________________
પ્રથમ પ્રકાશ - સભ્યત્વ
૬૫
કરીને અન્યત્ર વિહાર કર્યો. તે શ્રાવકો પણ વિવિધ ધર્મક્રિયાથી જિનશાસનની ઉન્નતિને કરતા સુખેથી ગૃહસ્થ ધર્મનું પાલન કરીને ક્રમે કરીને સુગતિના ભાજન થયા. આ પ્રમાણે આર્ય સમિતસૂરિનો વૃત્તાંત પૂર્ણ થયો. આ સિદ્ધ નામનો સાતમો પ્રભાવક જાણવો.
(૮) કવિ- વતે રૂતિ વિ: | નવી-નવી વચનની રચનાથી શોભતા, શ્રોતાજનના મનને આનંદ ઉત્પન્ન કરનારા, વિવિધ ભાષાથી વિભૂષિત, સુંદર ગદ્ય અને પદ્ય પ્રબંધોથી વર્ણન કરે તે કવિ. આ સભૃતધર્મની વૃદ્ધિ માટે અને શાસનની પ્રભાવના માટે સુંદર વચનની રચનાથી રાજા વગેરે ઉત્તમ જનને પ્રતિબોધ કરનારા સિદ્ધસેન દિવાકર આદિની જેમ આઠમો પ્રભાવક જાણવો. સિદ્ધસેનનો વૃત્તાંત તો આ પ્રમાણે છે
શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિનું દૃષ્ટાંત ઉજ્જયિની નગરીમાં વિક્રમાદિત્ય નામનો રાજા હતો. તેના પુરોહિતનો પુત્ર, દેવસિકાની કુક્ષિથી ઉત્પન્ન થયેલો, સર્વ વિદ્યાઓમાં વિશારદ મુકુંદ નામનો બ્રાહ્મણ કોઈક વખત વાદ કરવા માટે ભરુચ તરફ ચાલ્યો. ત્યાં માર્ગમાં વચ્ચે શ્રી વૃદ્ધવાદી સૂરિ ગુરુ મળ્યા. ત્યારે “અહીં જે જેનાથી પરાજય પામે તે તેનો શિષ્ય થાય.” એ પ્રમાણે શરત કરીને ત્યાં નજીકમાં રહેલા ગોવાળિયાઓને જ સાક્ષી કરીને આચાર્ય સાથે વાદ કરવા સ્વયં સંસ્કૃત વાણીથી પૂર્વપક્ષને ગ્રહણ કર્યો. તે સાંભળીને ગોવાળિયાઓએ કહ્યું: “આ વાણીમાં અમને કંઈ સમજ પડતી નથી, આથી આ કાંઈ જાણતો નથી.” ત્યાર પછી અવસરને જાણનારા ગુરુએ રજોહરણને કેડમાં બાંધીને ચપટી વગાડતાં, નૃત્ય કરતાં આ પ્રમાણે કહ્યું:
नवि चोरियइ नवि मारियइ, परदारागमण निवारियइ ।
थोडइ थोडउ दाइयइ, सग्गि मटामट जाइयइ ॥ १॥ - ' અર્થ- નવિ ચોરિયે નવિ મારીયે, પરદાર ગમન નિવારીયે, થોડું થોડું દીજીએ તો સ્વર્ગ ઝટપટ જઈએ.
વળી
'कालउ कंबल अरुनी छट्ट, छासई भरियउं दीवड थट्ट ।
ए वड पडियउ नीलइ झाड, अवर किसुं छइ सग्गि निलाड ॥ २ ॥ અર્થ- જેમની પાસે કાળી કાંબલ હોય છે, જેઓ વૃક્ષની છાલના વસ્ત્રો પહેરે છે, અને જેઓ છાસથી ભરેલી દોણી ઉપર રોટલા રાખી લીલા સુગંધી આંબાના વૃક્ષ નીચે રહેલા છે એવા ગોવાળીયાઓને ગુરુ મહારાજ કહે છે કે તમારે આવી સામગ્રી છે તો પછી તમારા ભાગ્યમાં બીજું શું સ્વર્ગ છે ? અર્થાત્ તમારે તો અહીં જ સ્વર્ગ છે. ૧. આ ગાથાનો ચોક્કસ અર્થ કરી શકાયો નથી. આચાર પ્રદીપમાં આ ગાથા નીચે પ્રમાણે છે. - कालउ कंबल अनु नीबहु, छासिइं भरिउ दइअड निपड्ड ।
अइवड चडिउ नीलइ झाडि, अवर कि सरगह सिंग निलाडि ॥१॥