________________
પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ
૬૩
(૩) વાદી- વાદી-પ્રતિવાદી-સભ્ય-સભાપતિ રૂપ ચાર અંગવાળી સભામાં પ્રતિપક્ષનું નિરાકરણ કરવા પૂર્વક પોતાના પક્ષની સ્થાપના માટે અવશ્ય બોલે તે વાદી કહેવાય. નિરુપમ વાદ લબ્ધિથી યુક્ત હોવાના કારણે વાચાળવાદીઓમાં મુખ્ય એવા વાદીઓથી પણ જેની વાણીનો વૈભવ મંદ નથી કરી શકાય એવા મલ્યવાદીની જેમ પ્રત્યક્ષ આદિ બધા પ્રમાણમાં કુશળ, પ્રતિવાદીને જીતવાથી રાજકારમાં પણ જેણે માહાભ્યને પ્રાપ્ત કર્યું છે એવો ત્રીજો પ્રભાવક જાણવો. અહીં મલવાદીનો વૃત્તાંત બીજા ગ્રંથોમાંથી જાણી લેવો. (મલવાદીસૂરિના દૃષ્ટાંત માટે જુઓ પાના નંબર ૩૦૬)
(૪) નૈમિત્તિક- નિમિત્ત એટલે ત્રણે કાળના લાભ કે અલાભ આદિને જણાવનારું શાસ્ત્ર. તેને જાણે અથવા તેને ભણે તે નૈમિત્તિક કહેવાય. ખરેખર ! જે જિનમતના શત્રુઓનો પરાજય કરવા માટે ભદ્રબાહુ સ્વામી આદિની જેમ સુનિશ્ચિત નિમિત્તને કહે તે નૈમિત્તિક નામનો ચોથો પ્રભાવક જાણવો. ભદ્રબાહુ સ્વામીનો વૃત્તાંત તો પ્રસિદ્ધ જ છે. માટે અહીં કહેવાતું નથી. (ભદ્રબાહુ સ્વામીના વૃત્તાંત માટે જુઓ પાના નંબર ૨૮૭)
(૫) તપસ્વી- વિકૃષ્ટ અટ્ટમ આદિ દુષ્કર તપ જેને છે તે તપસ્વી કહેવાય. જે પરમ ઉપશમ રસથી ભરેલો છતાં અટ્ટમ, ચાર ઉપવાસ, પંદર ઉપવાસ, માસક્ષમણ આદિ વિવિધ તપશ્ચર્યાથી જિનશાસનની પ્રભાવના કરે તે શ્રી વીરપ્રભુએ વર્ણન (પ્રશંસા) કરેલ કાકંદી નગરીના ધન્ના નામના સાધુ વગેરેની જેમ તપસ્વી નામનો પાંચમો પ્રભાવક જાણવો. (ધન્ના કાકંદીના વૃત્તાંત માટે જુઓ પાના નંબર ૨૯૫).
(૬) વિદ્યાવાન- વિદ્યા એટલે પ્રજ્ઞતિ વગેરે શાસન દેવીઓ. તે શાસનદેવીઓ જેને સહાયક હોય તે વિદ્યાવાળો કહેવાય. આ શ્રી વજસ્વામીની જેમ છઠ્ઠો પ્રભાવક જાણવો. વજસ્વામીનો વૃત્તાંત તો પ્રસિદ્ધ જ છે. (વજસ્વામીના વૃત્તાંત માટે જુઓ પાના નંબર ૨૯૮)
(૭) સિદ્ધ- સિદ્ધ થયો હોય તે સિદ્ધ કહેવાય. ચૂર્ણ, અંજન, પારલેપ, તિલક, ગુટિકા, સકળ ભૂતને આકર્ષણ કરવું, વૈક્રિય લબ્ધિપણું વગેરે વિવિધ સિદ્ધિઓથી યુક્ત હોય તે સિદ્ધ કહેવાય એ પ્રમાણે અર્થ છે. આ સંઘાદિ કાર્યને સાધવા માટે, મિથ્યાત્વનું વિદ્રાવણ (નાશ) કરવા માટે અને જિનશાસનની પ્રભાવના કરવા માટે ચૂર્ણ, અંજન આદિ સિદ્ધિઓનો અવસરે પ્રયોગ કરનાર આર્યસમિતસૂરિ આદિની જેમ સાતમો પ્રભાવક જાણવો. તેમાં આર્યસમિતસૂરિનું કથાનક આ પ્રમાણે છે
આર્ય સમિતસૂરિનું કથાનક આભીર દેશમાં અચલપુર નામનું નગર હતું. તેમાં જિનશાસનની પ્રભાવના કરવામાં તત્પર, સુમહદ્ધિક ઘણા શ્રાવકો રહે છે. તે અચલપુરના નજીકના પ્રદેશમાં કન્ના અને બેન્ના નામની નદીની મધ્યમાં એક બ્રહ્મ દ્વીપ છે. તેમાં ઘણા તાપસો રહે છે. તેમાં પાદલપ ક્રિયામાં વિશારદ એક તાપસ પાલેપથી નિત્ય જલમાર્ગમાં પણ સ્થળમાર્ગની જેમ ફરતો લોકમાં ઘણું વિસ્મય ઉત્પન્ન કરાવતો બેન્ના નદી ઉતરીને પારણા માટે અચલપુરમાં આવે છે. ત્યારે તેને જોઈને ઘણા ભોળા લોકો દુસ્સહ