________________
આત્મપ્રબોધ
પામીને ? તે બતાવે છે- જેણે કલ્પવૃક્ષના માહાત્મ્યને હલકો કરી નાખ્યો છે, સંપૂર્ણ સુખની શ્રેણિને આપવામાં સમર્થ છે, અપાર સંસાર સાગરને ઉતારવા માટે વહાણ સમાન છે, અતિ પવિત્ર છે. આવા પ્રકારના પણ ચારિત્રને પામીને આ આ પ્રમાણે વર્તે છે, માટે ભાગ્યથી ઠગાયો છે. એવી મતિવાળો તે શ્રાવક થાય. તથા કોઈક સાધુને ક્યાંય પણ સ્ખલના પામેલો જુએ તો તેના ઉપ૨ સ્નેહ વગરનો ન થાય. પરંતુ એકાંતમાં તેને માતા-પિતાની જેમ સુશિખામણ આપે. કહ્યું છે કેसाहुस्स कहवि खलिअं, दट्ठूण न होइ तत्थ निन्नेहो । पुण एते अम्मा-पिओ व्व से चोअणं देइ ॥ १॥
૧૮૮
અર્થ- સાધુને ક્યાંય પણ સ્ખલના પામેલો જોઈને તેના ઉપર સ્નેહ વગરનો ન થાય. પણ એકાંતમાં માતા-પિતાની જેમ તેને પ્રેરણા કરે. આ કહેવા દ્વારા શ્રાવક સાધુઓના માતા-પિતા સમાન છે તેમ સૂચન કર્યું. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે- શ્રાવકો ચાર પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે- માતા-પિતા સમાન, ભાઈ સમાન, મિત્ર સમાન, અને શોક્ય સમાન. આના સ્વરૂપને જણાવનારી ગાથા આ પ્રમાણે છે
चिंतइ मुणिकज्जाई, न दिट्ठखलिओवि होइ निन्नेहो । एतच्छलो मुणि-जणस्स जणणीसमो सड्ढो ॥ १ ॥ हिअए ससिणेहो च्चिअ, मुणीण मंदादरो विणयकज्जे । भाउसमो साहूणं, पराभवे होइ सुसहाओ ॥ २॥ मित्तसमाणो माणाई, रूसइ अपुच्छिओ कज्जे । मन्त्रंतो अप्पाणं, मुणीण सयणाओ अब्भहिअं ॥ ३ ॥ थद्धो छिद्दप्पेही, पमायखलिआणि निच्चमुच्चरइ । सड्ढो सवक्किकप्पो, साहुजणं तणसमं गणइ ॥ ४ ॥
અર્થ- સાધુઓનાં કાર્યોની ચિંતા કરે, સ્ખલના પામેલો જુએ તો પણ સ્નેહ વગરનો ન થાય. મુનિજન પ્રત્યે એકાંતે વાત્સલ્યવાળો શ્રાવક માતા સમાન છે. હૃદયમાં સ્નેહવાળો હોય, છતાં મુનિઓના વિનયકાર્યમાં મંદ આદ૨વાળો હોય. પરાભવમાં સુસહાય કરનારો શ્રાવક સાધુઓનો ભાઈ સમાન છે. કાર્યમાં જો પૂછવામાં ન આવે તો માન આદિના કારણે રિસાઈ જાય. પોતાના સ્વજનોથી પણ મુનિઓને અધિક માને એવો શ્રાવક મિત્ર સમાન છે. સ્તબ્ધ હોય, છિદ્રને જોનારો હોય, પ્રમાદના કારણે સ્ખલના પામેલાઓની સ્ખલનાને નિત્ય કહેતો ફરે, સાધુજનને તૃણ સમાન ગણે, આવો શ્રાવક શોક્ય સમાન છે. (૭૯)
શ્રાવકનાં અહોરાત્રનાં કાર્યો
હવે શ્રાવકનાં અહોરાત્રનાં કાર્યોને સંક્ષેપથી બતાવે છે–
प्रबुध्य दोषाऽष्टमभागमात्रे, स्मृत्वोज्ज्वलां पंचनमस्कृतिं च ।
अव्यापृतोऽन्यत्र विशुद्धचेता, धर्मार्थिकां जागरिकां स कुर्यात् ॥ ८० ॥