________________
બીજો પ્રકાશ -
દેશવિરતિ
૧૫૩
(૧૪) સંક્ષેપ દોષ- સામાયિક લેતી વખતે તેની વિધિના પાઠ તથા સ્વાધ્યાય દરમિયાન અન્ય કોઈ સૂત્રસિદ્ધાંતના પાઠ ટૂંકાણમાં બોલી જવા તે સંક્ષેપ દોષ છે, મતલબ કે તે સ્ફુટ અને સ્પષ્ટાક્ષરે બોલવા જોઈએ.
(૧૫) કલહ દોષ- સામાયિક દરમિયાન કોઈની સાથે કલહકારી વચન બોલવું તે કલહ દોષ છે. (૧૬) વિકથા દોષ- સામાયિક દરમિયાન સ્ત્રીનાં રૂપ-લાવણ્ય-સંબંધી, ખાન-પાનના-સ્વાદ સંબંધી, લોકાચાર સંબંધી કે કોઈની શોભા યા સૌન્દર્ય સંબંધી વાતચીત કરવી તે વિકથા દોષ છે. (૧૭) હાસ્ય દોષ- સામાયિકમાં કોઈની હાંસી કરવી કે હસવું એ હાસ્ય દોષ છે. (૧૮) અશુદ્ધ દોષ- સામાયિકના સૂત્રપાઠમાં કાનો, માત્રા કે મીંડું ન્યૂનાધિક બોલવાં અથવા હ્રસ્વનો દીર્ઘ ને દીર્ઘનો દ્રસ્વ ઉચ્ચાર કરવો, અથવા તો સંયુક્તાક્ષરોને તોડીને બોલવા અને છૂટા અક્ષરોને સંયુક્ત બોલવા તે અશુદ્ધ દોષ છે.
(૧૯) નિરપેક્ષ દોષ- અપેક્ષા રહિત વચન બોલવું એટલે કે નિશ્ચયકારી ભાષાનો ઉપયોગ કરવો તે નિરપેક્ષ દોષ છે. આ કાર્ય હું જરૂ૨ ક૨ીશ, તમારું કામ થશે જ વગેરે વાક્ય-પ્રયોગો નિરપેક્ષ છે, જ્યારે આ કાર્ય માટે હું બનતો પ્રયત્ન કરીશ, તમારું કામ થવાનો સંભવ છે વગેરે વાક્યપ્રયોગો સાપેક્ષ છે. આ જાતની ભાષામાં જૂઠા પડવાનો સંભવ રહેતો નથી. (૨૦) મુણમુણ દોષ- સામાયિક સમય દરમિયાન ગણગણ્યા કરવું અથવા સૂત્રપાઠમાં ગરબડ ગોટા વાળવા તે મુણમુણ દોષ છે.
કાયાના બાર દોષો
(૨૧) અયોગ્યાસન દોષ- સામાયિકમાં પગ પર પગ ચડાવીને બેસવું તે અયોગ્યાસન દોષ છે. (૨૨) અસ્થિરાસન દોષ- ડગમગતા આસને અથવા જ્યાંથી ઊઠવું પડે તેવા આસને બેસીને સામાયિક કરવું, તે અસ્થિરાસન દોષ છે.
(૨૩) ચલદૃષ્ટિ દોષ- સામાયિકમાં બેઠા છતાં ચારે બાજુ નજર ફેરવ્યા કરવી તે ચલદૃષ્ટિ દોષ છે. (૨૪) સાવધક્રિયા દોષ- સામાયિકમાં બેઠા છતાં કોઈ પણ ઘરકામની કે વેપાર-વણજને લગતી વાતનો સંજ્ઞાથી ઈશારો કરવો તે સાવધક્રિયા દોષ છે.
(૨૫) આલંબન દોષ- સામાયિક વખતે કોઈ ભીંત કે થાંભલાનું આલંબન લઈને બેસવું તે આલંબન દોષ છે.
(૨૬) આકુંચન-પ્રસારણ દોષ- સામાયિક ચાલુ છતાં હાથ-પગને લાંબા-ટૂંકા કરવા તે આકુંચનપ્રસારણ દોષ છે.
(૨૭) આલસ દોષ-સામાયિકના સમયમાં આલસ મરડવી તે આલસ દોષ છે.
(૨૮) મોટન દોષ- સામાયિકના સમય દરમિયાન હાથ-પગની આંગળીના ટાચકા ફોડવા-ટચાકા વગાડવા (શરીર મરડવું)તે મોટન દોષ છે.