________________
૬૮
આત્મપ્રબોધ
શું માગો છો ?' સૂરિએ કહ્યું: જ્યારે હું આવું ત્યારે તમારે મારો ઉપદેશ સાંભળવો. રાજાએ કહ્યું: “એ મને પ્રમાણ છે.” ત્યાર પછી સિદ્ધસેન આચાર્ય પોતાના સ્થાનમાં ગયા. હવે કોઈક વખત સૂરિ મહાકાળના મંદિરમાં જઈને શિવની પીઠિકા ઉપર પગ કરીને સૂતા. તેના પૂજારી વગેરે ઘણા લોકોએ ઉઠાડ્યા તો પણ ન ઊઠ્યા. ત્યારે લોકોએ જઈને રાજાને જણાવ્યું. “હે સ્વામી ! કોઈક ભિક્ષુ આવીને શિવલિંગ ઉપર પગ કરીને સૂતો છે. ઊઠાડેલો પણ ઊઠતો નથી. રાજાએ કહ્યું: ‘તેને મારીને દૂર કાઢો.” ત્યાર પછી રાજાના આદેશથી ચાબૂક વગેરેથી તેને માર્યો અને તે પ્રહારો અંતઃપુરમાં રહેલી રાણીઓના શરીરમાં લાગ્યા. એટલે ત્યાં કોલાહલ મચી ગયો. રાજાએ પણ વિસ્મયપૂર્વક અને ખેદપૂર્વક શું થયું? એ પ્રમાણે પૂછયું. કોઈએ પણ કહ્યું કે- હે સ્વામી ! કોઈક ભિક્ષને મહાકાળના મંદિરમાં મારવામાં આવી રહ્યો છે, તેના પ્રહારો અહીં અંતઃપુરમાં લાગે છે. ત્યારે રાજા સ્વયં મહાકાળના મંદિરમાં ગયો, આચાર્યને જોયા અને ઓળખ્યા. પછી પૂછયું કે “આ શું છે ? મહાદેવના મસ્તક ઉપર પગ શા માટે મૂક્યાં છે? મહાદેવ તો મહાન દેવ છે, સ્તુતિ કરવા યોગ્ય છે. આચાર્યે કહ્યું: મહાદેવ તો બીજો જ છે. જે મહાદેવ છે તેની સ્તુતિ હું કરીશ જ. સાવધાન થઈને સાંભળો. આ પ્રમાણે કહીને તેમણે કલ્યાણ મંદિર સ્તોત્ર કરવાની શરૂઆત કરી. અગિયારમું કાવ્ય જ્યારે કરાઈ રહ્યું હતું ત્યારે ભૂમિ પૂજવા લાગી. પછી ધૂમાડો નીકળ્યો. અને શિવલિંગના બે ટુકડા થઈ ગયા. પહેલા તેજનો પૂંજ ફેલાવા લાગ્યો. ત્યારપછી ધરણંદ્ર સહિત શ્રી પાર્શ્વનાથની મૂર્તિ પ્રગટ થઈ. ત્યારે આચાર્યે સ્તોત્ર પૂર્ણ કરીને કહ્યું: ‘પૂર્વે અહીં જ અવંતી સુકુમાલના પુત્ર મહાકાલ નામથી લોકમાં પ્રસિદ્ધ એવા પોતાના પિતાનું નલિની ગુલ્મ વિમાનમાં ગમન સમયે જે સ્થાને કાયોત્સર્ગ કર્યો હતો તે સ્થાને નવું મંદિર કરાવીને તેમાં આ શ્રી પાર્શ્વનાથ ભગવાનને પ્રતિષ્ઠિત કર્યા હતા. ત્યાર પછી કેટલોક કાળ પસાર થયા પછી મિથ્યાષ્ટિઓએ તે બિંબને ઢાંકી દઈને મહાદેવનું લિંગ સ્થાપિત કર્યું. હમણા મારી સ્તુતિથી તે લિંગ ફાટી ગયું અને શ્રી પાર્શ્વનાથ પ્રગટ થયા. આ સાંભળવાથી વિક્રમ રાજાના મનમાં ચમત્કાર ગર્ભિત આનંદ ઉત્પન્ન થયો. અહીં જ રાજાને જિનોક્ત તત્ત્વની રુચિરૂપ ઉત્તમ સમ્યકત્વ રતની પ્રાપ્તિ થઈ.
ત્યાર પછી રાજાએ શ્રી પાર્શ્વનાથના પ્રાસાદને આશ્રયીને પૂજાદિ ખર્ચ માટે સો ગામો આપ્યાં. આચાર્ય પાસે સમ્યકત્વ અંગીકાર કરીને જૈન શ્રાવક થયો. ત્યાર પછી સિદ્ધસેન આચાર્યે તે રાજાને અનુસરનારા બીજા પણ અઢાર રાજાઓને પ્રતિબોધ કર્યો. ત્યાર પછી આચાર્યના ગુણગણથી રંજિત થયેલા વિક્રમ રાજાએ તેમને સુખાસન (પાલખી) આપ્યું. તેમાં આરૂઢ થયેલા આચાર્ય દરરોજ રાજભવનમાં જાય છે. ત્યાર પછી વૃદ્ધવાદી ગુરુએ સાંભળ્યું અને વિચાર્યું કે- સિદ્ધસેન આચાર્ય જે કાર્ય કરવા માટે ગયા હતા તે કાર્ય તો બધું પણ સિદ્ધ થઈ ગયું છે, પરંતુ સ્વયં પ્રમાદરૂપી કાદવમાં ડૂબેલા છે. તેથી હું ત્યાં જઈને તેને પ્રતિબોધ કરું. આ પ્રમાણે વિચારીને ઉજ્જયિની નગરીમાં ગયા. ત્યાં કોઈ પણ પ્રકારે તેની પાસે જઈ ન શકતાં વૃદ્ધવાદી સૂરિ પાલખીને વહન કરનારાનું રૂપ કરીને તેના ગૃહના દ્વારે રહ્યા. જ્યારે તે પાલખી ઉપર આરૂઢ થઈને રાજભવન તરફ ચાલે છે ત્યારે વૃદ્ધવાદી સૂરિ એક પાલખી વહન કરનારના સ્થાને ગોઠવાઈ ગયા. વૃદ્ધ