________________
બીજો પ્રકાશ - દેશવિરતિ
૧૫૯
ચૌદશ, આઠમ, અમાસ, પૂનમ આ પર્વોમાં પાપ વ્યાપારથી મુક્ત થયેલો ભાગ્યશાળી પૌષધ કરે. જો કે અહીં નામથી ચાર પર્વતિથિઓ છે, પણ પરમાર્થથી તો મહિનાની અંદર બે ચૌદશ અને બે આઠમનો સદ્ભાવ હોવાથી છ પર્વતિથિઓ છે.
પ્રશ્ન- શ્રાવક પર્વતિથિમાં જ પૌષધતપ કરે ને ? બીજી તિથિમાં ન કરે ને ?
ઉત્તર- અહીં કેટલાક એમ કહે છે કે- શ્રાવકે પૌષધ તપ સર્વ પણ તિથિમાં કરવો જોઈએ. પરંતુ જો તે તે પ્રમાણે કરવા સમર્થ ન હોય તો પર્વતિથિમાં નિયમથી પૌષધ કરે. માટે અહીં પર્વતિથિનું ગ્રહણ કર્યું છે એમ જાણવું. આવશ્યક વૃત્તિમાં તો સ્પષ્ટપણે દરરોજ પૌષધ કરવાનો નિષેધ કરેલો છે. તેથી અહીં પરમાર્થ તો સર્વજ્ઞો જાણે. (૬૫)
હવે સર્વ આહારના ત્યાગથી પણ આ પૌષધ મહાપુણ્યના ફળવાળું હોવાથી અવશ્ય કરવું જોઈએ તે બતાવે છે
नृपनिग्रहरोगादिषु, न ह्यशनाद्यं न धर्ममपि लभसे ।
तत्किं प्रमाद्यसि ? त्वं, ध्रुवधर्मे पोषधे भव्य ! ॥६६॥ હે ભવ્ય ! રાજાએ રોધ કર્યો હોય એટલે કે જેલમાં પૂર્યો હોય, માંદગી હોય આદિ શબ્દથી કોઈએ હરણ કર્યું હોય, દુકાળ વગેરે હોય, આવા સ્થાનોમાં રાજા, વૈદ્ય વગેરેને આધીન હોવાથી તું અશન આદિ મેળવી શકતો નથી અને વિરતિના પરિણામ ન હોવાથી ધર્મને પણ મેળવી શકતો નથી. તેથી આ પ્રમાણે પરાધીનપણામાં પોતાની ઉભય ભ્રષ્ટતા જોઈને અવશ્ય ધર્મના કારણ એવા પૌષધમાં કેમ પ્રમાદ કરે છે? અહીં પ્રમાદ કરવો યોગ્ય નથી. (૬૬)
હવે આ વ્રતમાં દૃષ્ટાંત બતાવવામાં આવે છેयः पोषधस्थः सुतरां सुरेण, पिशाचनागोरगसर्परूपैः । विक्षोभितोऽपि क्षुभितो न किञ्चित्, स कामदेवो न हि कस्य वर्ण्य: ? ॥६७॥
જે પૌષધમાં રહેલો દેવ વડે પિશાચ, હાથી, સાપના દુષ્ટ રૂપોથી અત્યંત ક્ષોભ પમાડાયો હોવા છતાં પણ જરા પણ ક્ષોભ ન પામ્યો તે કામદેવ નામનો વીર શ્રાવક કયા ઉત્તમપુરુષને પ્રશંસનીય નથી થતો? બધાને પણ પ્રશંસનીય જ થાય છે. આ વૃત્તાંત તો આગળ કહેવામાં આવશે. . અહીં ભાવના આ પ્રમાણે કરવી
उग्गं तपंति तवं जे, एएसिं नमो सुसाहूणं ।
निस्संगा य सरीरे वि, सावगो चिंतए मइमं ॥ १॥ અર્થ- પોતાના શરીરમાં પણ નિઃસ્પૃહ એવા જે ઉગ્ર તપને તપે છે તે સુસાધુઓને નમસ્કાર થાઓ. એ પ્રમાણે શ્રાવક વિચારે.
આ પ્રમાણે ત્રીજું શિક્ષાવ્રત કહ્યું. (૬૭)