________________
૧૮૭.
બીજો પ્રકાશ - દેશવિરતિ અભિલાષ, ક્રૂર પરિણામે, પ્રાણનાશ, ધનહાનિ, રાજદંડ વગેરે અનર્થ, ઝગડાની વૃદ્ધિ વગેરે ઘણા દોષો સંભવે છે. આથી તેનો ત્યાગ કરવો એ જ યુક્ત છે એમ જાણવું. (૭૭). વળી (શ્રાવક કેવો હોય)
मातापित्रोक्तः कुलशीलसमैश्च विहितवीवाहः ।
दीनातिथिसाधूनां, प्रतिपत्तिकरो यथायोग्यं ॥ ७८ ॥ માતા-પિતાનો ભક્ત હોય, કુલ અને શીલથી સમાન હોય તેઓની સાથે વિવાહ કરનારો હોય, દીન-અતિથિ-સાધુઓની યથાયોગ્ય સેવા કરનારો હોય. અહીં કુલ એટલે ઉગ્ર વગેરે કુલ. શીલ એટલે ધર્મ અને આચાર. તેનાથી સમાન હોય તેઓની સાથે અને ઉપલક્ષણથી ધન અને મહત્ત્વથી પોતાની સમાન હોય તેઓની સાથે વિવાહ કરનારો હોય. વિવાહમાં વિષમતા હોય તો નિત્ય ઉદ્વેગ થવાથી ધર્મની હાનિ થાય. (૭૮) તથા
परिहरति जनविरुद्धं, दीर्घ रोषं च मर्मवचनं च ।
इष्टः शत्रूणामपि, परतप्तिविवर्जको भवति ॥७९॥ લોક વિરુદ્ધ, લાંબા કાળ સુધીનો રોષ, મર્મવચન, અને પરની નિંદાનો ત્યાગ કરનાર હોય, અને શત્રુઓને પણ ઇષ્ટ હોય. અહીં લોક વિરુદ્ધનો એટલે શિષ્ટ લોકની વિરુદ્ધ કાર્ય હોય તેનો ત્યાગ કરનારો હોય. (૭૯) લોક વિરુદ્ધ કાર્યો આ પ્રમાણે છે
सव्वस्स चेव निंदा, विसेसओ तह य गुणसमिद्धाणं । उजुधम्माणं हसणं, रीढा जणपूयणिजाणं ॥१॥ बहुजंणविरुद्धसंगो, देसाइ आयारलंघणं चेव ।
एमाइयाइं इत्थओ, लोगविरुद्धाइं नेआई ॥२॥ અર્થ- બધાયની નિંદા, વિશેષથી ગુણથી યુક્તોની નિંદા, સરળ ધર્મીઓને હસી કાઢવા, જનપૂજનીય લોકોનો ઉપહાસ, બહુજન વિરુદ્ધનો સંગ, દેશ આદિના આચારને ઓળંગવું. અહીં આ બધાં લોક વિરુદ્ધ કાર્યો જાણવાં.
તથા શ્રાવકે પાર્થસ્થ આદિના અબ્રહ્મસેવા વગેરે દુરાચારને જોઈને ધર્મથી વિમુખ ન થવું.
કહ્યું છે કે
पासत्थाईण फुडं, अहम्मकम्मं निरिक्खए तहवि ।
सिढिलो होइ न धम्मे, एसो च्चिय वंचिओ त्ति मई ॥ १॥ અર્થ- પાસસ્થા વગેરેના અધર્મકાર્યને સ્પષ્ટપણે જુએ તો પણ ધર્મમાં શિથિલ ન થાય. પણ આ બિચારો ભાગ્યથી ઠગાયો છે. જે આવા પ્રકારના ચારિત્રને પામીને પણ, કેવા પ્રકારના ચારિત્રને