________________
પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ
અર્થ- દશ લાખ મુદ્રા અને ચૌદ ગામો આપો. હાથમાં ચાર શ્લોક છે તેણે આવવું હોય તો આવે અને જવું હોય તો જાય.
ત્યાર પછી તે રાજાની પાસે ગયો. ત્યાં શ્રી વિક્રમ રાજા પૂર્વ દિશા સન્મુખ સિંહાસન ઉપર બેઠેલો હતો ત્યારે સૂરિએ એક લોક કહ્યો
आहते तव निःस्वाने, स्फुटिते वैरिहृदघटे ।
गलिते तत्प्रियानेत्रे, राजश्चित्रमिदं महत् ॥ १॥ અર્થ- હે રાજન્ ! તમારી રણભેરી વાગે છતે શત્રુઓના હૃદયરૂપી ઘડાઓ ફૂટે છે અને શત્રુની પ્રિયાના નેત્રો ગળે છે. આ મોટું આશ્ચર્ય છે.
આ પ્રમાણે સાંભળીને રાજા દક્ષિણ દિશા સન્મુખ થઈને બેઠો અને મનમાં વિચાર્યું કે- પૂર્વ દિશાનું રાજ્ય આને આપ્યું. ત્યાર પછી સૂરિએ સન્મુખ થઈને બીજો શ્લોક કહ્યો
अपूर्वेयं धनुर्विद्या, भवता शिक्षिता कुतः ।
मार्गणौघः समभ्येति, गुणो याति दिगंतरं ॥ २ ॥ અર્થ- અપૂર્વ એવી આ ધનુર્વિદ્યા તમે કોની પાસેથી શીખી કે જેમાં માળિય: = બાણોનો સમૂહ સામે આવે છે. અને ગુણો = દોરી (પણછ) દિગંતરમાં જાય છે. બીજા અર્થમાં માપ:માગનારાઓનો સમૂહ સામે આવે છે. અને ગુણો = ગુણ દિગંતરમાં જાય છે. અર્થાત્ માગનારાઓનો સમૂહ તમારી પાસે આવે છે એના કારણે તમારા ગુણો દિગંતરમાં ફેલાય છે. છે ત્યાર પછી રાજા પશ્ચિમ દિશા સન્મુખ થઈને બેઠો. ત્યારે ફરી સૂરિએ સન્મુખ થઈને ત્રીજો લોક કહ્યો
सरस्वती स्थिता वक्त्रे, लक्ष्मी: करसरोरुहे । . ર્તિ: કિં પિતા રનન!, યેન ફેશાન્તાં નેતા ? રૂ II
અર્થ- સરસ્વતી મુખમાં રહેલી છે અને લક્ષ્મી કરકમલમાં રહેલી છે, તો હે રાજન્ ! કીર્તિ શું ગુસ્સે થયેલી છે? જેથી દેશાંતરમાં ગઈ? - ત્યાર પછી રાજા ઉત્તર દિશા સન્મુખ થઈને રહ્યો. ત્યારે ફરી સૂરિએ સન્મુખ થઈને ચોથો લોક કહ્યો
सर्वदा सर्वदोऽसीति, मिथ्या संस्तूयसे बुधैः ।
નારો તેમ? પૃષ્ઠ, ન વક્ષ: પરષિત: | અર્થ- તમે હંમેશા બધું આપનારા છો. એ પ્રમાણે વિદ્વાનો તમારી ખોટી પ્રશંસા કરે છે. કારણ કે શત્રુઓએ તમારી પીઠ પ્રાપ્ત કરી નથી અને પરસ્ત્રીઓએ તમારી છાતીને પ્રાપ્ત કરી નથી. અર્થાત્ તમોએ શત્રુઓને ક્યારેય પીઠ બતાવી નથી અને પરસ્ત્રીઓને ક્યારેય છાતીએ લગાડી નથી. * ત્યાર પછી ખુશ થયેલા રાજાએ તરત જ સિંહાસન ઉપરથી ઊભા થઈને ચારેય દિશાનું રાજય સૂરિને આપ્યું. ત્યારે સૂરિએ કહ્યું: ‘મારે રાજ્યનું કંઈ પણ કામ નથી.” રાજાએ કહ્યું: ‘તો તમે