________________
૧૪૬
આત્મપ્રબોધ
(૮) રસવાણિજ્ય- ઘી, તેલ, મદિરા, મધ, ચરબી વગેરેનો વેપાર રસવાણિજ્ય છે. (૯) વિષવાણિજ્ય- શૃંગિકા, કાલકૂટ વગેરેનો વેપાર વિષ વાણિજ્ય છે. આ જીવઘાત કરનારાં શસ્ત્ર, લોઢું, હરિતાલ વગેરેનું ઉપલક્ષણ છે.
(૧૦) કેશવાણિજ્ય- દાસી, ગાય, ઘોડા, ભેંસ, ઊંટ વગેરેનો વેપાર કરવો તે કેશ વાણિજ્ય છે. (૧૧) યંત્રપીડન- તલ, શે૨ડી વગેરેને યંત્રથી પીલવું તે યંત્રપીડન છે.
(૧૨) નિર્ણાંછનકર્મ- બળદ, ઘોડા વગેરેને ખંઢ કરવા, નાક વિંધવું, કાન, કંબલ (ગોદડી) વગેરે છેદવું એ નિર્વાંછનકર્મ છે.
(૧૩) દવદાન- ઘાસ વગેરેની વૃદ્ધિ માટે અથવા ખેતર વગેરેને સાફ કરવા માટે અગ્નિ બાળવો તે દવદાન છે.
(૧૪) સર-દ્રહાદિશોષ- ઘઉં વગેરેને વાવવા માટે સરોવર, દ્રહને સુકવી નાંખવા તે સર-દ્રહાદિ શોષ છે.
(૧૫) અસતીપોષણ- દુઃશીલવાળી દાસી વગેરેને પોષવી તે અસતીપોષણ છે. આ પોપટ, મેના, કૂતરો, બિલાડી, મોર વગેરે અધમ પ્રાણીઓને પોષવાનું ઉપલક્ષણ છે. આ બધા નિબિડ કર્મબંધના કારણ હોવાથી શાસ્ત્રીય ભાષામાં કર્માદાન કહેવાય છે. આટલા જ કર્માદાન છે એવું નથી. બીજું પણ ક્રૂર અધ્યવસાયથી સાધી શકાય એવું કોટવાલ, જેલર વગેરેના કાર્યનો પણ ત્યાગ કરે. અલ્પ સાવદ્ય કાર્યથી જ નિર્વાહ કરે. (૫૧)
વળી—
इयरं पि हु सावज्जं, पढमं कम्मं न तं समारभइ । पट्ट, आरंभे अविरओ लोओ ॥५२॥
શ્રાવક બીજું નિષેધ નહીં કરેલું પણ ગૃહનો આરંભ કરવો, બીજા ગામે જવું, ગાડું ચલાવવું, ખેતર ખેડવું વગેરે સાવદ્ય કાર્ય બીજાઓથી પહેલાં ન કરે. શા માટે ન કરે તે કહે છે
જે કાર્ય કરાતું જોઈને અયતનામાં તત્પર લોક તે કાર્ય કરવામાં પ્રવર્તે. જ્યારે સમાન કાર્ય ક૨ના૨ા ઘણા ભેગા થયા હોય ત્યારે આ વિધિ જાણવો. કેમ કે પોતે પ્રથમ આરંભ કરનારો હોવાથી બધાએ કરેલા આરંભનો પોતે કારણ બને. આવું ન થાય માટે બીજાઓ કરતાં પોતે પહેલાં આરંભ ન કરે. આ પ્રમાણે કર્મથી ભોગોપભોગ વ્રત કહ્યું.
પ્રશ્ન- પૂર્વે ભોગોપભોગ શબ્દથી અન્ન, સ્ત્રી વગેરે કહેલા છે. અને આ વ્રતમાં તેઓનું જ પ્રમાણ ક૨વું જોઈએ. તેથી કર્મથી આ વ્રત ન હોય. કર્મ શબ્દ ક્રિયાને કહેનારો છે અને ક્રિયાનો ભોગોપભોગ સંભવતો નથી.
ઉત્તર- તારી વાત સાચી છે. પરંતુ વાણિજ્ય વગેરે કર્મો ભોગપભોગનું કારણ છે. કારણમાં કાર્યનો ઉપચાર કરી કર્મને પણ ભોગોપભોગરૂપે કહેલ છે. માટે ચર્ચાથી સર્યું. અહીં ભાવના આ પ્રમાણે કરવી