________________
૧૫૮
આત્મપ્રબોધ
તે આ પ્રમાણે છે
आहारदेहसक्कार-गेहवावारविरइबंभेहिं ।
पव्वदिणाणुढाणं, तइयं पोसहवयं चउहा ॥६४॥ આહાર, દેહસત્કાર, ગૃહવ્યાપારનિવૃત્તિ અને બ્રહ્મચર્યના ભેદથી જે પર્વ દિવસે આચરવા યોગ્ય વ્રત તે પૌષધ વ્રત છે. તેમાં નિવૃત્તિ શબ્દ દરેકની સાથે જોડવાથી આહાર નિવૃત્તિ એટલે અશન આદિનો ત્યાગ. દેહસત્કાર નિવૃત્તિ એટલે સ્નાન, ઉદ્વર્તન, વિલેપન આદિનો ત્યાગ. ગૃહ વ્યાપાર નિવૃત્તિ એટલે ઘરના કાર્યનો ત્યાગ. બ્રહ્મચર્ય એટલે સ્ત્રી સેવનનો નિષેધ. વળી અહીં આહાર નિવૃત્તિરૂપ પૌષધ દેશથી અને સર્વથી એમ બે પ્રકારે છે. તેમાં ત્રિવિધ આહારનું પચ્ચકખાણ કરનારને દેશથી હોય છે. અને ચાર પ્રકારના આહારનું પચ્ચકખાણ કરનારને સર્વથી હોય છે. બાકીના (શરીર સત્કાર, ગૃહવ્યાપાર નિવૃત્તિ અને બ્રહ્મચર્ય) ભેદો સર્વથી જ હોય છે. જેથી કહ્યું છે કે
__करेमि भंते ! पोसहं आहारपोसहं देसओ सव्वओ वा, सरीरसक्कारपोसहं सव्वओ, बंभचेरपोसहं सव्वओ, अव्वावारपोसहं सव्वओ, चउव्विहे पोसहे सावजं जोगं पच्चक्खामि जाव दिवसं अहोरत्तिं वा पन्जुवासामि दुविहं तिविहेणं ।
હે ભગવંત ! પૌષધ કરું છું. આહાર પૌષધ દેશથી અથવા સર્વથી, શરીર સત્કાર પૌષધ સર્વથી, બ્રહ્મચર્ય પૌષધ સર્વથી, અવ્યાપાર પૌષધ સર્વથી, ચાર પ્રકારના પૌષધમાં સાવદ્ય યોગનું પચ્ચકખાણ કરું છું. દ્વિવિધ-ત્રિવિધથી દિવસ સુધીનું અથવા અહોરાત્રિ સુધીનું સ્વીકારું છું. ઈત્યાદિ.
બીજી જગ્યાએ તો બીજી રીતે કહેલું છે. તે આ પ્રમાણે- આ ચારે પ્રકારનો પૌષધ દેશથી અને સર્વથી એમ બે પ્રકારનો છે. તેમાં આહાર પૌષધ દેશથી વિગઈ આદિ ત્યાગ સ્વરૂપ અથવા એક અથવા બે વખત ભોજન કરવા સ્વરૂપ છે. સર્વથી તો ચારે ય પ્રકારના આહારનો ત્યાગ સ્વરૂપ છે. દેહ સત્કાર અને ગૃહ વ્યાપાર પૌષધ તો દેશથી કોઈક દેહસત્કાર વિશેષનું નહીં કરવા સ્વરૂપ અને કોઈક ઘરના વ્યાપારનું નહીં કરવા સ્વરૂપ છે. સર્વથી તો સર્વ પ્રકારના દેહ સત્કાર અને સર્વ પ્રકારના ઘર વ્યાપારને નહીં કરવા સ્વરૂપ છે. બ્રહ્મચર્ય પૌષધ દેશથી બ્રહ્મચર્યના પ્રમાણ કરવા સ્વરૂપ છે. સર્વથી તો સર્વથા બ્રહ્મચર્યના પાલન સ્વરૂપ છે. અહીં આ સામાચારી છે- જે દેશ પૌષધ કરે તે સામાયિક કરે અથવા ન કરે. જે સર્વ પૌષધ કરે તે નિયમાં સામાયિક કરે. જો ન કરે તો ઠગાય છે. તે કેવી રીતે કરે ? ચૈત્ય ઘરમાં, સાધુ પાસે, ઘરે અથવા પૌષધશાળામાં કરે. મણિ અને સુવર્ણનો જેણે ત્યાગ કર્યો છે એવો તે ભણે અથવા પુસ્તકને વાંચે, સાંભળે, ધર્મ ધ્યાનને ધ્યાવે એ રીતે કરે. અહીં તત્ત્વ તો તત્ત્વના જાણનારાઓ જાણે. (૬૪) હવે જે કહ્યું હતું કે પર્વ દિવસે આચરવા યોગ્ય વ્યાપાર તે પૌષધ છે, તેમાં પર્વો બતાવે છે
चतुर्दश्यष्टमीदर्श-पौर्णमासीषु पर्वसु । पापव्यापारनिर्मुक्तः, कुरुते पोषधं कृती ॥६५॥