________________
૧૪૫
બીજો પ્રકાશ - દેશવિરતિ
પંદર કર્માદાન આ પ્રમાણે ભોજનથી ભોગોપભોગ વ્રત કહ્યું. હવે કર્મથી તે કહેવામાં આવે છે
कम्माउ जइ कम्म, विणा न तीरेइ निव्वहेउं तो ।
पनरस कम्मादाणे, चएइ अण्णं पि खरकम्मं ॥५१॥ કર્મને આશ્રયીને શ્રાવકે ઉત્સર્ગથી જરા પણ સાવદ્ય કર્મ ન કરવું જોઈએ, નિરારંભથી જ રહેવું જોઈએ. હવે જો કર્મ વિના નિર્વાહ થતો ન હોય તો પણ પંદર કર્માદાનનો ત્યાગ કરે. તે પંદર કર્માદાનો આ છે. (૧) અંગાર કર્મ (૨) વન કર્મ (૩) શકટ કર્મ (૪) ભાટક કર્મ (૫) સ્ફોટક કર્મ (૬) દંત વાણિજય (૭) લાક્ષા વાણિજ્ય (૮) રસ વાણિજ્ય (૯) કેશ વાણિજ્ય (૧૦) વિષ વાણિજ્ય (૧૧) યંત્ર પીડા (૧૨) નિલંછન (૧૩) દવદાન (૧૪) સરોદ્રહાદિશોષ (૧૫) અસતીપોષ (૧) અંગારકર્મ- આજીવિકા માટે અંગારા કરવા, ભાડભૂંજા, કુંભાર, લુહાર, સોની, ઈટ પકાવવી
વગેરે માટે અગ્નિનો આરંભ કરવો તે અંગારકર્મ. (૨) વનકર્મ- વૃક્ષ વગેરે અથવા પત્ર, પુષ્પ વગેરેને છેદવા, ખેંચવા વગેરે આરંભથી આજીવિકા
કરવી તે વનકર્મ. શકટકર્મ- ગાડાં અથવા તેના અંગોને ઘડવા અથવા ગાડાં ભાડે આપીને આજીવિકા ચલાવવી તે શકટકર્મ, ભાટકકર્મ-પોતાનાં ગાડાં, બળદ વગેરેથી બીજાના ભારને વહન કરવાથી અથવા મૂલ્યથી
પોતાનાં ગાડાં વગેરે આપવાથી આજીવિકા ચલાવવી તે ભાટકકર્મ. (૫) સ્ફોટકકર્મ-કુંદાળા, હળ વગેરેથી ભૂમિ વિદારણ કરવાથી અથવા પથ્થર વગેરે ઘડવાથી
આજીવિકા ચલાવવી તે સ્ફોટકકર્મ. તથા યવ વગેરે ધાન્યના ફાડા વગેરે કરી વેંચવું તે પણ સ્ફોટક કર્મ છે. કહ્યું છે કેજવ, ચણા, ઘઉં, મગ, અડદ, કરડિ વગેરે ધાન્યોના ફાડા, દાળ, કણકી, તંડુલ કરવા તે સ્ફોટક કર્મ છે. અથવા હળથી ભૂમિ ફોડવી અને જે (કૂવા વગેરે) ખોદવું તથા પથ્થર ફોડવા એ સ્ફોટકકર્મ છે. દંતવાણિજ્ય-પહેલેથી જ પ્લેચ્છ વગેરેને મૂલ્ય આપી હાથી દાંત મંગાવીને વેંચવા અથવા આકરમાં (જ્યાં હાથી દાંત કપાતા હોય ત્યાં) જઈને સ્વયં લાવીને વેંચે તે દંત વાણિજય. આ શંખ, ચામડું, ચામર વગેરેનું પણ ઉપલક્ષણ છે. અનાકરમાં (જ્યાં હાથી દાંત કપાતા
ન હોય તેવા સ્થળે) હાથી દાંત વગેરેના લે-વેંચમાં દોષ નથી. (૭) લાક્ષાવાણિજ્ય- લાલા વાણિજ્ય પ્રસિદ્ધ છે. આ નીલી (ગળી), મન:શીલ વગેરેનું અથવા
સુલિત ધાન્ય વગેરેનું ઉપલક્ષણ છે. ૧. કરડિ - એક જાતનું અનાજ. ૨. સુલિત શબ્દનો અર્થ સમજાયો નથી.