________________
૧૫૬
આત્મપ્રબોધ
હવે બીજું દેશાવગાશિક વ્રત કહેવાય છે
P
છૂટા રાખેલા નિયમોનો દેશમાં = સંક્ષિપ્તવિભાગમાં અવકાશ = રહેવું તે દેશાવકાશ. તેનાથી થયેલું તે દેશાવગાશિક. તે સ્વરૂપ જે વ્રત તે દેશાવગાશિક વ્રત કહેવાય છે. અહીં અર્થ આ છેવ્રતનો સ્વીકાર કરતી વખતે યાવજ્જીવ સુધી ગ્રહણ કરેલા દિવ્રતનું દેશાવગાશિકપણું જાણવું. તે આ પ્રમાણે
पुव्वं गहिअस्स दिसा-वयस्स सव्वव्वयाण वाऽणुदिणं । जो संखेव देसा-वगासिअं तं वयं बिइअं ॥ ६२ ॥
અર્થ- પૂર્વે ગ્રહણ કરેલા દિશાવ્રતનો અથવા સર્વવ્રતોનો દ૨૨ોજ જે સંક્ષેપ તે બીજું દેશાવગાશિક વ્રત છે.
અહીં વૃદ્ધો કહે છે- દિવ્રતનું સંક્ષેપ કરવું તે શેષ વ્રત સંક્ષેપ કરવાનું ઉપલક્ષણ જાણવું. તેઓનો પણ અવશ્ય સંક્ષેપ કરવો જોઈએ. દરેક વ્રતમાં દિવસ, પક્ષ વગેરે મર્યાદાથી સંક્ષેપ ક૨વાનું જો અલગ વ્રત કરવામાં આવે તો વ્રતોની બાર સંખ્યા સાથે વિરોધ આવે. આ કહેવા દ્વારા દેશાવગાશિક દિવ્રતનો જ વિષય છે એવી જે શંકા હતી તે દૂર કરી. દિગ્ વ્રત ગ્રહણ કરનારને દિશાપરિમાણનું દ૨૨ોજ પરિમાણ ક૨વું તે દેશાવગાશિક છે એ પ્રમાણે જે મૂળસૂત્ર છે તે ઉપલક્ષણ સ્વરૂપ છે, એમ તેનું વ્યાખ્યાન કરવું. કેમ કે સૂત્ર માત્ર સૂચના કરનાર હોય છે. અહીં ચૂર્ણિ આ પ્રમાણેકે
एवं सव्ववएसु, जे पमाण ठविआ ते पुणो पुणो ।
दिवसओ ओसारेइ, देवसिआओ रत्तिओसारे ॥ १ ॥
અર્થ- આ પ્રમાણે સર્વ વ્રતોમાં જે પ્રમાણો રાખ્યા હતા તે ફરી ફરી દિવસે ઓછા કરે, દિવસના રાત્રિએ ઓછા કરે. (૬૨)
હવે આ વ્રતમાં દૃષ્ટાંત બતાવવામાં આવે છે
आसन्ननरकवास-श्चण्डमतिश्चण्डकौशिकः सर्पः ।
દેશાવાશિના-ષ્ટમપં સત્વાં નીતઃ ॥ ૬૩॥
નરક ગતિમાં વાસ જેનો નજીકમાં છે, જે પ્રચંડ મતિવાળો છે એવો ચંડકૌશિક સર્પ દેશાવગાશિક વ્રતથી તરત આઠમા દેવલોકમાં ગયો. ભાવાર્થ કથાનકથી જાણવો,
તે આ પ્રમાણે છે
ચંડ કૌશિક સર્પની કથા
કોઈક તપસ્વી મુનિ મહિનાના ઉપવાસના પારણાના દિવસે શિષ્ય સાથે આહાર માટે ગયા. માર્ગમાં તેના પગ નીચે દેડકીની વિરાધના થઈ. ત્યારે શિષ્યે કહ્યું: હે સ્વામી ! આપે આ દેડકી કચરી, આથી મિથ્યા દુષ્કૃત કહો. ત્યાર પછી તેના વચનથી ઉત્પન્ન થયો છે કષાય જેને એવા તે તપસ્વીએ લોકોએ કચરેલી બીજી દેડકીઓ બતાવતાં કહ્યું: અરે ! દુષ્ટાત્મા ! આ મ૨ેલી દેડકીઓ શું