________________
૨૮૦
આત્મપ્રબોધ
(૧) ગોળ (૨) ત્રિકોણ (૩) ચોરસ (૪) લાંબુ (૫) પરિમંડલ (બંગડી આકાર) એ પાંચ સંસ્થાન. (૧) કૃષ્ણ (૨) નીલ (૩) પીત (૪) રક્ત (૫) શ્વેત એ પાંચ વર્ણ. (૧) તિક્ત (૨) કટુ (૩) કષાય (૪) આમ્સ (૫) મધુર એ પાંચ રસ. (૧) સુરભિ (૨) દુરભિ એમ બે ગંધ. (૧) ગુરુ (૨) લઘુ (૩) કોમળ (૪) કર્કશ (૫) શીત (૬) ઉષ્ણ (૭) સ્નિગ્ધ (૮) રુક્ષ એ આઠ સ્પર્શ. (૧) સ્ત્રી (૨) પુરુષ (૩) નપુંસક એ ત્રણ વેદ. (૧) અંગ એટલે શરીર. (૨) સંગ એટલે પરવસ્તુનો સંસર્ગ. (૩) ભવ એટલે જન્મ.
સિદ્ધ ભગવંતો આ એકત્રીશ ઉપાધિઓથી રહિત હોય છે. આથી જ એકત્રીશ ગુણથી સમૃદ્ધ, સિદ્ધ, બુદ્ધ એવા જિનને અમે નમસ્કાર કરીએ છીએ. (૨૫)
કર્મક્ષયથી સિદ્ધના આઠ ગુણો હવે સિદ્ધ ભગવંતોમાં આઠ કર્મોના ક્ષયથી ઉત્પન્ન થયેલા જે આઠ ગુણો છે તેને બતાવે
છે_
नाणं १ च दंसणं २ चेव, अव्वाबाहं ३ तहेव सम्मत्तं ४ ।
अक्खयठिई ५ अरूवं ६, अगुरुलघू ७ वीरियं ८ हवई ॥२६॥ (૧) જ્ઞાન (૨) દર્શન (૩) અવ્યાબાધ (૪) સમ્યકત્વ (૫) અક્ષયસ્થિતિ (૬) અરૂપીપણું (૭) અગુરુલઘુ (૮) વીર્ય એમ આઠ ગુણો છે.
અહીં તાત્પર્ય આ છે- જ્ઞાનાવરણ કર્મના ક્ષયથી અનંતજ્ઞાનપણું પ્રાપ્ત થાય છે. દર્શનાવરણીય કર્મના ક્ષયથી અનંત દર્શનપણું પ્રાપ્ત થાય છે. વેદનીય કર્મના અપગમથી અવ્યાબાધપણું પ્રાપ્ત થાય છે. આ ગુણથી અનંતા સિદ્ધો પરિમિત ક્ષેત્રમાં અન્યોન્યને અવગાહીને રહેલા હોવા છતાં તેમને પરસ્પર વ્યાબાધાનો અભાવ છે. તથા મોહનીય કર્મના અપગમથી ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. આયુષ્ય કર્મના ક્ષયથી અક્ષય સ્થિતિ પણું અને નામકર્મના ક્ષયથી અરૂપીપણું પ્રાપ્ત થાય છે. ગોત્ર કર્મના ક્ષયથી અગુરુલઘુપણું પ્રાપ્ત થાય છે. ઉચ્ચ ગોત્રના ઉદયે લોકમાં ગૌરવ થાય છે અને નીચ ગોત્રના ઉદયે હલકાઈ થાય છે. સિદ્ધોને તે બંનેય ગોત્રનો અભાવ હોવાથી અગુરુલઘુપણું જ હોય છે.
પ્રશ્ન- સજ્જનોને સિદ્ધ ભગવંતો પૂજ્ય જ છે. આથી ગુરુપણું છે. નાસ્તિકોને સિદ્ધ ભગવંતો અપૂજ્ય છે. આથી લઘુપણું છે. તેથી અહીં અગુરુલઘુપણું કેમ કહેવાય?
ઉત્તર- જે પ્રમાણે ઊંચા ગોત્રવાળા પુરુષના આગમનમાં ઊભા થવું, આસન આપવું વગેરે પૂજા કરાય છે અને નીચ ગોત્રવાળા પુરુષના આગમમાં તેને દૂર બેસાડાય છે તે પ્રમાણે અહીં સિદ્ધ અવસ્થામાં વ્યવહાર નથી. આથી અગુરુલઘુપણું યુક્ત જ છે. તથા અંતરાય કર્મના ક્ષયથી અનંતવીર્યપણું પ્રાપ્ત થાય છે. આથી જ તેઓને લોકાલોકવર્તી અનંત પદાર્થોનું એકી સાથે જ્ઞાનથી