SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ આત્મપ્રબોધ મિથ્યાત્વના તાપથી તપેલા છતાં પાડાઓની જેમ તેના દર્શન (મત) રૂપી કાદવમાં ડૂબા. જિનશાસનની અવગણના કરતા તેઓએ શ્રાવકોને આ પ્રમાણે કહ્યું: “અમારા શાસનમાં જે પ્રમાણે ગુરુનો પ્રભાવ પ્રત્યક્ષ દેખાય છે તે પ્રમાણે તમારે નથી. આથી અમારા ધર્મ સમાન કોઈપણ ધર્મ નથી.” ત્યારે “આ ભોળા લોકો મિથ્યાત્વમાં સ્થિર ન થાઓ” એ પ્રમાણે વિચારીને તે શ્રાવકો તે મિથ્યાત્વીના વચનને વિવિધ યુક્તિઓથી હતપ્રત કરીને તે તાપસને દૃષ્ટિથી પણ જોતા નથી. હવે કોઈક વખતે સકલ સૂરિગુણથી અલંકૃત શ્રી વજસ્વામીના મામા વિવિધ સિદ્ધિથી યુક્ત શ્રી આર્યસમિતસૂરિ આવ્યા. બધા શ્રાવકોએ મોટા આડંબરથી ત્યાં જઈને શ્રી ગુરુના ચરણરૂપી કમળને પ્રણામ કર્યા. પછી તેમણે તાપસવડે કરાયેલો જિનશાસનની અપભ્રાજનાનું કારણ એવો સઘળો ય વૃત્તાંત દીનવચનોથી ગુરુને જણાવ્યો. ત્યારપછી ગુરુએ કહ્યું કે શ્રાવકો ! આ કપટબુદ્ધિવાળો તાપસ કોઈપણ પારલેપ વગેરે પ્રકારથી ભોળા લોકોને ઠગે છે. પરંતુ એની કોઈપણ તપશક્તિ નથી. હવે તે સાંભળીને તે શ્રાવકો વિનયથી ગુરુને નમીને પોતાના ઘરે આવીને પરીક્ષા કરવા માટે તે તાપસને અતિ આદરપૂર્વક ભોજન કરાવવા નિમંત્રણ આપ્યું. તે પણ અતિ ઉત્સુક્તાવાળો થઈને ઘણા લોકોથી પરિવરેલો એક શ્રાવકના ઘરે આવ્યો. ત્યારે તેને આવતો જોઈને અવસરને જાણનારા તે શ્રાવકે પણ એકાએક ઊભા થઈને તેને ઉચિત સ્થાને બેસાડીને ઘણા પ્રકારની બાહ્ય સેવા કરવા પૂર્વક તે ઈચ્છતો ન હોવા છતાં પણ બંને પગ ગરમ પાણીથી તે પ્રમાણે ધોયાં કે જેથી તેમાં લેપનો ગંધ પણ ન રહ્યો. ત્યારપછી વિવિધ રસોઈથી તેને જમાડ્યો. ત્યાં ભોજન કરતો હોવા છતાં પણ ભવિષ્યમાં થનારી કદર્થનાના ભયથી તેણે જરા પણ ભોજનના સ્વાદને ન જાણ્યો. ભોજન કર્યા પછી પાણીને સ્થિર કરી દેવું એ કૌતુકને જોવામાં ઉત્સુક એવા શ્રાવકો વગેરે ઘણા લોકોથી વીંટળાયેલો તે તાપસ નદીના તીરે આવ્યો. હવે “બંને પગને ધોઈ નાખ્યા હોવા છતાં હજી પણ કંઈક લેપનો અંશ રહેલો છે એ પ્રમાણે વિચારીને તે નદીમાં પ્રવેશ કરતાંની સાથે જ તરત બુડ બુડ અવાજ કરતો ડૂબવા લાગ્યો. ત્યાર પછી અનુકંપાથી શ્રાવકોએ તેને બહાર કાઢ્યો. ત્યારે “અહો! માયાવી એવા આણે લાંબા કાળ સુધી અમને ઠગ્યા.” ઈત્યાદિ વિચારતા મિથ્યાષ્ટિઓ પણ જિનધર્મના અનુરાગી થયા. ત્યારપછી જિનશાસનની પ્રભાવના કરવાની ઈચ્છાવાળા, વિવિધ યોગ-સંયોગને જાણનારા શ્રી આર્યસમિતસૂરિ પણ ત્યાં આવ્યા અને નદીના અંતરાલમાં ચૂર્ણવિશેષ નાખીને સર્વલોક સમક્ષ કહ્યું: “હે બેન્ના ! અમે તારા સામા કિનારે જવાની ઈચ્છાવાળા છીએ.” ત્યાર પછી તે નદીના બંને કિનારા ભેગા થઈ ગયા. તે સ્વરૂપને જોઈને બધાય લોકો વિસ્મય પામ્યા. ત્યાર પછી ઘણા આનંદથી પૂર્ણ ચતુર્વિધ સંઘથી પરિવરેલા આચાર્ય સામે કિનારે પહોંચ્યા. ત્યાં સદ્ભત ધર્મોપદેશ આપવા દ્વારા બધા પણ તાપસોને પ્રતિબોધ કર્યા. ત્યાર પછી દૂર થઈ ગયો છે સંપૂર્ણ મિથ્યાત્વનો મળ જેમનો એવા તે સર્વ તાપસોએ શ્રી ગુરુની પાસે પ્રવ્રજ્યાને ગ્રહણ કરી. તે તાપસ સાધુઓથી બ્રહ્મક્રીપિકા નામની શાખા શ્રુતમાં પ્રસિદ્ધ થઈ. આર્ય સમિત સૂરિએ આ પ્રમાણે પ્રચંડ પાખંડી મતનું ખંડન કરવાથી જિનશાસનની ઘણી પ્રભાવના કરીને પરમ જિનધર્મમાં અનુરાગી એવા ભવ્યજનના મનને અત્યંત આનંદિત
SR No.005692
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2003
Total Pages326
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy