________________
૧૮
આત્મપ્રબોધ
નહીં અને પોત-પોતાની મતિ અનુસારે સુંદર ચિત્ર ચીતરવું. ત્યાર પછી તે બંને પણ હું પહેલો, હું પહેલો એ રીતે સુંદર ચિત્રકાર્ય કરવા લાગ્યા અને આ પ્રમાણે કાર્યને કરતા તે બંનેના જેટલામાં છ મહિના પસાર થયા તેટલામાં ઉત્સુક થયેલા રાજાએ તે બંનેને પૂછયું. તેથી વિમલે કહ્યું: હે સ્વામી! મારો ભાગ તૈયાર છે. ત્યારે જલદીથી ત્યાં જઈને વિચિત્ર રચનાઓથી ચીતરેલા અદ્ભૂત તે ભૂમિભાગને જોઈને સંતોષ પામેલા રાજાએ ઘણું દ્રવ્ય વગેરે આપીને તેની ઉપર ઘણી કૃપા કરી. ત્યાર પછી પ્રભાસને પૂછયું ત્યારે તેણે કહ્યું: હે સ્વામી ! મેં હજી ચિત્રનો આરંભ કર્યો નથી, પરંતુ ચિત્રની ભૂમિનો માત્ર સંસ્કાર જ કરેલો છે. હવે તે રાજાએ ભૂમિ સંસ્કાર કેવા પ્રકારનો છે એ પ્રમાણે વિચારીને કેટલામાં વચ્ચે રહેલો પડદો દૂર કર્યો તેટલામાં ત્યાં ભૂમિમાં અતિ રમણીય સુચિત્રકર્મ જોયું. તેથી રાજાએ તેને કહ્યું: રે ! તું શું અમને પણ છેતરે છે? અહીં તો સાક્ષાત્ ચિત્ર દેખાય છે. તેણે કહ્યું કે સ્વામી ! આ પ્રતિબિંબનું સંક્રમણ છે, પણ ચિત્ર નથી. હવે આ પ્રમાણે કહીને ચિત્રકારે ફરી પણ પડદો કર્યો. તેથી રાજાએ માત્ર ભૂમિ જોઈને વિસ્મયથી પૂછયું: તેં આવા પ્રકારની ભૂમિ કેમ તૈયાર કરી ? તેણે કહ્યું: હે દેવ! આવી ભૂમિમાં ચિત્ર સુસ્થિર થાય છે. રંગની કાંતિ અધિક ક્રૂરે છે અને ચીતરેલાં રૂપો વિશેષથી શોભાને ધારણ કરે છે. તથા જોનારા લોકોને ભાવ ઉલ્લાસ થાય છે. હવે આ પ્રમાણે સાંભળીને તેના વિવેકથી ખુશ થયેલા રાજાએ તેની ઉપર ઘણી કૃપા કરી અને આ પ્રમાણે કહ્યું: આ મારી ચિત્રસભા આવી જ રહેલી અપૂર્વ પ્રસિદ્ધિવાળી થાઓ. તેથી આવીને આવી જ રહે.
અહીં આ ઉપનય છે- અહીં જે સાકેતપુર નામનું નગર છે તે અતિ મહાન સંસાર જાણવો. અને જે મહાબલ નામનો રાજા છે તે સમ્યગૂ ઉપદેશ આપનારા આચાર્ય જાણવા. જે સભા છે તે મનુષ્યગતિ જાણવી. જે ચિત્રકાર છે તે ભવ્ય જીવ જાણવો. જે ચિત્ર સભાની ભૂમિ છે તેના જેવો આત્મા જાણવો. જે ભૂમિનો સંસ્કાર છે તે સમ્યકત્વ જાણવું. જે અહીં ચિત્ર છે તે ધર્મ જાણવો. જે વિવિધ પ્રકારના ચિત્રનાં રૂપો છે તે ઘણા પ્રકારનાં પ્રાણાતિપાતવિરતિ આદિ વ્રતો જાણવા. ચિત્રને ઉજ્વળ કરનારા સફેદ આદિ જે રંગો છે તે ધર્મની શોભા કરનારા વિવિધ પ્રકારના નિયમો જાણવા. જે અહીં ભાવ ઉલ્લાસ બતાવ્યો તે જીવનું વીર્ય જાણવું.
આ પ્રમાણે પ્રભાસ નામના ચિત્રકારની જેમ વિદ્વાનોએ આત્મભૂમિ વિશુદ્ધ કરવી. જેથી કાર્યરૂપી વિચિત્ર ચિત્ર ઉજ્જવળ બને અને અસાધારણ પ્રતિભાવાળી શોભાને ધારણ કરે.
આ પ્રમાણે ચિત્રકારની કથા પૂર્ણ થઈ.
આ જણાવવા દ્વારા સર્વ ધર્મકાર્યમાં સમ્યકત્વની પ્રધાનતા બતાવી અને હવે વિસ્તાર રુચિવાળા જીવોના ઉપકાર માટે તે સમ્યકત્વ જ સડસઠ ભેદથી વિચારવામાં આવે છે. (૧૨) સમ્યકત્વના સડસઠ ભેદचउसद्दहण ४ तिलिंगं ३, दसविणय १० तिसुद्धि ३ पंच गयदोसं-५ । अट्ठपभावण ८ भूसण ५, लक्खण ५ पंचविहसंजुत्तं ॥१३॥