________________
૧૫૪
આત્મપ્રબોધ
(૨૯) મલ દોષ- સામાયિક વખતે શરીરનો મેલ ઉતારવો તે મલ દોષ છે. (૩૦) વિમાસણ દોષ- સામાયિકના સમયમાં એદીની માફક બેસી રહેવું તે વિમાસણ દોષ છે. (૩૧) નિદ્રા દોષ- સામાયિકમાં ઊંઘવું તે નિદ્રા દોષ છે. (૩૨) વસ્ત્ર-સંકોચન દોષ- સામાયિકમાં ટાઢ વગેરેના કારણથી કેિ વિના-કારણે] વસ્ત્રને સંકોરવાં
તે વસ્ત્ર-સંકોચન દોષ છે.
(આ બત્રીસ દોષોનો અર્થ શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર-પ્રબોધ ટીકાના આધારે લીધો છે.) આ બત્રીસ પણ દોષો સામાયિકમાં છોડવા જોઈએ. (૫૯)
વળીगृही त्रसस्थावरजन्तुराशिषु, सदैव तप्ताऽऽयसगोलकोपमः । . सामायिकावस्थित एष निश्चितं, मुहूर्तमानं भवतीह तत्सखः ॥६०॥
અહીં આ સંસારમાં ગૃહસ્થ ત્રસ અને સ્થાવર જીવ સમૂહને હંમેશા જ સંતાપ કરનારો હોવાથી તપેલા લોઢાના ગોળા જેવો છે. સામાયિકમાં રહેલો આ ગૃહસ્થ મુહૂર્ત માત્ર એટલે કે બે ઘડી સુધી આરંભથી રહિત હોવાથી નિશ્ચયથી તે જીવોનો મિત્ર થાય છે. સાવદ્ય યોગ પ્રત્યાખ્યાન સ્વરૂપ સામાયિકનું મુહૂર્ત પ્રમાણ કાળ સિદ્ધાંતમાં નહીં કહેલું હોવા છતાં નવકારશીના પચ્ચકખાણની જેમ અહીં જાણવું. પ્રત્યાખ્યાનનો કાળ જઘન્યથી પણ એક મુહૂર્ત છે. (૬૦)
હવે દૃષ્ટાંતો બતાવવામાં આવે છે__सदैव सामायिकशुद्धवृत्ति र्मानेऽपमानेऽपि समानभावः ।
मुनीश्वरः श्रीदमदन्तसञो, बभूव सद्भूतसमृद्धिभोगी ॥६१॥ - નિરંતર સામાયિકમાં શુદ્ધવૃત્તિવાળા, આથી જ માન-અપમાનમાં પણ સમાન મનના વ્યાપારવાળા, આવા પ્રકારના શ્રી દમદંત નામના મુનીશ્વર સમ્યક્ સ્વરૂપવાળી સમૃદ્ધિના ભોગી થયા. સામાયિકમાં રહેલો ભવ્યાત્મા આવા સ્વરૂપવાળો જ હોય છે. કહ્યું છે કે
निंदपसंसासु समो, समो अ माणावमाणकारीसु ।
समसयणपर(रि)यणमणो, सामाइअसंगओ जीवो ॥ १॥ અર્થ- સામાયિકના સંગવાળો જીવ નિંદા-પ્રશંસામાં સમાન હોય છે અને માન-અપમાન કરનારાઓ વિશે સમાન હોય છે. સ્વજન અને પરિજનમાં સમાન મનવાળો હોય છે. અહીં પૂર્વે સૂચવાયેલા દમદંત મુનિનો વૃત્તાંત આ પ્રમાણે છે
દમદંત મુનિની કથા હતિશીર્ષ નામના નગરમાં પ્રબલ બલ અને સમૃદ્ધિથી યુક્ત દમદંત નામનો રાજા સુખેથી રાજ્યનું પાલન કરતો હતો. તે અવસરે હસ્તિનાપુરમાં પાંડવો અને કૌરવો રાજયનું પાલન કરતા હતા. તેઓનો દમદંત રાજાની સાથે સીમા નિમિત્તે મોટો વિવાદ થયો. તેથી એક વખત દમદંત રાજા