________________
ચોથો પ્રકાશ - પરમાત્મતા
૨૮૧ ગ્રહણ સંભવે છે. સિદ્ધોને અનંત સુખ છે એમ જે કહેવાય છે તે વેદનીય કર્મના અપગમથી અથવા મોહનીયકર્મના અપગમથી ઉત્પન્ન થતું હોવાથી અવ્યાબાધ સ્વરૂપ અથવા સમ્યકત્વ સ્વરૂપ જ જાણવું. આ પ્રમાણે સિદ્ધના ગુણો કહ્યા. આ પ્રમાણે સકલ મંગલ સ્વરૂપ પરમાત્માનું સ્વરૂપ કહ્યું.
इत्थं स्वरूपं परमात्मरूपं, निधाय चित्ते निरवद्यवृत्तेः ।।
सद्ध्यानरङ्गात्कृतशुद्धिसङ्गा, भजन्तु सिद्धिं सुधियः समृद्धिं ॥१॥ અર્થ- આવા સ્વરૂપવાળા પરમાત્મરૂપને નિર્દોષ વૃત્તિથી ચિત્તમાં ધારણ કરીને શુદ્ધ ધ્યાનના રંગથી જેમણે શુદ્ધિનો સંગ કર્યો છે એવા સારી બુદ્ધિવાળા જનો સિદ્ધિરૂપી સમૃદ્ધિને ભજો. ૧
भगवत्समयोक्तीना-मनुसारेणैष वर्णितोऽस्ति मया ।।
परमात्मत्वविचारः, शुद्धः स्वपरबोधकृते ॥ २॥ અર્થ- ભગવાનના આગમોના વચનોને અનુસાર આ શુદ્ધ પરમાત્મતાનો વિચાર પોતાના અને બીજાના બોધ માટે મેં વર્ણવ્યો છે. રા
આ પ્રમાણે શ્રી જિનભક્તિસૂરીંદ્રના ચરણકમળને સેવનારા શ્રી જિનલાભસૂરિએ સંગ્રહ કરેલા આત્મપ્રબોધ ગ્રંથમાં પરમાત્મતા વર્ણન નામનો ચોથો પ્રકાશ સમાપ્ત થયો. (૨૬)
આત્મબોધની દુર્લભતા - नरेन्द्रदेवेन्द्रसुखानि सर्वा-ण्यपि प्रकामं सुलभानि लोके ।
परं चिदानन्दपदैकहेतुः, सुदुर्लभस्तात्त्विक आत्मबोधः ॥१॥ આ લોકમાં નરેંદ્ર (ચક્રવર્તી) અને દેવેંદ્ર (ઇંદ્ર)નાં સર્વે સુખ પ્રાપ્ત થવા અતિ સુલભ છે. પરંતુ ચિદાનંદ પદ (મોક્ષ)નું કારણ એવો તાત્ત્વિક આત્મબોધ અતિદુર્લભ છે. (૧)
આત્મબોધ ઉપાર્જનનો ઉપદેશ ततो निरस्याखिलदुष्टकर्म व्रजं सुधीभिः सततं स्वधर्मः ।
समग्रसांसारिकदुःखरोध-स्समर्जनीयः शुचिरात्मबोधः ॥२॥ તેથી ઉત્તમ બુદ્ધિવાળા પુરુષોએ સકલ દુષ્ટ કર્મના સમૂહનો નાશ કરી સંસારનાં સર્વ દુઃખોને રોકનારો, પવિત્ર, આત્મધર્મરૂપ આત્મબોધ સતત ઉપાર્જન કરવો જોઈએ. (૨)
જિનવાણીનું માહાભ્ય न ते नरा दुर्गतिमाप्नुवन्ति, न मूकतां नैव जडस्वभावं ।
न चान्धतां बुद्धिविहीनतां नो, ये धारयन्तीह जिनेन्द्रवाणीं ॥३॥ જે પુરુષો આ લોકમાં શ્રી જિનેંદ્રવાણીને ધારણ કરે છે તે પુરુષો દુર્ગતિને, મૂંગાપણાને, જડ સ્વભાવને, અંધપણાને અને બુદ્ધિની હીનતાને પામતા નથી. (૩).
ये जिनवचने रक्ताः, श्री जिनवचनं श्रयन्ति भावेन । अमला गतसङ्क्लेशा, भवन्ति ते स्वल्पसंसाराः ॥४॥