________________
બીજો પ્રકાશ - દેશવિરતિ
૧૨૯
ત્યારપછી તે બુદ્ધદાસ તેણીની સાથે વિષય સુખને ભોગવતો સુખેથી કાળને પસાર કરતો ત્યાં ઘણું દ્રવ્ય ઉપાર્જન કરીને પોતાના દેશમાં જવા માટે એક વખત વિનયથી સસરાને પૂછયું. ત્યારે શ્રેષ્ઠિએ કહ્યું: હે વત્સ! તે સારું કહ્યું. પણ તારા માતા-પિતા વૈધર્મિક છે. આથી કહેવાય છે કે પાડા જેવા તે, ઘોડી જેવી આને કેવી રીતે સહન કરશે? જમાઈએ કહ્યું: હું આને અલગ ઘરમાં રાખીશ. આ સંબંધી આપે કોઈપણ ચિંતા ન કરવી. મને જવાની આજ્ઞા આપો. સસરાએ કહ્યું: તમારો માર્ગ કુશળ થાઓ. ત્યાર પછી તે સસરાના આદેશથી સુભદ્રાની સાથે યાન ઉપર આરૂઢ થયેલો માર્ગમાં ચાલતો ક્રમે કરી ચંપાનગરીમાં આવીને તેને અલગ આવાસમાં રાખીને સ્વયં પોતાના ઘરે જઈને માતા-પિતાને મળ્યો. ત્યાં બધોય પૂર્વનો વૃત્તાંત કહીને પોતાના કાર્યમાં તત્પર થયેલો પોતાના ઘરે રહ્યો. હવે ત્યાં રહેલી તે સુભદ્રાએ સ્વાભાવિક રીતે આહત્ ધર્મને સેવ્યો. પરંતુ તેની સાસુ અને નણંદોએ તેના છિદ્રો જોયા. આ પ્રમાણે કાળ પસાર થયે છતે એક વખત ભક્તપાન માટે સાધુઓ તેના ઘરમાં આવ્યા હતા. ત્યારે સાસુ, નણંદ વગેરેએ બુદ્ધદાસને કહ્યું કે- તારી પતી જૈન મુનિઓની સાથે રમે છે. તેણે કહ્યું: અહો ! આ પ્રમાણે ન બોલવું. કારણ કે- આ મહાસતી, સુકુલીન, જૈન ધર્મમાં રક્ત છે. આ કુશીલા નથી. તમે ધર્મની ઈર્ષ્યાથી આ પ્રમાણે કહો છો. પરંતુ તમને આ પ્રમાણે બોલવું ઘટતું નથી. તેના વચનને સાંભળીને અતિ માત્સર્યને ધારણ કરતા તેઓએ વિશેષથી આના છિદ્રોને શોધવાનું કર્યું.
હવે એક વખત તેના ઘરે ભિક્ષા માટે સાધુ આવ્યા. તેમની આંખમાં પવનથી ઉડતું તૃણ પડ્યું. પરંતુ જિનકલ્પિક હોવાથી શરીરસંસ્કારમાં વિમુખ તે સાધુએ તે તૃણને દૂર ન કર્યું. ત્યારપછી ભિક્ષાને આપતી સુભદ્રાએ તેમની આંખમાં વ્યથાની આશંકા કરીને જીભના અગ્રભાગથી જલદીથી તેના તૃણને ખેંચી કાઢ્યું. ત્યારે તેણીનું કુંકુમતિલક મુનિના ભાલ ઉપર લાગ્યું. ત્યારપછી ઘરમાંથી બહાર નીકળતાં તે મુનિને ભાલ ઉપર તિલકવાળા જોઈને બુદ્ધદાસની માતાએ પુત્રને બતાડ્યું અને કહ્યું કે- “હે વત્સ ! પતીના શીલને જો.” તેથી બુદ્ધદાસ પણ તે અભિજ્ઞાનના (=તિલકના ચિહ્નના) બળથી તેના વચનને સ્વીકારીને તે દિવસથી જ તેના વિશે વિરક્ત થયો. હવે તે સતીએ પતિને સ્નેહ વિનાના જાણીને મનમાં વિચાર્યું: “અહો ! મારા નિમિત્તે શ્રી જિનશાસનમાં અકસ્માત આ અપવાદ થયો. આથી જીવિતના ત્યાગથી પણ આ મલિનતા જો દૂર કરું તો સારું થાય.' એ પ્રમાણે વિચારીને આ પ્રમાણે અભિગ્રહ કર્યો. “જ્યાં સુધી આ મલિનતા દૂર નહીં થાય ત્યાં સુધી હું કાયોત્સર્ગને નહીં પારું ? - ત્યાર પછી જિનપૂજા કરીને શાસનસુરીને મનમાં ધારણ કરીને સંધ્યા સમયે ઘરના એકાંત પ્રદેશમાં તેણી કાયોત્સર્ગથી રહી. ત્યારે સમ્યગૂ ધ્યાનથી ખેંચાયેલી શાસનસુરી પ્રગટ થઈને પ્રીતિથી તેણીને કહ્યું: હે વત્સ ! તારી બોલાવેલી હું અહીં આવી છું. જલદી કહે છું તારું સમીહિત કરું ? આ સાંભળીને ખુશ થયેલી સુભદ્રાએ પણ કાયોત્સર્ગ પારીને તેને નમીને કહ્યું હે દેવી ! શાસનનું આ કલંક દૂર કરો. દેવીએ કહ્યું: હે વત્સ! તું ખેદ ન કર. તારા કલંકને દૂર કરવા માટે અને જિનશાસનની પ્રભાવના માટે સવારે બધું સારું કરીશ. તું ચિંતારહિત બનીને શયન કર. આ પ્રમાણે કહીને દેવી અદશ્ય થઈ. નિદ્રા કરીને સવારે જાગેલી સુભદ્રાએ પણ દેવગુરુનું સ્મરણ-પૂજન આદિ નિત્ય ક્રિયા