________________
૬૬
આત્મપ્રબોધ ત્યારપછી આવા પ્રકારની વાણી સાંભળીને ખુશ થયેલા ગોવાળિયાઓએ કહ્યું કે- આ જીતી ગયો. ત્યાર પછી વૃદ્ધવાદી ગુરુ રાજસભામાં જઈને ત્યાં પણ વાદ કરીને તેને જીતીને પોતાનો શિષ્ય કર્યો. “કુમુદચંદ્ર એ પ્રમાણે તેનું નામ કર્યું. આચાર્ય પદવી વખતે “સિદ્ધસેન દિવાકર' એ પ્રમાણે નામ કર્યું. તેમણે એક વખત વાદ માટે આવેલા ભટ્ટને સંભળાવવા માટે “નમો અરિહંતા' ઈત્યાદિ પાઠના સ્થાને મોડત્સિદ્ધાવાર્થોપાધ્યાય સર્વસાધુણ્ય:' એ પ્રમાણે ચૌદપૂર્વની શરૂઆતમાં રહેલું સંસ્કૃત વાક્ય કહ્યું. તેમણે ફરી એકવાર ગુરુને કહ્યું કે “જે સર્વ સિદ્ધાંત પ્રાકૃતમય છે તે સર્વ સંસ્કૃત કરું. ગુરુએ કહ્યું:
बालस्त्रीमन्दमूर्खाणां, नृणां चारित्रकाङ्क्षिणां ।
મનપ્રદાય તત્ત્વઃ , સિદ્ધાન્ત: પ્રતિ : ત: // 9 II અર્થ- “ચારિત્રની ઈચ્છાવાળા બાળ, સ્ત્રી, મંદ, ભોળા માણસોના અનુગ્રહ માટે તત્ત્વજ્ઞોએ સિદ્ધાંત પ્રાકૃત ભાષામાં કરેલો છે.
આથી “આ પ્રમાણે બોલતા એવા તને મહાન પ્રાયશ્ચિત્ત લાગ્યું છે.” એ પ્રમાણે કહીને તેને ગચ્છમાંથી બહાર કર્યો. ત્યાર પછી સંઘે આવીને વિનંતી કરીઃ “હે સ્વામી ! આ મહાકવિત્વ આદિ ગુણોથી સંપન્ન હોવાથી શાસન પ્રભાવક છે. આથી ગચ્છની બહાર ન કરવો. આ પ્રમાણે અતિ આગ્રહ કર્યો એટલે ગુરુએ કહ્યું: જો દ્રવ્યથી મુનિના વેષનો ત્યાગ કરીને વેષાંતરમાં રહેલો તે ભાવથી મુનિના સ્વરૂપને નહીં છોડતો, વિવિધ તપોને કરીને, અઢાર રાજાઓને પ્રતિબોધ કરીને જૈન બનાવે, અને એક નવીન તીર્થને પ્રગટ કરે ત્યારે તેને ગચ્છની અંદર લેશું, નહીં તો નહીં લઈએ. ત્યાર પછી ગુરુના વચનને અંગીકાર કરીને તે યથોક્ત રીતિથી વિચરતા ઉજ્જયિની નગરીમાં ગયા. ત્યાં એક વખત અથવાદનિકા માટે જતા શ્રી વિક્રમ રાજાએ શેરીની અંદર જતા સિદ્ધસેન આચાર્યને જોઈને પૂછ્યું: “તમે કોણ છો ?” આચાર્યે કહ્યું: “અમે સર્વજ્ઞના પુત્રો છીએ.” ત્યાર પછી રાજાએ મનમાં જ નમસ્કાર કર્યો એટલે આચાર્ય હાથ ઊંચો કરીને મોટા સ્વરે ધર્મલાભ આપ્યો. ત્યાર પછી રાજાએ કહ્યું: “કોને ધર્મલાભ આપો છો ?” આચાર્યે કહ્યું: “જેણે અમને નમસ્કાર કર્યો તેને ધર્મલાભ આપીએ છીએ.” ત્યાર પછી ખુશ થયેલો રાજા “આપે આપના ચરણોથી મારી રાજસભાને પવિત્ર કરવી.” એ પ્રમાણે કહીને પોતાના સ્થાનમાં ગયો. હવે એક વખત શ્રી સિદ્ધસેન આચાર્ય નવા ચાર શ્લોક બનાવીને શ્રી વિક્રમ રાજના રાજકારે ગયા. પ્રતિહારના મુખથી આ પ્રમાણે કહ્યું:
दिक्षुर्भिक्षुरायातो, द्वारे तिष्ठति वारितः ।
દસ્ત સ્તવતુઃ શ્રોકો, યદાચ્છતું છતું I ? | અર્થ- “આપને જોવાની ઈચ્છાવાળો ભિક્ષુ આવેલો છે. વારણ કરાયેલો દ્વારમાં ઊભો છે. હાથમાં ચાર શ્લોકો છે. તે આવે કે જાય? રાજાએ કહ્યું:
दीयन्तां दश लक्षाणि, शासनानि चतुर्दश । સ્તન્યસ્તવતુઃ શ્રોકો, વાછતું છતુ II ર