________________
બીજો પ્રકાશ - દેશવિરતિ
૧૫૫ જરાસંધ રાજાની સેવા માટે ગયો હતો ત્યારે પાંડવોએ અને કૌરવોએ તેનો દેશ ભાંગી નાખ્યો. ત્યારે તે વાતને સાંભળીને ગુસ્સે થયેલા દમદંત રાજાએ તરત ઘણું સૈન્ય લઈને હસ્તિનાપુર ઉપર હુમલો કર્યો. ત્યાં બંનેનું અન્યોન્ય મહાન યુદ્ધ થયું. પરંતુ ભાગ્યયોગે પાંડવો અને કૌરવો ભાંગ્યા. જેણે વિજય પ્રાપ્ત કર્યો છે એવો દમદંત તો વિજય ઢક્કાને વગડાવતો પોતાના સ્થાનમાં આવ્યો. ત્યાર પછી કેટલોક કાળ પસાર થયા પછી એક વખત સંધ્યા સમયે પાંચવર્ણવાળા વાદળના સ્વરૂપને જોઈને વૈરાગ્યવાળો થયેલો, સંસાર સ્વરૂપ પણ તેવા પ્રકારનું અસાર છે એમ વિચારતો રાજા પ્રત્યેકબુદ્ધપણે પ્રવ્રજિત થયો. ત્યાર પછી દરેક ગામમાં વિચરતા એક વખત હસ્તિનાપુરમાં કોટના બહારના દેશમાં કાયોત્સર્ગથી રહ્યા. ત્યારે રવાડીએ જતા પાંડવોએ માર્ગમાં તે મુનિને જોઈને આ મુનિ કોણ છે એમ સેવકોને પૂછ્યું. તેઓએ કહ્યું: આ દમદંત રાજર્ષિ છે. ત્યાર પછી પાંડવોએ તરત ઘોડા ઉપરથી ઉતરીને હર્ષપૂર્વક ત્રણ પ્રદક્ષિણા આપીને મુનિને પ્રણામ કરીને તેના બંને પ્રકારના બળની પ્રશંસા કરીને આગળ ચાલ્યા.
ત્યાર પછી કૌરવો આવ્યા. તેમાંથી વૃદ્ધ (મોટા) દુર્યોધને તે જ પ્રમાણે પ્રશ્ન પૂછવા પૂર્વક દમદંતને જાણીને “અહો ! આ તો અમારો દુશમન છે આનું તો મુખ પણ ન જોવું જોઈએ.” ઈત્યાદિ દુર્વાક્યોથી તેનો તિરસ્કાર કરીને ક્રોધપૂર્વક સાધુ સન્મુખ બીજોરાનું ફળ નાખીને આગળ ચાલ્યો. ત્યાર પછી તેની પાછળ આવતા બધા પણ સૈનિકોએ યથા રાજા તથા પ્રજા” એ ન્યાયથી કાષ્ઠ, ધૂળ, પથ્થર વગેરે નાખવાથી મુનિની ચારે બાજુ અતિ ઊંચો જાણે રાફડો હોય તેમ કર્યું. હવે પાંડવો ઇચ્છાપૂર્વક વનમાં ક્રીડા કરીને પાછા વળતાં માર્ગમાં મુનિના સ્થાને તે મોટો રાફડો જોઈને પ્રશ્નપૂર્વક કૌરવોએ કરેલા તે સર્વ દુશ્ચરિત્રને જાણીને તરત ત્યાં આવીને પથ્થર વગેરે દૂર કરવાપૂર્વક તે દમદંત રાજર્ષિને વિધિપૂર્વક વંદન કરીને અને નમસ્કાર કરીને પોતાના સ્થાને ગયા. ત્યારે આ પ્રમાણે પાંડવોથી માનિત અને કૌરવોથી અપમાનિત કરાયેલા પણ તે મુનીશ્વરે પોતાના મનથી બંને તરફ સમભાવ ધારણ કર્યો. જરા પણ રાગ-દ્વેષ ન કર્યો. ત્યાર પછી તે મુનિ બહુ કાળ ચારિત્ર આરાધીને અંતે ઉત્તમ ગતિના ભાગી થયા. આ પ્રમાણે દમદંત રાજર્ષિનું કથાનક પૂર્ણ થયું.
આ પ્રમાણે પોતાના ગુણના અભિલાષી એવા બીજાઓએ પણ સામાયિકમાં સ્થિર મનના પરિણામવાળા થવું જોઈએ. અહીં ભાવના આ પ્રમાણે કરવી
धन्ना ते जियलोए, जावज्जीवं करंति जे समणा । सामाइयं विसुद्धं, निच्चं एवं विचिंतिजा ॥१॥ कइआ णु अहं दिक्खं, जावज्जीवं जहट्ठिओ समणो ।
निस्संगो विहरिस्सं, एवं च मणेण चिंतिजा ॥२॥ અર્થ- જે સાધુઓ માવજીવ સુધી વિશુદ્ધ સામાયિકને કરે છે તેઓ જીવલોકમાં ધન્ય છે. આ પ્રમાણે નિત્ય વિચારે. (૧) ક્યારે હું માવજીવ દીક્ષા લઈને યથાવસ્થિત, નિસંગ સાધુ થઈને વિચરીશ. એ પ્રમાણે મનથી વિચારે. (૨)
આ પ્રમાણે પહેલું શિક્ષાવ્રત કહ્યું. (૬૧)