું બીજું લિંગ છે.
(૩) દેવ અને ગુરુની વેયાવચ્ચમાં નિયમ. અહીં અર્થ આ પ્રમાણે છે- અત્યંત આરાધવા યોગ્ય અરિહંતો દેવ છે અને ધર્મનો ઉપદેશ આપનારા આચાર્ય વગેરે ગુરુઓ છે. શ્રેણિક આદિની જેમ દેવ-ગુરુની યથાશક્તિ પૂજા-વિશ્રામણા વગેરે રૂપ વેયાવચ્ચ અવશ્ય કરવી જોઈએ એવો સ્વીકાર કરવો (એવું હ્રદયથી માનવું). આવો સ્વીકાર સમ્યક્ત્વની વિદ્યમાનતામાં હોય. જે આ પ્રમાણે વિરતિ વગરના પણ શ્રેણિકે દેવપૂજામાં ‘દ૨૨ોજ નવા બનાવેલા સુવર્ણના ૧૦૮ જવલાનો સાથિયો દેવની સમક્ષ કરવો' વગેરેનો નિયમ કર્યો, અને તે પુણ્યના પ્રભાવથી તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું. એ પ્રમાણે બીજા ભવ્ય જીવોએ પણ આ કાર્યમાં પ્રયત્ન કરવો. આ ત્રીજું લિંગ છે. આ શુશ્રુષા વગેરે ત્રણ લિંગોથી સમ્યક્ત્વ પ્રગટ થયું છે એ પ્રમાણે નિશ્ચય કરાય છે.
વિનય-૧૦
હવે દશ પ્રકારનો વિનય જણાવે છે- (૧) અરિહંતો = તીર્થંકરો, (૨) સિદ્ઘો = જેમના આઠે કર્મોરૂપી મલપટલ નાશ પામેલા છે, (૩) ચૈત્ય = જિનેશ્વર ભગવંતની પ્રતિમા, (૪) શ્રુત આચારાંગાદિ આગમ, (૫) ધર્મ = ક્ષમા વગેરે, (૬) સાધુધર્મ = શ્રમણનો સમુદાય,(૭) આચાર્ય છત્રીશગુણને ધારણ કરનારા ગણના નાયક, (૮) ઉપાધ્યાય = સૂત્રને ભણાવનારા, (૯) પ્રવચન =