________________
બીજો પ્રકાશ - દેશવિરતિ
મેં મારી છે ? ત્યાર પછી શિષ્ય તેને ગુસ્સે થયેલા જાણીને ત્યારે મૌન રહ્યો. સંધ્યા સમયે આલોચનાના અવસરે તે મુનિને તેણે દેડકી યાદ કરાવી. ત્યારે વિશેષથી ઉત્પન્ન થયેલા ગુસ્સાવાળા તે તપસ્વી રજોહરણ ઉપાડીને શિષ્યને મારવા માટે દોડ્યા. વચ્ચે થાંભલા સાથે માથું ભટકાવાથી અકસ્માત્ મરીને જ્યોતિષ દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચ્યવીને કનકખલ નામના વનમાં ચંડ કૌશિક નામના તાપસ થયા. ત્યાં પણ પૂર્વના સંસ્કારના કારણે ઘણા કષાયવાળા તે એક વખત આશ્રમમાં ફળ વગેરે ગ્રહણ કરતા રાજકુમારોને હણવા માટે હાથમાં પરશુ લઈને દોડતા વચ્ચે પગ સ્ખલના પામવાથી કોઈ એક ખાડામાં પડ્યા. ત્યાંથી મરીને તે તે જ આશ્રમમાં દૃષ્ટિ વિષે સર્પ થયો. ત્યાં વનમાં પૂર્વભવના અભ્યાસથી અત્યંત મૂર્છિત થયેલા તેણે મનુષ્ય વગેરેના સંચારને સર્વથા રોક્યો.
૧૫૭
એક વખત છદ્મસ્થ અવસ્થામાં શ્રી મહાવીર સ્વામી વિચરતાં ગોવાળીયાઓએ વારવા છતાં લાભ જાણીને તે સર્પના બિલ પાસે પ્રતિમા ધારણ કરીને રહ્યા. ત્યાર પછી તે સર્પ જલદીથી બિલમાંથી બહાર નીકળીને ભગવાનને જોઈને ઉત્કટ કષાય ઉત્પન્ન થયો છે જેને એવા તેણે ભગવાનને ડંશ માર્યો. ત્યારે વજના થાંભલાની જેમ અચલ એવા ભગવાનના શરીરમાંથી નીકળેલ દૂધ જેવું સફેદ લોહી જોઈને વિસ્મય પામેલા, પ્રભુના સ્વરૂપને મનમાં વિચારતા, જેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું છે એવા તેણે પોતાના પૂર્વભવોને જોયા. તેથી વિષ (કષાય) વગરના થયેલા તે સર્પે ભક્તિથી પ્રભુને પ્રદક્ષિણા કરીને અને પ્રણામ કરીને પ્રભુ સમક્ષ સર્વ પણ પોતે કરેલા જીવહિંસા વગેરે અકૃત્યને આલોચી અનશનનો સ્વીકાર કર્યો. ત્યારે મારી દૃષ્ટિથી જીવો ભય ન પામો એ પ્રમાણે વિચા૨ીને જેણે દેશાવગાશિકવ્રત સ્વીકાર્યું છે એવો તે બિલની અંદર પોતાના મુખને નાખીને રહ્યો. ત્યારે આ વાત સાંભળીને ગોપીઓએ માખણથી તેની પૂજા કરી. તેની ગંધથી આવેલી કીડીઓના સમૂહે તેના શરીરમાં લાગીને તેના શરીરને છિદ્રવાળું કર્યું, છતાં પણ તે ચંડકૌશિક સર્પ કાયાથી અને મનથી નિશ્ચલ રહેલો છતો સારી રીતે અનશનનું પાલન કરીને આઠમા સહસ્રાર નામના દેવલોકમાં મહા ઋદ્ધિવાળો દેવ થયો. આ પ્રમાણે દશમા વ્રતમાં ચંડકૌશિક સર્પનું કથાનક પૂર્ણ થયું.
આ પ્રમાણે બીજા પણ સંસારના ભીરુ માણસોએ આ વ્રતના પાલનમાં આદરવાળા થવું જોઈએ. અહીં ભાવના આ પ્રમાણે કરવી
सव्वे अ सव्वसंगेहिं, वज्जिए साहूणो नमंसिज्जा ।
सव्वेहिं जेहिं सव्वं, सावज्जं सव्वहा चत्तं ॥ १ ॥
અર્થ- જેઓએ સર્વ સાવધનો સર્વથા ત્યાગ કર્યો છે એવા અને સર્વ સંગથી રહિત સર્વ સાધુઓને નમસ્કાર કરું છું.
આ પ્રમાણે બીજું શિક્ષાવ્રત કહ્યું. (૬૩)
હવે ત્રીજું પૌષધવ્રત કહેવામાં આવે છે
તે
પૌષ એટલે ધર્મપુષ્ટિ. તે જે કરે છે તે પૌષધ. એટલે કે પર્વ દિવસે આચરવા યોગ્ય વ્યાપાર. જે વ્રત તે પૌષધ વ્રત કહેવાય છે.
સ્વરૂપ